Home » National News » Latest News » National » ભારત વિરૂદ્ધ ત્રણ આતંકી સંગઠને હાથ મિલાવ્યાં | Three terrorist group work together against India

ભારત પર હુમલાઓ કરવા 3 આતંકી સંગઠનોનું 'મહાગઠબંધન', વધશે ખતરો

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 02:12 PM

આતંકી સંગઠન જૈશ, લશ્કર અને હિઝબુલ એક થઈને ભારત વિરૂદ્ધ તેમના અભિયાનને પાર પાડી રહ્યાં છે.

 • ભારત વિરૂદ્ધ ત્રણ આતંકી સંગઠને હાથ મિલાવ્યાં | Three terrorist group work together against India
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આતંકી સંગઠનો વચ્ચે મહાગઠબંધન થશે તો ભારત તો તેના નિશાને હશે જ સાથે અફઘાનિસ્તાન, ઈન્ડોનેશિયા, મલેશિયા જેવાં દેશો પર સીધો ખતરો બની શકે છે (ફાઈલ)

  નવી દિલ્હીઃ કેન્દ્રમાં સત્તા પર આવ્યાં બાદ વડાપ્રધાન મોદી દેશ અને વિદેશમાં આતંકવાદ વિરૂદ્ધ અવાજ ઉઠાવતાં રહ્યાં છે. પરંતુ આ વચ્ચે આતંકવાદને લઈને જે સમાચાર સામે આવી રહ્યાં છે તે ઘણાં જ ચોંકવાનારા છે. આતંકવાદ પર અંકુશ મૂકવાના સરકારના દાવા વચ્ચે એવા અહેવાલ આવ્યા છે કે આતંકી સંગઠન જૈશ, લશ્કર અને હિઝબુલ એક થઈને ભારત વિરૂદ્ધ તેમના અભિયાનને પાર પાડી રહ્યાં છે. આ ખુલાસો જૈશ-એ-મોહમ્મદના આતંકી આશિક બાબાએ કર્યો છે. આશિક બાબાને પોલીસે 5 જૂને પક્ડયો હતો. તેના પર નવેમ્બર, 2016માં જમ્મુ કાશ્મીરના નગરોટા આર્મી કેમ્પ પર હુમલો કરવાનો આરોપ છે. આ હુમલામાં 7 જવાન શહીદ થયા હતા.

  આતંકી આશિક બાબાએ વધુ શું જણાવ્યું?


  - પૂછપરછમાં બાબાએ જણાવ્યું કે, જૈશ-એ-મોહમ્મદ કાશ્મીર આતંકી મુફ્તી વકાસે પુલવામા પોલીસ લાઈનમાં વર્ષ 2017માં થયેલા આતંકી હુમલાનું નેતૃત્વ કર્યું હતું. આ હુમલામાં 8 જવાનો શહીદ થઈ ગયા હતા.
  - NIAએ પોતાના એક રિપોર્ટમાં કહ્યું હતું કે આ મામલે ત્રણ આરોપી આશિક બાબા, તારિક અહમદ ડાર અને મુનીર અલ હસન કાદરી પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ સાથે સંપર્કમાં હતા.
  - આતંકી આશિક બાબાએ દાવો કર્યો કે જૈશ ખૈબર પખતૂન પ્રાંતના મનશેરામાં આતંકી કેમ્પ ચલાવી રહ્યાં છે. જે જગ્યાએ જૈશનો કેમપ છે ત્યાં પહેલાં લશ્કર-એ-તોઈબા અને હિઝબુલના કેમ્પો છે.

  આ દેશો પર સીધો ખતરો


  - આતંકી સંગઠનો વચ્ચે મહાગઠબંધન થશે તો ભારત તો તેના નિશાને હશે જ સાથે અફઘાનિસ્તાન, ઈન્ડોનેશિયા, મલેશિયા જેવાં દેશો પર સીધો ખતરો બની શકે છે.
  - યુરોપિય દેશો પર પણ આ સંગઠનોએ પોતાના પગ મજબૂત કર્યા છે. એવામાં ત્રણેય આતંકી જૂથ એક થતાં તકલીફ વધી શકે છે.

  વ્હોટ્સએપ પર કરતા હતા વાત


  - NIA મુજબ ત્રણેય આતંકી વ્હોટ્સએપના વોઈસ અને ટેક્સ્ટ મેસેજથી સીધા મુઝફ્ફરાબાદના મૌલાના મુફ્તી અશગરના સંપર્કમાં હતા.
  - મુફ્તીનો ભાણેજ વકાસ દક્ષિણ કાશ્મીરમાં જૈશનો કમાન્ડર છે, જેને સેનાએ પુલવામામાં એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો.

  ISIનો સહારો


  - દેશ વિરૂદ્ધ થઈ રહેલા આતંકી ષડયંત્રને આ સંગઠનો પાકિસ્તાનનો જ ટેકો મળી રહ્યો છે. આ ત્રણેય સંગઠન પાકિસ્તાન મિલિટરી અને ગુપ્તચર એજન્સી ISIના સહારે ભારત વિરોધી આતંકી પ્રવૃતિઓને પાર પાડી રહ્યાં છે.

  SCOમાં આતંકવાદ વિરૂદ્ધ લડવાનો સંકલ્પ


  - ચીનમાં હાલમાં જ શાંઘાઈ સમિટ મળી હતી જેમાં આતંકવાદ, અલગતાવાદ અને કટ્ટરવાદથી આગામી ત્રણ વર્ષમાં નવા જોશ સાથે લડવાનો સંકલ્પ વ્યકત કરાયો હતો.
  - બે દિવસના સંમેલન પછી જાહેર સંયુકત ઘોષણા પત્રમાં લગભગ 80 દેશોએ તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરી હતી.
  - SCO ભેલ જ ત્રણ વર્ષમાં આતંક સામે લડવાની યોજના બનાવી રહ્યાં હોય પરંતુ જૈશ, લશ્કર અને હિઝબુલ જેવાં આતંકી દળોનું મહાગઠબંધન બની ગયું તો આ 80 દેશો પર પણ ભારે પડી શકે છે.

 • ભારત વિરૂદ્ધ ત્રણ આતંકી સંગઠને હાથ મિલાવ્યાં | Three terrorist group work together against India
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  કેન્દ્રમાં સત્તા પર આવ્યાં બાદ વડાપ્રધાન મોદી દેશ અને વિદેશમાં આતંકવાદ વિરૂદ્ધ અવાજ ઉઠાવતાં રહ્યાં છે (ફાઈલ)
 • ભારત વિરૂદ્ધ ત્રણ આતંકી સંગઠને હાથ મિલાવ્યાં | Three terrorist group work together against India
  આતંકી સંગઠન જૈશ, લશ્કર અને હિઝબુલ એક થઈને ભારત વિરૂદ્ધ તેમના અભિયાનને પાર પાડી રહ્યાં છે (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ