જલિયાવાલા બાગ કાંડને 100 વર્ષમાં પ્રવેશ: થઈ‘તી 1500 લોકોની હત્યા

જલિયાવાલા બાગમાં થયેલા નરસંહારના દોષિત જનરલ ડાયર અને હંટર કમિશનના સવાલ-જવાબ

Bhaskar News Network | Updated - Apr 13, 2018, 12:34 AM
પહેલી વાર... જલિયા વાલા બાગનો આ એરિયલ વ્યૂ પહેલીવાર લેવાયો છે
પહેલી વાર... જલિયા વાલા બાગનો આ એરિયલ વ્યૂ પહેલીવાર લેવાયો છે

નેશનલ ડેસ્ક: આઝાદીના ઇતિહાસમાં જલિયાવાલા બાગ નરસંહાર સૌથી મહત્વનો વળાંક છે. જનરલ ડાયરે વૈશાખીના દિવસે બાગમાં એકઠા થયેલા લોકો પર ગોળીઓ ચલાવડાવી હતી. આ મામલે તપાસ સમિતિના વડા લોર્ડ હંટરે જ્યારે ડાયરને પૂછ્યું કે લોકોને રોકવા માટે પહેરો કેમ ન લગાવ્યો તો ડાયરનો જવાબ હતો- ‘મેં બધાને મારવાનું નક્કી કરી લીધું હતું.’ એક રિપોર્ટ મુજબ ત્યારે બાગમાં 10 મિનિટમાં 1650 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. 1500થી વધુ લોકો માર્યા ગયા હતા.

લોર્ડ હંટર: લોકોને રોકવા માટે સૈન્ય પહેરો લગાવી શક્યો ન હોત?

જનરલ ડાયર: લગાવી શક્યો હોત પણ મેં નક્કી કરી લીધું હતું કે બધાને મારી નાખવા છે...

ભગત સિંહ જલિયાવાલા બાગની માટી બોટલમાં ભરીને લઇ ગયા હતા


- 1919માં જલિયાવાલા બાગ ડમ્પિંગ ગ્રાઉન્ડ હતું. આ જમીન હરમીત સિંહ જલ્લા વાલિયાંની માલિકીની હતી. 1951માં અહીં શહીદી લાટનું ઉદઘાટન કરાયું અને તેનું નામ બદલીને જલિયાવાલા બાગ કરી દેવાયું.
- જલિયાવાલા બાગ કાંડના 15 દિવસ બાદ ભગત સિંહ લાહોરથી અમૃતસર પહોંચ્યા હતા અને લોહીવાળી માટી બોટલમાં ભરીને લઇ ગયા હતા.

પહેલી વાર વાંચો...હંટર કમિટી સમક્ષ હાજર થયેલા જનરલ ડાયરનું નિવેદન
બ્રિટિશ સરકારે તપાસ માટે હંટર કમિશન નીમ્યું. હંટર સાથે જસ્ટિન રેકન અને સીતલવાડ તેના સભ્ય હતા. 1919ની 19 નવેમ્બરે ડાયર પંચ સમક્ષ હાજર થયા અને પોતાના દરેક ગુનાને યોગ્ય ઠેરવતા રહ્યા.

કમિશનના વડા હંટરના સવાલોના જવાબ

હંટર: લોકોને આવતા રોક્યા કેમ નહીં?
ડાયર: મારે સૈન્ય ટુકડીને આદેશ આપવાનો હતો. એ પણ નક્કી કરવાનું હતું કે જવાનોને ક્યાં તૈનાત કરવા? લોકો ભેગા થતાં સૈન્યનો રસ્તો અપનાવ્યો.
હંટર: ગોળી ચલાવવા પાછળ તમારો ઇરાદો ભીડને ‌વિખેરવાનો જ હતો ને?
ડાયર: હા, ભીડ હટી નહીં ત્યાં સુધી ફાયરિંગ કર્યું.
હંટર: શું તમે ગોળીઓ ચલાવી?
ડાયર: હા.
હંટર: ભીડ વિખેરાઇ ગયા બાદ તમે ગોળીઓ ચલાવવાનું બંધ કેમ ન કર્યું?
ડાયર: મેં વિચાર્યું કે લોકો વિખેરાય નહીં ત્યાં સુધી ગોળીઓ ચલાવવી મારી ફરજ છે. હળવી ગોળી ચલાવવી મારી ભૂલ હોત.

આગળ વાંચો: કમિશનના સભ્ય રેકનના સવાલોના જવાબ

10 મિનિટમાં 1650 ગોળીઓ ચલાવાઇ હતી- ફાઈલ
10 મિનિટમાં 1650 ગોળીઓ ચલાવાઇ હતી- ફાઈલ

કમિશનના સભ્ય રેકનના સવાલોના જવાબ


જસ્ટિન રેકન: જનરલ, શું આ પગલું પંજાબના લોકો માટે ઘણું ખોફનાક અને ડરામણું નહોતું?
ડાયર: ના. મારું માનવું છે કે મારી ફરજ વધુ ભયાનક હતી. મેં તો દયા દાખવીને તે લોકોને આમ-તેમ ભાગવાની તક આપી. મેં વિચારી લીધું હતું કે જો ગોળી ચલાવવી જ હોય તો પૂરી તાકાત સાથે ચલાવવામાં આવે, જેથી લોકો પર અસર પડે. મેં નક્કી કરી લીધું હતું કે ફાયરની નોબત આવે તો જેટલા રાઉન્ડ ચાલી શકે તેટલા ચલાવવા. લોકો ખતમ ન થયા ત્યાં સુધી ગોળીઓ ચાલુ રખાવી.
રેકન: લોકો ભાગી રહ્યા હતા ત્યારે પણ ગોળીઓ ચલાવવાનું બંધ ન કર્યું?
ડાયર: ના.

 

અને સેતલવાડ પર તો ડાયર રોષે ભરાયો હતો

 

સેતલવાડ: બખ્તરબંધ ગાડીઓ ન લઇ જઇ શક્યા, બાગનો રસ્તો સાંકડો હતો?
ડાયર: હા.
સેતલવાડ: માની લો કે બખ્તરબંધ ગાડીઓ જઇ શકે તેવો રસ્તો હોત તો શું મશીનગનોનું ફાયર ખોલી નાખત?
ડાયર: મારો ખ્યાલ પ્રમાણે હા.
સેતલવાડ: મશીનગનો એટલા 
માટે ન ચલાવી કે ગાડીઓ અંદર ન જઇ શકી?
ડાયર: હું તમને જવાબ આપી ચૂક્યો છું. ગાડીઓ અંદર પહોંચત તો હું મશીનગનોથી જ ફાયર કરત.
સેતલવાડ: તમારો પ્રયાસ બ્રિટિશ રાજને બચાવવાનો હતો?
ડાયર: ના, બ્રિટિશ રાજ ઘણું મજબૂત છે.

 

આગળ વાંચો: જ્યાં દોઢસો લોકોની લાશો હતી તે દરવાજો..

નરસંહાર બાદ કુંવામાંથી 120 લાશો કઢાઇ હતી- ફાઈલ
નરસંહાર બાદ કુંવામાંથી 120 લાશો કઢાઇ હતી- ફાઈલ

જ્યાં દોઢસો લોકોની લાશો હતી તે દરવાજો..


લોકોએ આ નાનકડા દરવાજેથી ભાગવાનો પ્રયાસ કર્યો. ડાયરે દરવાજા તરફ પણ ગોળીઓ ચલાવડાવી. દોઢસો લાશો પડ્યા બાદ દરવાજો લાશોથી જ બંધ થઇ ગયો.

 

1951માં સ્થપાયેલો શહીદી લાટ
 
શહીદી લાટની સ્થાપના 1951માં કરાઇ. 1974ની 19 જુલાઇએ શહીદ ઉધમ સિંહનાં અસ્થિ ભારત લવાયા અને અસ્થિ કળશને બાગમાં સ્થાપિત કરાયો.
 
શહીદી કૂવો, જ્યાંથી 120 લાશ નીકળી

લોકો ગોળીઓથી બચવા માટે જેમાં છલાંગ લગાવતા રહ્યા તે જ આ કુવો છે. છેવટે કૂવો લાશોથી ભરાઇ ગયો. નરસંહાર બાદ તેમાંથી 120 લાશો કઢાઇ હતી.
 
જનરલ ડાયરે અહીં સૈનિકો તહેનાત કર્યા

આ એ જગ્યાં છે કે જ્યાં ડાયરે તેના સૈનિકો તહેનાત કરી દીધા હતા. ડાયરે તે જગ્યાએથી જ ફાયરનો આદેશ આપ્યો હતો. 10 મિનિટમાં 1650 ગોળીઓ ચલાવાઇ હતી.
X
પહેલી વાર... જલિયા વાલા બાગનો આ એરિયલ વ્યૂ પહેલીવાર લેવાયો છેપહેલી વાર... જલિયા વાલા બાગનો આ એરિયલ વ્યૂ પહેલીવાર લેવાયો છે
10 મિનિટમાં 1650 ગોળીઓ ચલાવાઇ હતી- ફાઈલ10 મિનિટમાં 1650 ગોળીઓ ચલાવાઇ હતી- ફાઈલ
નરસંહાર બાદ કુંવામાંથી 120 લાશો કઢાઇ હતી- ફાઈલનરસંહાર બાદ કુંવામાંથી 120 લાશો કઢાઇ હતી- ફાઈલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App