Home » National News » Desh » Interview of UPSC pass out Anukruti Mishra Cracked exam after 4 years of marriage

બધું છોડીને USથી પાછી ફરી હતી, લગ્નના 4 વર્ષે પાસ કરી UPSC પરીક્ષા

Divyabhaskar.com | Updated - Apr 29, 2018, 07:11 PM

બીએચયુમાં એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના પ્રોફેસર વી.કે. મિશ્રાની વહુ અનુકૃતિએ 355મો રેન્ક હાંસલ કર્યો

 • Interview of UPSC pass out Anukruti Mishra Cracked exam after 4 years of marriage
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  વારાણસી: UPSCએ 2017ના રિઝલ્ટ શુક્રવારે ડિક્લેર કર્યા. તેમાં બીએચયુમાં એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના પ્રોફેસર વી.કે. મિશ્રાની વહુ અનુકૃતિએ 355મો રેન્ક હાંસલ કર્યો છે. તેઓ મૂળે રાજસ્થાનના જયપુરના રહેવાસી છે. પિતા દીનદયાલ શર્મા પ્લાનિંગ કમિશનમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરના પદ પરથી રિટાયર થયા છે. માતા મધુ શર્મા ઇંગ્લિશની લેક્ચરર છે. જાન્યુઆરી, 2013માં વૈભવ મિશ્રા સાથે અનુકૃતિના લગ્ન થયા. અનુકૃતિને એક્ઝામમાં સાસરીપક્ષનો સંપૂર્ણ સહકાર મળ્યો. આ જ કારણે ચાર વર્ષની સતત પ્રયત્નો પછી તેમને ભણવા માટે દિલ્હી મોકલવામાં આવ્યા. અનુકૃતિએ જણાવ્યું કે ઇન્ટરવ્યુમાં આપેલા એક સવાલના જવાબમાં પેનલ ચોંકી ગઇ હતી. તેમણે ભાસ્કર.કોમને ઇન્ટરવ્યુમાં પૂછેલા કેટલાક સવાલો શેર કર્યા છે.


  Q- ગ્લોબલાઇઝેશનથી ભારતને શું ફાયદો છે?
  A- ભારતને એ જ કરવું જોઇએ જે તેના હિતમાં હોય. જો રોજગાર વધી રહ્યો છે, તો ઠીક છે. 'મેક ઇન ઇન્ડિયા'ને આગળ વધારવું જોઇએ.

  Q- ગ્લોબલાઇઝેશન પ્રોટેક્શનિઝમ પણ હોવું જોઇએ?

  A- સેક્ટર ટુ સેક્ટર હોવું જોઇએ. કોઇને પ્રોબ્લેમ ન હોય, એવી પ્રોસેસ હોવી જોઇએ. નોકરીઓ વધે, કોઇનું શોષણ ન થાય.

  Q- સમાજમાં મીડિયાનો રોલ શું હોવો જોઇએ?

  A- સાચો અને નિષ્પક્ષ. લોકોને મીડિયા પર વિશ્વાસ હોય છે. હંમેશાં ક્રેડિબિલિટી પર ધ્યાન રાખવું જોઇએ. ન્યુઝ વેલ્યુ હોવી જોઇએ.

  Q- મીડિયામાં સરકારે દખલ દેવી જોઇએ?

  A- અત્યારે નહીં. મીડિયા ઇન્ડિપેન્ડન્ટ છે. તેને અટકાવવું યોગ્ન નથી. તે પોતાનો માપદંડ પોતે નક્કી કરી લે.

  Q- આખરે મીડિયા એક જ મુદ્દાને દિવસભર કેમ દર્શાવે છે અથવા જગ્યા આપે છે?

  A- રેવેન્યુ સૌથી મોટું કારણ છે. પબ્લિક એવા જ મુદ્દા પસંદ કરે છે. લોકો આવું જ જોવા અને વાંચવા માંગે છે.

  Q- માન્યું કે તમે બહુ આદર્શ છો, IAS કેમ બનવા માંગો છો, બે કારણ જણાવો.

  A- મારી પાસે કોઇ કારણ નથી. હું અમેરિકામાં અર્થ સાયન્સ પર પીએચડી કરી રહી હતી. છોડીને પાછી ફરી તો મારી પાસે બધું હતું. બસ મનમાં હતું હવે પાછી ન ફરી તો સમય નીકળી જશે.

  Q- જિયોલોજી, અર્થ સાયન્સનું સ્ટડી કર્યા પછી જ્યોગ્રોફી (ભૂગોળ) કેમ પસંદ કર્યું?

  A- સૌથી સરળ મને આ જ લાગ્યું. ઓછા સમયમાં સારી રીતે સિવિલ માટે ભણી શકીશ.

  અર્થ સાયન્સમાં છે ગોલ્ડ મેડલિસ્ટ

  - અનુકૃતિએ જયપુર ભારત ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ઇન્ટર પૂરું કર્યું.

  - પછી આઇઆઇટી-જેઇઇ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, કોલકાતા ભણવા ચાલી ગઇ.
  - 2007-12 સુધી ત્યાં ભણી અને અર્થ સાયન્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહી.
  - આ દરમિયાન વૈભવ સાથે તેમની મુલાકાત થઇ. ત્યારબાદ બંને સાથે ત્યાંથી યુએસ સ્ટડી માટે ગયા.

 • Interview of UPSC pass out Anukruti Mishra Cracked exam after 4 years of marriage
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Interview of UPSC pass out Anukruti Mishra Cracked exam after 4 years of marriage
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ