Home » National News » Desh » IPS elder brother Narendra Alleges wife Raveena because of suicide

IPSના મોત વિશે ભાઈએ કહ્યું- આ લગ્ન જ મોટી ભૂલ હતી, તેની પત્નીમાં જરાય સંસ્કાર નહતા

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 11:06 AM

ભાઈએ જણાવ્યું IPSની આત્મહત્યાનું સાચુ કારણ

  • IPS elder brother Narendra Alleges wife Raveena because of suicide
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    IPSએ કરી આત્મહત્યા

    કાનપુર: આઈપીએસ સુરેન્દ્ર દાસની આત્મહત્યા મામલે તેના ભાઈ નરેન્દ્રએ એક નવો ખુલાસો કર્યો છે. તેમણે ભાઈની પત્ની ડૉ. રવીના પર આરોપ લગાવતા કહ્યું છે કે, તેના સંસ્કાર જ ઠીક નહતા. લગ્નના બે મહિના પછીથી જ ડિવોર્સની વાત શરૂ કરી દીધી હતી. મોટા ભાઈના જણાવ્યા પ્રમાણે તેની પત્ની સુરેન્દ્રને તેની માતા અને ભાઈ સાથે પણ વાત નહતી કરવા દેતી. તે ઉપરાંત લગ્ન પછી તે એક દિવસ પણ સાસરે નહતી રોકાઈ. આજ કારણ છે કે, આઈપીએસ સુરેન્દ્ર સતત સ્ટ્રેસમાં રહેતો હતો અને 5 સપ્ટેમ્બરે તેણે સલ્ફરની ગોળીઓ ખાઈ લીધી હતી. ચાર દિવસ સુધી જીવન-મરણની જંગ લડતાં લડતાં તેણે 9 સપ્ટેમ્બર હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યો હતો.

    પત્ની અને સાસરીવાળા સામે નોંધાવશે FIR: નરેન્દ્ર


    - આઈપીએસના મોટા ભાઈ નરેન્દ્રએ આત્મહત્યાનું કારણ તેની પત્ની રવીનાને ગણાવી છે. તેમણે કહ્યું છે કે, તેના આ લગ્ન જ એક મોટી ભૂલ હતી. નહીં તો આજે મારો ભાઈ જીવતો હોત.
    - તેણે અમારો પરિવાર બરબાદ કરી દીધો. હું ઈચ્છુ છું કે આ કેસની નિષ્પક્ષ તપાસ થાય. હું આ કેસની ફરિયાદ નોંધાવીશ. લગ્ન પછી રવીનાએ ઝઘડા કરવાની શરૂઆત કરી દીધી હતી.
    - તેણે જણાવ્યું કે, 9 એપ્રિલ 2017ના રોજ રવીનાના તેના ભાઈ સાથે લગ્ન છયા હતા. આ લગ્ન shaadi.comના આધારે થયા હતા. રવીનાના વર્તનના કારણે સુરેન્દ્ર તેનાથી ડિવોર્સ લેવા માગતો હતો.

    લાલ પેનથી લખી હતી સુસાઈડ નોટ


    - 2014 બેચના આઈપીએશ સુરેન્દ્ર દાસે લાલ પેનથી સુસાઈડ નોટ લખ્યા પછી બુધવારે સવારે 4 વાગે ઝેર ખાઈ લીધું હતું. તબિયત બગડ્યાં પછી અને લોહીની ઉલટીઓ થયા પછી તેને કુરંત રીજેંસી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
    - ઝેરના કારણે સુરેન્દ્ર દાસનું બ્રેઈન, કિડની, લીવર ડેમેજ થઈ ગયું હતું અને ડાબા પગમાં લોહી જામી ગયું હતું. ડોક્ટર્સે તેના પગનું ઓપરેશન કરીને તેમના પગમાં જામેલું લોહી તો દૂર કર્યું હતું.
    - ત્યારપછી તેના પગમાં બ્લડ સરક્યુલેશન નહતું થતું. તેના કારણે તેની તબિયત વધારે ખરાબ થઈ હતી અને અંતે તેનું મોત થઈ ગયું હતું.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • IPS elder brother Narendra Alleges wife Raveena because of suicide
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    IPS સુરેન્દ્ર દાસ
  • IPS elder brother Narendra Alleges wife Raveena because of suicide
    લાલ ઈન્ક પેનથી લખી સુસાઈડ નોટ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ