હની ટ્રેપ / ISIની મહિલા એજન્ટે ફેસબુક ફ્રેન્ડશીપમાં સેનાનાં 45 જવાનોને ફસાવ્યા

Divyabhaskar | Updated - Jan 13, 2019, 11:11 AM
ISI woman agent Trapped 45 jawans
X
ISI woman agent Trapped 45 jawans

  • ફેસબુક પર એક ફેક એકાઉન્ટ બનાવી જવાનો સાથે દોસ્તી કરી હતી
  • આ મહિલા ફોન કરીને અશ્લીલ ડાંસ કરતી હતી
  • મહિલા એજન્ટ પોતાને નર્સિંગ સર્વિસની કેપ્ટન ગણાવતી હતી
     


જોધપુરઃ પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISIની મહિલા એજન્ટનાં માયાજાળમાં જૈસલમેર મિલિટ્રી સ્ટેશનનાં ટેંકનાં સિપાહી ફસાયા હતા. આ સમગ્ર ઘટના અંગે ચોંકવનારી વાતો સામે આવી છે. મહિલા એજન્ટે સેનાનાં 45થી વધુ જવાનોને જાળમાં ફસાવ્યા હતા. 
 

1.

મહિલા એજન્ટે 'અનિકા ચોપડા' નામથી સોશિયલ મીડિયા ફેસબુક પર એક ફેક એકાઉન્ટ બનાવી જવાનો સાથે દોસ્તી કરી હતી. 2016માં અનિકાએ સૌથી પહેલા સોમવીરને પોતાની માયાજાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ તેના ફ્રેન્ડ લિસ્ટમાંથી મ્યુચુઅલ ફ્રેન્ડ સાથે દોસ્તી કરી હતી. મહિલા એજન્ટ પોતાને નર્સિંગ સર્વિસની કેપ્ટન ગણાવતી હતી. હવે આ મામલાની તપાસ મિલિટ્રી ઈન્ટેલિજેંસ(એમઆઈ)ની જોધપુર યુનિટ, રાજસ્થાન સીઆઈડી (ઈંટેલિજેંસ) અને અન્ય ગુપ્ત એંજન્સીઓની ટીમ કરી રહી છે. 

સોમવીરની પુછપરછ ચાલુ
2.જયપુરમાં એડીજી ઉમેશ મિશ્રાનાં કહ્યાં પ્રમાણે, છેલ્લાં ઘણા સમયથી  સોશિયલ મીડિયા પર શંકાસ્પદ પ્રવૃતિઓને આધારે સોમવીરને નવા વર્ષની શરૂઆતમાં જ કસ્ટડીમાં લેવાયો હતો. ત્યારબાદ તેની સામે પુરાવાઓ મળી આવતા તેની ધરપકડ કરાઈ હતી. જયપુરમાં સોમવીરની 18 જાન્યુઆરી,2019 સુધી રિમાંડ પર લઈ પુછપરછ કરવામાં આવી રહી છે. સોમવીર પર સ્વદેશી અર્જુન ટેંકથી કરવામાં આવતા યુદ્ધભ્યાસના વીડિયોને સોશિયલ મીડિયાના આધારે પાકિસ્તાન મોકલવાનો ગંભીર આરોપ છે. 
2016માં ફેસબુક પર દોસ્તીનો સિલસિલો ચાલુ થયો
3.મહિલા એન્જટે 2016માં ફેસબુક પર ફૌજી વર્દીમાં સોમવીરનો ફોટો જોઈને તેની સાથે દોસ્તી કરી પોતાની માયાજાળમાં ફસાવવાની શરૂઆત કરી હતી. અનિકા પહેલા મેસેન્જરથી વાતો કરતી હતી, ત્યારબાદ જમ્મુમાં મોબાઈલ નંબરથી સતત વીડિયો અને વોઈસ કોલ કરવા લાગી હતી. મહિલા એજન્ટ જે નંબરથી કોલ કરતી હતી તેનું આઈપી એડ્રેસ કરાચીનું હતુ. સોમવીરે પકડાયા પછી અનિકાને ફેસબુક પર બ્લોક કરી દીધી હતી. જેથી કોઈ જોઈ ન શકે.
અર્જુન ટેંકની યુનિટ ફક્ત જૈસલમેરમાં જ છે
4.સોમવારે અહેમદનગરમાં ટેંકનાં ટ્રેનિંગ સેન્ટરથી ઘણી મહત્વની માહિતી શેર કરાઈ હતી. ત્યારબાદ તેને 2017માં જૈસલમેરમાં મિલિટ્રી સ્ટેશન સ્થિત અર્જુન ટેંકની યુનિટમાં તહેનાત કરાયો હતો. જે ISI માટે મહત્વનો મોહરો બન્યો હતો. દેશમાં અર્જુન ટેંકની યુનિટ ફક્ત જૈસલમેરમાં જ છે. 
મહિલા એજન્ટે જવાનોને લગ્નની લાલચ આપી
5.મહિલા એજન્ટ સોમવીર સહિત અન્ય 4-5 જવાનોનાં સંપર્કમાં હતી. આ જવાનો પાસેથી જાણકારી મેળવવા માટે વીડિયો કોલ દરમિયાન અશ્લીલ ડાંસ કરતી હતી. સોમવીરનાં મોબાઈલમાંથી તેની અશ્લીલ તસવીરો પણ મળી આવી હતી. આ ઉપરાંત મહિલા એજન્ટ જવાનોને લગ્નની લાલચ પણ આપતી હતી. તેની આ માયાજાળમાં સોમવીર બરાબરનો ફસાયો હતો.
5 હજારમાં વેચાયો સોમવીર
6.સોમવીરે 5000 રૂપિયાનાં બદલામાં અર્જુન ટેંકના ઘણા વીડિયો અને મુવમેન્ટ મહિલા એજન્ટને આપ્યા હતા. અનિકાએ ગત વર્ષે જુનમાં સોમવીરનાં ખાતામાં આ રૂપિયા જમા કરાવ્યા હતા. આ રકમ જમા કરાવનારો વ્યક્તિ હેલમેટ પહેરીને એટીએમમાં પહોંચ્યો હતો. ગુપ્ત એજન્સીઓ તેને શોધી રહી છે.  
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App