ઘૂસણખોરી / ઈન્ડો-તિબેટ બોર્ડર પર ચીનની હલચલ વધી, ITBPએ 9 બટાલિયનની માગ કરી

The ITBP has demanded 9 additional battalions from the Home Ministry to curb infiltration of Chinese soldiers.
X
The ITBP has demanded 9 additional battalions from the Home Ministry to curb infiltration of Chinese soldiers.

  • ભારત ચીન સીમા પર ભારતીય સેના સાથે લેહથી લઈને અરુણાચલપ્રદેશ સુધી ITBPના જવાન તહેનાત છે
  • ચીની સૈનિકો ઘણીવાર લેહથી ઉત્તરાખંડના બારોહોતી અને અરુણાચલપ્રદેશમાં ઘુસણખોરી કરે છે

divyabhaskar.com

Feb 11, 2019, 04:40 PM IST

નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશથી સીધી ચીન સીમા પર ચીની સૌનિકો દ્વારા આંતરે દિવસે ઘૂસણખોરી કરતો હોવાથી ઈન્ડો-તિબ્બેટ બોર્ડર પોલીસ (ITBP)એ ગૃહમંત્રાલયને 9થી વધારે બટાલિયનની માંગણી કરી છે. ભારત-ચીન સીમા પર ભારતીય સેના સાથે લેહથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી આઈટીબીપીના જવાન તહેનાત છે. ચીની સૈનિકો ઉત્તરાખંડના બારોહોતી અને અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરે છે. અરુણાચલ પ્રદેશમાં આઈટીબીપીની એક પોસ્ટથી બીજી પોસ્ટનું અંતર અમુક જગ્યાએ 100 કિમી કરતાં પણ વધારે છે. આ સંજોગોમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીની માહિતી સાચા સમયે નથી મળી શકતી.

 

ગૃહ મંત્રાલયના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આઈટીબીપીની ફાઈલ ઘણાં મહિનાઓથી મંત્રાલયમાં પેન્ડિંગ પડી છે. આ ફાઈલમાં રક્ષા મંત્રાલયની સહમતી જરૂરી હોય છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અરુણાચલ પ્રદેશથી આવેલા સીધા વિસ્તારો ખૂબ સંવેદનશીલ છે અને લેહ અને બારોહતીની સરખામણીએ અરુણાચલપ્રદેશમાં આઈટીબીપીની સંખ્યા ઓછી છે. આ સંજોગોમાં આઈટીબીપી 9 નવી બટાલિયન ઈચ્છે છે. પરંતુ રક્ષા મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
 

1. ભારતીય સેનાને આઈટીબીપી પર કંટ્રોલ કરવો છે

ભારતીય સેના આઈટીબીપી પર ઓપરેશન કંટ્રોલ ઈચ્છે છે. જેથી સેના અને આઈટીબીપી વચ્ચે સારી રીતે તાલમેલ થઈ શકે. જોકે આ માટે આઈટીબીપી રેડી નથી. આટલું જ નહીં, છેલ્લા કેટલાક દિવસોથી વન બોર્જર વન ફોર્સ અંર્તગત વિચારણા ચાલી રહી છે કે, મ્યાનમારથી ભારતીય વિસ્તારની જવાબદારી કોને આપવામાં આવે? આ વિસ્તારમાં હાલ આસામ રાઈફલ તહેનાત છે. જે આ વિસ્તારની રખેવાળી કરે છે. જોકે આસામ રાઈફલ એવી ફોર્સ છે જેને સેનાના અધિકારીઓ લીડ કરે છે.

 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ જ કારણથી સેના ભારત અને ચીન સીમા પર આઈટીબીપી પર ઓપરેશન કંટ્રોલ ઈચ્છે છે. આ જ કારણ છે કે, આઈટીબીપીની નવી 9 બટાલિયનનો નિર્ણય લેવામાં વાર લાગે છે. આઈટીબીપીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અરુણાચલ પ્રદેશમાં અમારા જવાનો માટે એક પોસ્ટથી બીજી પોસ્ટ મેઈન્ટેન કરવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. આ સંજોગોમાં અમે ઈચ્છીએ છીએ કે ગૃહ મંત્રાલય આ વિશે ટૂંક સમયમાં નિર્ણય લે. 

2. 0થી માઈનસ 40 ડિગ્રીમાં પણ આઈટીબીપીના જવાનો તહેનાત
થોડા દિવસ પહેલાં જ દેશની પૂર્વ સીમા પર ચીની સૈન્યની ઘૂસણખોરીની વધતી ચિંતા વચ્ચે સરકારે સામરિક રીતે આઈટીબીપી કમાનને ચંદીગડથી જમ્મૂ-કાશ્મીરમાં લેહ મોકલવાનો આદેશ કર્યો હતો. આઈટીબીપીને લદ્દાખની આઠ હજારથી 14 હજાર ફૂટ ઉંચા બરફના પહાડ પર 40 સીમા ચોકી સ્થાપવાની મંજૂરી છે. જ્યાં તાપમાન 0થી માઈનસ 40 ડિગ્રી સુધીનું હોય છે. આ ચોકી પર હવામાન નિયંત્રણ તંત્ર અને અન્ય સુવિધાઓ હોય છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી