ગગનયાન / ભારતનું પહેલું અંતરિક્ષ માનવ મિશન ડિસેમ્બર 2021માં મોકલવામાં આવશે, એસ્ટ્રોનોટ્સમાં મહિલાઓ પણ હશે

Divyabhaskar.com

Jan 11, 2019, 03:29 PM IST
isro gaganyaan mission target set by K Sivan mission two unmanned missions target dec2020 and jul2021 manned dec2021
isro gaganyaan mission target set by K Sivan mission two unmanned missions target dec2020 and jul2021 manned dec2021
X
isro gaganyaan mission target set by K Sivan mission two unmanned missions target dec2020 and jul2021 manned dec2021
isro gaganyaan mission target set by K Sivan mission two unmanned missions target dec2020 and jul2021 manned dec2021

  • આ પહેલાં બે માનવ રહિત મિશન ડિસેમ્બર 2020 અને જુલાઈ 2021માં મોકલવામાં આવશે

  • શરૂઆતી તૈયારી ભારતમાં થશે, અંતરિક્ષ યાત્રિકોને રશિયામાં ટ્રેનિંગ અપાશે

  • રાકેશ શર્મા 1984માં અંતરિક્ષ યાત્રા કરનારા પહેલાં ભારતીય હતા, પરંતુ મિશન રશિયાનું હતું

બેંગલુરુઃ ભારત ડિસેમ્બર 2021માં અંતરિક્ષમાં માનવ અભિયાન મોકલશે. આ પહેલાં ડિસેમ્બર 2020 અને જુલાઈ 2021માં માનવરહિત અભિયાન મોકલવામાં આવશે. ભારતીય અંતરિક્ષ સંગઠન (ઈસરો) પ્રમુખે સિવને શુક્રવારે આ જાણકારી આપી.

મિશન ગગનયાન

ગગનયાન માટે 10 હજાર કરોડ રૂપિયાની મંજૂરી
1.

ભારતીય ગગનયાન માનવ મિશન માટે કેબિનેટ 10 હજાર કરોડ રૂપિયાના બજેટની મંજૂરી આપી છે. ડિસેમ્બરમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત 3 એસ્ટ્રોનોટ સાત દિવસ સુધી અંતરિક્ષમાં રહી શકશે. આ પહેલાં 1984માં રાકેશ શર્મા અંતરિક્ષ યાત્રા કરનાર પહેલો ભારતીય હતો, પરંતુ તે રશિયાનું મિશન હતું.

મોદીએ સ્વતંત્રતા દિવસ પર જાહેરાત કરી હતી
2.

વડાપ્રધાન મોદીએ ગત વર્ષે સ્વતંત્રતા દિવસ પર ગગનયાન મિશનની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું- 2022માં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં પહેલાં અંતરિક્ષમાં માનવ મિશનની સાથે ગગનયાન મોકલવામાં આવશે. ઈસરો ચેરમેન કે. સિવને ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું- ગગનયાન માટે ડિઝાઈન તૈયાર થઈ ગઈ છે. હાલ અમે અમારી ક્ષમતાઓનું આકલન કરીએ છીએ. સંપૂર્ણ સિસ્ટમ જેમ બને તેમ સ્વદેશી બને તેવો આગ્રહ રાખીશું.

40 મહિનામાં પૂરું કરવાનો લક્ષ્યાંક
3.

ISRO પોતાની યોજનાને આગામી 40 મહિનાની અંદર પૂરું કવા ઈચ્છે છે. સિવનના જણાવ્યા મુજબ- 2022 સુધી ગગનયાનની ડેડલાઈન છે. આ ઘણો જ વ્યસ્ત કાર્યક્રમ છે, પરંતુ ઈસરો તેને કોઈ પણ કાળે નક્કી કરેલા સમયમાં પૂર્ણ કરશે.

67મો સેટેલાઈટ નવેમ્બરમાં લોન્ચ થયો હતો
4.

નવેમ્બરમાં ભારતે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સંચાર ઉપગ્રહ GSAT 29નું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. 3,423 કિલોગ્રામના આ ઉપગ્રહને ઈસરોના સૌથી તાકાતવર રોકેટ GSLV-MK3-D2ની મદદથી શ્રીહરિકોટના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરાયો હતો. આ શ્રીહરિકોટાથી લોન્ચ થયેલો 67મો અને ભારતનો 33મો સંચાર સેટેલાઈટ છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી