Home » National News » Latest News » National » IRNSS-1I સેટેલાઈટનું સફળ લોન્ચિંગ|Isro Launching Satellite IRNSS-1I

IRNSS-1I સેટેલાઈટનું સફળ લોન્ચિંગ, માછીમારોને કરશે મદદ

Divyabhaskar.com | Updated - Apr 12, 2018, 10:03 AM

IRNSS-1Iનું શ્રીહરિકોટામાં આવેલા ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી ગુરુવારે સવારે 4.04 વાગે લોન્ચિંગ કરવામાં આવ્યું છે

  • IRNSS-1I સેટેલાઈટનું સફળ લોન્ચિંગ|Isro Launching Satellite IRNSS-1I
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    IRNSS-1I સેટેલાઈટનું સફળ લોન્ચિંગ

    શ્રીહરિકોટા: ઈસરોએ ગુરુવારે વહેલી સવારે તેમના અંતરિક્ષ કેન્દ્રથી પીએસએલવી- સી 41 લોન્ચિંગ વ્હિકલ દ્વારા IRNSS-1I સેટેલાઈટનું સફળ લોન્ચિંગ કર્યું. આ નેવીગેશન સેટેલાઈટનું વજન 1,425 કિલો છે. આ સેટેલાઈટનો ઉપયોગ મેપ તૈયાર કરવા, સાચો સમય બતાવવા, સમુદ્રમાં દિશા બતાવવા, માછીમારોને વધારે માછલીવાળી જગ્યા બતાવવા અને સૈન્ય ક્ષેત્રમાં મદદ કરશે. આ સેટેલાઈટ IRNSS-1Hની જગ્યા લેશે. તેનું લોન્ચિંગ ગયા વર્ષે 31 ઓગસ્ટે કરવામાં આવ્યું હતું પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું.

    આ સેટેલાઈટથી કોને કોને થશે ફાયદો?

    બે પ્રકારની સર્વિસ- સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ અને રેસ્ટ્રિક્ટેડ સર્વિસ મળશે. સ્ટાન્ડર્ડ પોઝિશનિંગનો બધાને લાભ મળશે, જ્યારે રેસ્ટ્રિક્ટેડનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવશે.

    - હવામાન અને માછીમાર- નેવિગેશન સેટેલાઈટ મર્ચન્ટ શિપને મદદ કરશે. ખાસ રીતે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં ઘણી મદદ મળશે.

    - ટ્રાન્સપોર્ટ- સેટેલાઈટ રોડ ટ્રાન્સપોર્ટ સેક્ટરને અંતરનો ખ્યાલ આવશે અને વાહનોને ટ્રેક કરવામાં પણ મદદ મળશે.
    - રેલવે- રેલવેને ટ્રેનોને ટ્રેક કરવાની સાથે અનમૈન્ડ રેલવે ક્રોસિંગ સાથે જોડાયેલી માહિતી પણ મળશે.
    - સ્માર્ટફોન- સેટેલાઈટની સેવાઓનો ફાયદો સ્માટ્ટ ફોનમાં એપ દ્વારા મેળવી શકાશે.

    કેટલું મોટું, કેટલું વજન?


    - તેનું વજન 1425 કિલો છે.
    - તેની સાઈઝ 1.58mX1.5mX 1.5m છે.
    - 10 વર્ષ સુધી કામ કરશે.

    IRNSS-1A સેટેલાઈટનું રિપ્લેસમેન્ટ


    - IRNSS-1Aની રુબીડિયમ એટોમિક ક્લોક ફેલ ફેલ થઈ ગઈ હતી. તેના રિપ્લેસમેન્ટ માટે ગયા વર્ષે 31 ઓગસ્ટે IRNSS-1H લોન્ચ કર્યું હતું, પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું. હવે તેની જગ્યાએ IRNNS-1I લોન્ચ કરવામાં આવ્યું છે.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • IRNSS-1I સેટેલાઈટનું સફળ લોન્ચિંગ|Isro Launching Satellite IRNSS-1I
    IRNSS-1Iનું શ્રીહરિકોટામાં આવેલા ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી ગુરુવારે સવારે 4.04 વાગે લોન્ચિંગ કરવામાં આવ્યું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ