Home » National News » Latest News » National » Karti Chidambaram appers today before CBI Court today

INX મીડિયા કેસઃ કાર્તિ ચિદમ્બરમને આજે ફરી CBI કોર્ટમાં રજૂ કરાશે

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 10:48 AM

ચેન્નાઈ એરપોર્ટ પરથી ધરપકડ કરાયાં બાદ કાર્તિને દિલ્હી લવાયો હતો. કોર્ટે તેને એક દિવસના CBI રિમાન્ડ પર મોકલ્યો હતો.

 • Karti Chidambaram appers today before CBI Court today
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  INX મીડિયા કેસમાં કાર્તિ ચિદમ્બરમને પટિયાલા હાઉસ કોર્ટ 6 માર્ચ સુધી CBI રિમાન્ડ પર મોકલ્યો

  નવી દિલ્હીઃ INX મીડિયા કેસમાં પકડાયેલાં કાર્તિ ચિદમ્બરમને પટિયાલા હાઉસ કોર્ટે ગુરૂવારે 5 દિવસની CBI કસ્ટડીમાં મોકલી દીધો છે. CBIએ કાર્તિને બીજી વખત કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની અપીલ કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ કોર્ટને કહ્યું હતું કે બુધવારે આપવામાં આવેલી એક દિવસની કસ્ટડી ડોકટરી તપાસને કારણે બેકાર ગઈ છે, જ્યારે કે કાર્તિ સવારે રૂટીન ચેકઅપ સમયે સ્વાસ્થય લઈને કોઈ ફરિયાદ કરી ન હતી. તો દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કાર્તિ ચિદમ્બરમના CAની જામીન અરજી પરનો ફેંસલો સુરક્ષિત રાખ્યો છે, તેઓ 7 માર્ચ સુધી જેલમાં જ રહેશે.

  CBIને કાર્તિએ આપ્યાં ગોળગોળ જવાબ
  - ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે બુધવારે મળેલાં કાર્તિના એક દિવસના રિમાન્ડ કોઈ કામ આવ્યાં ન હતા. રાત્રે મેડિકલ તપાસ પછી ડોકટરે કાર્તિને કાર્ડિએક કેયર યૂનિટમાં દાખલ કરી દીધો. તે અમારા માટે પણ ચોંકાવનારૂ હતું, કેમકે સવારે રૂટીન મેડિકલ ચેકઅપ દરમિયાન કાર્તિએ કોઈપણ જાતની ફરિયાદ કરી ન હતી. તો સીબીઆઈએ જ્યારે કાર્તિની પૂછપરછી કરી તો તેને ગોળગોળ જવાબ આપ્યાં હતા.
  - CBIએ તેમ પણ જણાવ્યું કે તેને કાર્તિની અનેક કંપનીઓ સાથેના લિંક હોવાના પુરાવાઓ મળ્યાં છે. સીબીઆઈની પાસે તે ઇમેઈલ અને ઇન્વોઈસ છે, જેનાથી ખ્યાલ આવે છે કે એડવાન્ટેજ સ્ટ્રેટેજિક કન્સલ્ટન્સી પ્રાઈવેટ લિમિટેડને તે દરમિયાન જ પૈસા આપવામાં આવ્યાં, જે દરમિયાન INX મીડિયાની મદદ કરવામાં આવી.

  કાર્તિના વકીલે શું કહ્યું?


  - કાર્તિના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે, "કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનનો કોઈ જ આધાર નથી. સીબીઆઈએ સમન્સ જ નથી આપ્યાં તો કઈ રીતે ક્લેમ કરી શકે છે કે મારો ક્લાયન્ટ કો-ઓપરેટ નથી કરી રહ્યો. તમામ ડોક્યુમેન્ટ તેમની (CBI) પાસે છે."

  કાર્તિના CA 7 માર્ચ સુધી જેલમાં જ રહેશે


  - EDએ કોર્ટમાં કાર્તિના CA એસ. ભાસ્કરનની જામીન અરજીનો વિરોધ કર્યો, જે બાદ કોર્ટે તે અંગે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. હવે તેને 7 માર્ચ સુધી જેલમાં જ રહેવું પડશે.

  - કોર્ટમાં કાર્તિની માતા નલિની ચિદમ્બરમ અને પિતા પી. ચિદમ્બર પણ હાજર છે.
  - સુનાવણી દરમિયાન કાર્તિના CAએ કહ્યું કે, "હજુ સુધી કોઈ જ પૈસાની લેવડદેવડનો ખ્યાલ નથી આવ્યો. શંકામાં માત્ર 10 લાખ રૂપિયાની જ રકમ છે. જે આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે મેં કોઈ સમન્સનો જવાબ નથી આપ્યો તે ખોટી વાત છે."

  ગુરૂવાર સવારથી જ થઈ રહી છે પૂછપરછ

  - CBI ગુરૂવાર સવારથી જ કાર્તિની પૂછપરછ કરી રહી છે. તેમનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું હતું.
  - CBIએ સુનાવણી દરમિયાન કાર્તિ અને તેમના CA ભાસ્કરનને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. CBIએ કહ્યું કે તમામ પુરાવાઓ તેમની વિરૂદ્ધ અને અમારી પાસે લેવડદેવડનાં કેટલાંક મજબૂત પુરાવાઓ પણ છે. ત્યારે જો જામીન આપવામાં આવી તો કેસ પ્રભાવિત થશે. વકીલ તુષાર મહેતાએ કહ્યું કે આ કોઈ પોલિટિકલ વેન્ડેટ નથી પરંતુ અત્યાર સુધીની CBI તપાસનું પરિણામ છે.

  બુધવારે કાર્તિની થઈ હતી ધરપકડ

  બુધવારે કાર્તિ ચિદમ્બરમ લંડનથી પરતાં ફરતાં જ ચેન્નાઈ એરપોર્ટ પર પકડવામાં આવ્યો હતો. જે બાદ તેને દિલ્હી લાવવામાં આવ્યો. અહીં કોર્ટમાં રજૂ કર્યાં બાદ કોર્ટે તેને એક દિવસના CBI રિમાન્ડ પર મોકલ્યો હતો. ન્યૂઝ એજન્સીએ અધિકારીઓના અહેવાલથી જણાવ્યું કે આ ધરપકડ આ કેસમાં આરોપી ઈન્દ્રાણી અને પીટર મુખરજીના 17 ફેબ્રુઆરીએ આપેલાં નિવેદનના આધારે કરવામાં આવી છે. બંનેએ આરોપ લગાવ્યો હતો કે તેઓએ વિદેશ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડથી ક્લિયરન્સના બદલે તત્કાલિન નાણા મંત્રી પી.ચિદમ્બરમના કહેવા પર તેના પુત્ર કાર્તિને 7 લાખ ડોલર (લગભગ 4.57 કરોડ રૂપિયા) આપ્યાં હતા. આ નિવેદને પી.ચિદમ્બરમની મુશ્કેલી વધી છે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

 • Karti Chidambaram appers today before CBI Court today
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  કાર્તિ ચિદમ્બરમના વકીલ તરીકે અભિષેક મનુ સિંઘવી દલીલ કરી
 • Karti Chidambaram appers today before CBI Court today
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ઈન્દ્રાણી અને પીટર મુખરજીના 17 ફેબ્રુઆરીએ આપેલાં નિવેદનના આધારે કાર્તિ ચિદમ્બરની બુધવારે ધરપકડ કરી હતી
 • Karti Chidambaram appers today before CBI Court today
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ધરપકડ બાદ કાર્તિને દિલ્હી લાવવામાં આવ્યો હતો
 • Karti Chidambaram appers today before CBI Court today
  કાર્તિ ચિદમ્બરમની ધરપકડનો ચેન્નાઈ કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ