ભારત આવેલા કેનેડાના પીએમએ આતંકીને ડિનર માટે આપ્યું આમંત્રણ

જસપાલ અટાવા પ્રતિબંધ મુકવામાં આવેલા ઈન્ટરનેશનલ સિખ યૂથ ફેડરેશનમાં કામ કરતો હતો

divyabhaskar.com | Updated - Feb 22, 2018, 09:25 AM
એક કાર્યક્રમ દરમિયાન ટ્રુડોએ કહ્યું હતું કે, તેને કોઈ પણ પ્રકારનું આમંત્રણ ન આપવું જોઈએ
એક કાર્યક્રમ દરમિયાન ટ્રુડોએ કહ્યું હતું કે, તેને કોઈ પણ પ્રકારનું આમંત્રણ ન આપવું જોઈએ

ભારત આવેલા કેનેડાના પીએમએ આતંકીને ડિનર માટે આપ્યું આમંત્રણ.કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડોની ભારત મુલાકાત વિવાદોમાં આવી શકે છે. જસ્ટીન ટ્રુડોની પત્ની અને એક મંત્રી સાથે ખાલિસ્તાન સમર્થક આતંકી જસપાલ અટવાલ જોવા મળ્યો હતો. ટ્રુડોએ તેને દિલ્હીમાં ગુરુવારે રાખવામાં આવેલા સ્પેશિયલ ડિનરમાં પણ આમંત્રણ આપ્યું હતું,

મુંબઈ: કેનેડિયન સાંસદ રણદીપ એસ સરાઈએ નવી દિલ્હીમાં વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના રિસેપ્શન ડિનરમાં ખાલિસ્તાની સમર્થક આતંકી જસપાલ અટવાલને આમંત્રણ આપવાની જવાબદારી લીધી છે. આ ડિનર ગુરુવારે રાખવામાં આવ્યું હતું. સરાઈએ તેના એક નિવેદનમાં કહ્યું છે કે, મારા કારણે તેમનું આ ઈવેન્ટમાં આવવું સરળ થઈ ગયું હતું. મારે સાચો નિર્ણય લેવાની જરૂર હતી અને મારી આ હરકતની હું સંપૂર્ણ જવાબદારી લઉં છું. ટ્રુડોએ પણ આ વિશે કહ્યું છે કે, ખાલિસ્તાન સમર્થકને આમંત્રણ ન આપવું જોઈએ. પરંતુ પાર્લામેન્ટના એક સભ્યને તેને અંગત રીતે બોલાવ્યો હતો.

ભૂલ થઈ ગઈ કે કેનેડિયનનું બેકગ્રાઉન્ડ ચેક ન કર્યું


અટવાલને ડિનરમાટે આમંત્રણ આપવા વિશે બીજેપી સાંસદે સુબ્રમણ્મય સ્વામીએ કહ્યું- અમારી ભૂલ હતી કે અમે બેકગ્રાઉન્ડ ચેક ન કર્યું. કેનેડિયન્સ કહેતા હોય છે કે, અમે ખાલિસ્તાનને સપોર્ટ નથી કરતા, તો તેમણે કેવી રીતે તેને આમંત્રણ આપ્યું?

ટ્રુડોએ લાગણીઓનું સન્માન કરવું જોઈએ


ગુરુદાસપુરના કોંગ્રેસ સાંસદ સુનીલ જાખડે કહ્યું કે, કેનેડાના પીએમએ ભારત સરકાર અને ખાસ કરીને લોકોની લાગણીઓનું સન્માન કરવું જોઈએ. તેઓ દેશના મુખિયા છે. તેમણે કહ્યું હતું કે, કેનેડા કોઈ પણ રીતે આતંકવાદને સમર્થન નથી આપતા.

કેનેડા તરફથી શું આપવામાં આવ્યો ખુલાસો?


- ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ મામલે કેનેડાના હાઈ કમિશને કહ્યું છે કે, અમે જસપાલનું આમંત્રણ રદ કર્યું છે. પીએમની સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને અમે હાલ આ વિશે કોઈ નિવેદન આપવા નથી માગતા.
- કેનેડાના પીએમઓએ કહ્યું કે, એ સ્પષ્ટ કરી દેવું ખૂબ જરૂરી છે કે, અટવાલ પીએમ ટ્રુડોના ઓફિશિયલ ડેલિગેશનનો ભાગ નથી. પીએમઓ દ્વારા પણ તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

ટ્રુડોએ આ વિશે શું કહ્યું?


- જસપાલને ડિનર પર ઈન્વાઈટ કરવા મામલે ન્યૂઝ એજન્સીએ ટ્રુડોને સવાલ કરતા તેમણે પહેલાં કોઈ પણ નિવેદન કરવાની ના પાડી હતી.
- ત્યારપછી એક કાર્યક્રમ દરમિયાન ટ્રુડોએ કહ્યું હતું કે, અમે આ વાતને ગંભીરતાથી લઈએ છીએ. તેને કોઈ પણ પ્રકારનું આમંત્રણ ન આપવું જોઈએ. અમને આ વિશેની માહિતી મળતાં જ અમે તેનું આમંત્રણ રદ કરી દીધું હતું. સંસદના એક સભ્યએ તેને અંગત રીતે બોલાવ્યો હતો.

જસપાલને વિઝા મળ્યા હોવાની તપાસ કરવામાં આવશે: વિદેશ મંત્રાલય


- વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, અહીં અટવાલનું સામેલ થવુ અને તેને વિઝા મળ્યા તે મુખ્ય બે વાત છે. કેનેડા સરકાર આ મુદ્દે ખુલાસો કરી ચૂકી છે. તેઓ આમંત્રણ પરત લઈ ચૂક્યા છે. વિઝા આપવાની વાત છે ત્યારે તે વિશે હાલ કોઈ માહિતી મળી નથી. અમે કેનેડાના હાઈકમિશન પાસેથી માહિતી માગીશું.

કોની કોની સાથે જોવા મળ્યો અટવાલ?


- ટ્રુડો મંગળવારે મુંબઈમાં હતા. અહીં એક ફોટોમાં અટવાલ ટ્રુડોની પત્ની સોફિયાની સાથે જોવા મળ્યો હતો. એન અન્ય તસવીરમાં ટ્રુડોના મંત્રી અમરજીત સોહી સાથે અટવાલ જોવા મળ્યો હતો.

કોણ છે જસપાલ અટવાલ?


- જસપાલ અટવાલ ખાલિસ્તાન સમર્થક આતંકી રહી ચૂક્યો છે. તેને આ મામલે દોષિત પણ જાહેર કરવામાં આવ્યો છે.
- અટવાલ પ્રતિબંધ મુકવામાં આવેલા ઈન્ટરનેશનલ સિખ યૂથ ફેડરેશનમાં કામ કરતો હતો.

શું છે સમગ્ર વિવાદ

ભારત આવેલા કેનેડા પીએમ જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાન સમર્થક રહેલા જસપાલ અટવાલને સ્પેશિયલ ડિનરમાટે આમંત્રણ આપીને વિવાદોમાં આવી ગયા હતા. તે વિશે કેનેડાના પીએમઓએ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, અટવાલ ટ્રુડો સાથે ગયા ડેલિગેશનમાં સામેલ નહતો. તેનું આમંત્રણ પણ કેન્સલ કરવામાં આવ્યું છે. કેનેડાના મંત્રી ક્રિસ્ટી ડંકનનું કહેવું છે કે, આ માણસને ચોક્કસપણે આમંત્રણ મોકલવાનું નહતું. અમે તપાસ કરીશું કે આવું કેવી રીતે થયું. આ કાર્યક્રમ ગુરુવારે દિલ્હીના કેનેડા હાઈકમિશન તરફથી રાખવામાં આવ્યો હતો. અટવાલને બે અલગ અલગ ફોટોમાં ટ્રુડોની પત્ની સોફિયા અને એક મંત્રી સાથે જોવા મળ્યો હતો. માનવામાં આવે છે કે આ તસવીર 20 ફેબ્રુઆરીએ મુંબઈમાં લેવામાં આવી હતી. અટવાલ 32 વર્ષ પહેલાં પંજાબના એક મંત્રીપર જીવલેણ હુમલો કરવા બાબતે દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

જસપાલ અટવાલ ટ્રુડોની પત્ની સાથે
જસપાલ અટવાલ ટ્રુડોની પત્ની સાથે
જસપાલ અટવાલ એક મંત્રી સાથે
જસપાલ અટવાલ એક મંત્રી સાથે

એસજીપીસીએ પાથરી રેડ કાર્પેટ

 

- ટ્રુડો પરિવાર 11.55 વાગે એરપોર્ટથી સીધો સુવર્ણ મંદિર પહોંચ્યો. તેમણે મંદિરની એક પરિક્રમા કરી.
- અહીંયા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધ કમિટી (એસજીપીસી) તરફથી તેમના સ્વાગતમાં રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી. 
- સુવર્ણ મંદિરમાં ટ્રુડો સાથે તેમના ડિફેન્સ મિનિસ્ટર હરજીત સજ્જન પણ હતા.

 

ટ્રુડોએ હાથ જોડીને કર્યું ભક્તોનું અભિવાદન


- ટ્રુડો પરિવારે અહીંયા ભક્તોનું હાથ જોડીને અભિવાદન કર્યું. આ દરમિયાન ઘણા લોકો મોબાઇલથી તેમના ફોટાઓ લઇ રહ્યા હતા.

 

ટ્રુડો પરિવારને સિરોપા ભેટ આપવામાં આવ્યો


- આ પ્રસંગે ટ્રુડો પરિવારને મંદિરમાં સિરોપા ભેટ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સન્માન માટે માથા પર બાંધવામાં આવતું એક કપડું હોય છે.

જસપાલ અટવાલને ડિનરનું આમંત્રણ
જસપાલ અટવાલને ડિનરનું આમંત્રણ
એક સપ્તાહની મુલાકાતે ભારત આવ્યા છે કેનેડિયન પીએમ અને તેમનો પરિવાર
એક સપ્તાહની મુલાકાતે ભારત આવ્યા છે કેનેડિયન પીએમ અને તેમનો પરિવાર

ટ્રુડોએ સુવર્ણ મંદિરના લંગરમાં પરિવાર સાથે રોટલી પણ વણી

 

કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે અહીંયા સુવર્ણમંદિરમાં પરિવાર સાથે માથું ટેકવ્યું હતું અને અહીં ગુરુ રામદાસજી લંગર હોલમાં ભક્તો માટે રોટલીઓ પણ વણી હતી. આ દરમિયાન તેઓ સફેદ કુરતા-પાયજામામાં હતા અને તેમણે માથા પર અહીંનો કપડાનો પારંપરિક કેસરિયો કટકો પણ બાંધ્યો હતો. તેમની પત્ની સોફી ગ્રેગોયર ટ્રુડો અને બાળકો પણ પંજાબી પોષાકમાં હતા. કેનેડિયન પીએમનો પરિવાર આશરે એક કલાક સુધી અહીંયા રહ્યો. 

 

પંજાબ સીએમ અમરિંદર સિંહે પણ કરી મુલાકાત

 

- તમામ અટકળોને શાંત કરતા, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોને બુધવારે અમૃતસરની એક પ્રાઇવેટ હોટલમાં મળ્યા.
- 40 મિનિટ્સની એ મીટિંગમાં અમરિંદર સિંહે ટ્રુડો સામે ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો. ટ્રુડોએ કહ્યું કે કેનેડાએ ભારતમાં કે અન્ય ક્યાંય પણ અલગાવવાદી આંદોલનને સપોર્ટ કર્યો નથી.
- પંજાબ સરકાર દ્વારા જાહેર થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે અમરિંદર સિંહે અલગતાવાદને ખતમ કરવા માટે કેનેડિયન પીએમની મદદ માંગી છે.

 

એરપોર્ટ પર સિદ્ધૂ અને કેન્દ્રીય મંત્રી પુરીએ કર્યું સ્વાગત

 

- ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, જસ્ટિન ટ્રુડો પોતાની પત્ની, બે બાળકો, મંત્રીઓ અને સાંસદોના ડેલિગેશનની સાથે બપોરે લગભગ 10.40 વાગે શ્રી ગુરૂ રામદાસ ઇન્ટરનેનલ એરપોર્ટ પર પહોંચ્યા. અહીંયા કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને પંજાબના પર્યટન મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ તેમનું સ્વાગત કર્યું.

ટ્રુડોએ હાથ જોડીને કર્યું ભક્તોનું અભિવાદન
ટ્રુડોએ હાથ જોડીને કર્યું ભક્તોનું અભિવાદન
ટ્રુડો પરિવારને સિરોપા ભેટ આપવામાં આવ્યો
ટ્રુડો પરિવારને સિરોપા ભેટ આપવામાં આવ્યો
કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે અહીંયા સુવર્ણમંદિરમાં પરિવાર સાથે માથું ટેકવ્યું
કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે અહીંયા સુવર્ણમંદિરમાં પરિવાર સાથે માથું ટેકવ્યું
X
એક કાર્યક્રમ દરમિયાન ટ્રુડોએ કહ્યું હતું કે, તેને કોઈ પણ પ્રકારનું આમંત્રણ ન આપવું જોઈએએક કાર્યક્રમ દરમિયાન ટ્રુડોએ કહ્યું હતું કે, તેને કોઈ પણ પ્રકારનું આમંત્રણ ન આપવું જોઈએ
જસપાલ અટવાલ ટ્રુડોની પત્ની સાથેજસપાલ અટવાલ ટ્રુડોની પત્ની સાથે
જસપાલ અટવાલ એક મંત્રી સાથેજસપાલ અટવાલ એક મંત્રી સાથે
જસપાલ અટવાલને ડિનરનું આમંત્રણજસપાલ અટવાલને ડિનરનું આમંત્રણ
એક સપ્તાહની મુલાકાતે ભારત આવ્યા છે કેનેડિયન પીએમ અને તેમનો પરિવારએક સપ્તાહની મુલાકાતે ભારત આવ્યા છે કેનેડિયન પીએમ અને તેમનો પરિવાર
ટ્રુડોએ હાથ જોડીને કર્યું ભક્તોનું અભિવાદનટ્રુડોએ હાથ જોડીને કર્યું ભક્તોનું અભિવાદન
ટ્રુડો પરિવારને સિરોપા ભેટ આપવામાં આવ્યોટ્રુડો પરિવારને સિરોપા ભેટ આપવામાં આવ્યો
કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે અહીંયા સુવર્ણમંદિરમાં પરિવાર સાથે માથું ટેકવ્યુંકેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે અહીંયા સુવર્ણમંદિરમાં પરિવાર સાથે માથું ટેકવ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App