• Home
  • National News
  • Desh
  • 6 વર્ષ પહેલાં થયેલા અન્યાયનો સાસુએ બદલો લીધો | Dowery case in Jaipur

પતિ અને સાસુ-સસરાને વહુએ કરાવ્યાં જેલમાં બંધ, સિસ્ટમ સામે લડી અને 6 વર્ષ પછી આ રીતે લીધો બદલો

સાસુ સુજાતા વર્માએ 6 વર્ષ પહેલા મનમાં નક્કી કરી લીધું હતું કે તે પરિવાર સાથે થયેલા અન્યાયનો બદલો સરકાર અને સિસ્ટમ સામે લઈને રહેશે
સાસુ સુજાતા વર્માએ 6 વર્ષ પહેલા મનમાં નક્કી કરી લીધું હતું કે તે પરિવાર સાથે થયેલા અન્યાયનો બદલો સરકાર અને સિસ્ટમ સામે લઈને રહેશે
આયોગે આ મામલાની સુનાવણી કરતા પીડિતોની ધરપકડ અને પોલીસ દ્વારા તેમની સાથે કરવામાં આવેલા વર્તનને માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન માન્યું અને રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી (સિમ્બોલિક ઈમેજ)
આયોગે આ મામલાની સુનાવણી કરતા પીડિતોની ધરપકડ અને પોલીસ દ્વારા તેમની સાથે કરવામાં આવેલા વર્તનને માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન માન્યું અને રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી (સિમ્બોલિક ઈમેજ)

દહેજ ઉત્પીડન કેસમાં અધિકારી પતિ અને ડોક્ટર પુત્રની સાથે જેલમાં કેદ રહેલી સાસુ સુજાતા વર્માએ 6 વર્ષ પહેલા મનમાં નક્કી કરી લીધું હતું કે તે પરિવાર સાથે થયેલા અન્યાયનો બદલો સરકાર અને સિસ્ટમ સામે લઈને રહેશે. જોકે, આ દરમિયાન તેમના પતિ સંતોષ કુમાર (સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમમાં અધિકારી) અને દીકરો ડો. વિવેકાંશુ 9 દિવસની જેલની સજા કાપ્યા બાદ મામલાને આગળ વધારવા નહોતા માગતા

Divyabhaskar.com

Jun 16, 2018, 07:00 AM IST

જયપુરઃ દહેજ ઉત્પીડન કેસમાં અધિકારી પતિ અને ડોક્ટર પુત્રની સાથે જેલમાં કેદ રહેલી સાસુ સુજાતા વર્માએ 6 વર્ષ પહેલા મનમાં નક્કી કરી લીધું હતું કે તે પરિવાર સાથે થયેલા અન્યાયનો બદલો સરકાર અને સિસ્ટમ સામે લડીને લેશે. જોકે, આ દરમિયાન તેમના પતિ સંતોષ કુમાર (સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમમાં અધિકારી) અને દીકરો ડો. વિવેકાંશુ 9 દિવસની જેલની સજા કાપ્યા બાદ મામલાને આગળ વધારવા નહોતા માગતા પરંતુ સુજાતાએ આ લડાઈને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો અને સરકારી સિસ્ટમની વિરુદ્ધ મામલાને રાષ્ટ્રીય માનવ અધિકારી આયોગ, નવી દિલ્હી લઈ ગયા.

કેસને લઈ ગયા દિલ્હી


- આયોગે આ મામલાની સુનાવણી કરતા પીડિતોની ધરપકડ અને પોલીસ દ્વારા તેમની સાથે કરવામાં આવેલા વર્તનને માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન માન્યું અને રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી.
- ત્રણ પીડિતોને રાજ્ય સરકારે 25-25 હજાર રૂપિયાનું વળતર પણ અપાવ્યું છે.
- વળતર આપવા માટે જયપુર કલેક્ટ્રેટના એક અધિકારી ગુરુગ્રામ પહોંચ્યા. આ મામલામાં ધરપકડ કરનારા તપાસ અધિકારી એસઆઈ કુસુમલતા મીણાને 17 સીસીએની કાર્યવાહીમાં અગાઉ થઈ ચૂકી છે.
- આ કાર્યવાહી પણ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના નિર્દેશ પર પોલીસ ડિપાર્ટમેન્ટે કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પરિવારનો કાયદાકિય મામલો પુત્રવધૂની સાથે કોર્ટમાં વિચારાધીન છે. જેની પર ચુકાદો આવવાનો બાકી છે.

વાંચોઃ મા તો ભગવાન હોય છે: 8 વર્ષની ડૂબતી બાળકીની આ વાત સાંભળી મહિલાએ કર્યું સાહસ

સાસુ સુજાતાએ કહ્યું- લડાઈ પુત્રવધૂથી વધારે સિસ્ટમ સામે હતી


- સુજાતા શર્માએ કહ્યું કે પરિવારને જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, તેની કોઈ કિંમત નથી. પરંતુ આ રીતે રાજ્ય સરકાર દ્વારા માફીના રૂપમાં વળતર મોકલવું અમારા માટે એક રાહતભરી પળ છે.
- આ લડાઈ પુત્રવધૂથી વધારે તે સિસ્ટમની વિરુદ્ધ હતી, જેના કારણે અમને મુશ્કેલી થઈ. કાયદાનો દુરુપયોગ કરનારી પોલીસ અને તે વકીલો સાથે છે, જે કોઈની પાઘડી ઉછાળવામાં કોઈ કસર નથી છોડતા.

શું હતો મામલો?


- 15 એપ્રિલ 2012ના રોજ મહિલા પોલીસ સ્ટેશન પશ્ચિમે વૈશાલી નગર નિવાસી આ પરિવારની વિરુદ્ધ પુત્રવધૂ તરફથી એક રિપોર્ટના આધારે આ ત્રણેયની ધરપકડ કરી હતી.
- પીડિતોનું કહેવું હતું કે કોઈ નોટિસ વગર પોલીસે ખોટી ધરપકડ કરી હતી.
- પુત્રવધૂનો આરોપ હતો કે 8 લાખ રૂપિયાન ઘરેણાં ન પરત નથી કરતા જે પાછા આપવા જોઈએ.
- પીડિત પક્ષનો દાવો હતો કે પુત્રવધૂએ ઘરેણાંના નકલી બિલ પોલીસ અને કોર્ટમાં રજૂ કર્યા છે. ત્રણેય 9 દિવસ સુધી જેલમાં કેદ રહ્યા હતા.
- આ દરમિયાન વર્ષ 2012માં જ ધરપકડના સમયે સંતોષ વર્મા 15 દિવસ બાદ નિવૃત્ત થવાના હતા. આ કેસના કારણે પિતા અને દીકરા બંનેની નોકરીઓ પ્રભાવિત થઈ હતી.
- પરિવારને જયપુર છોડીને ગુરુગ્રામ રહેવા જવું પડ્યું હતું.

આગળની સ્લાઈડ પર જવા અહીં ક્લિક કરો

X
સાસુ સુજાતા વર્માએ 6 વર્ષ પહેલા મનમાં નક્કી કરી લીધું હતું કે તે પરિવાર સાથે થયેલા અન્યાયનો બદલો સરકાર અને સિસ્ટમ સામે લઈને રહેશેસાસુ સુજાતા વર્માએ 6 વર્ષ પહેલા મનમાં નક્કી કરી લીધું હતું કે તે પરિવાર સાથે થયેલા અન્યાયનો બદલો સરકાર અને સિસ્ટમ સામે લઈને રહેશે
આયોગે આ મામલાની સુનાવણી કરતા પીડિતોની ધરપકડ અને પોલીસ દ્વારા તેમની સાથે કરવામાં આવેલા વર્તનને માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન માન્યું અને રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી (સિમ્બોલિક ઈમેજ)આયોગે આ મામલાની સુનાવણી કરતા પીડિતોની ધરપકડ અને પોલીસ દ્વારા તેમની સાથે કરવામાં આવેલા વર્તનને માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન માન્યું અને રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી (સિમ્બોલિક ઈમેજ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી