Home » National News » Latest News » National » Interview of Shankracharya Swaroopanand Saraswati and Nishchalanand

કોંગ્રેસી કહીને ગાળો આપો છો, પરંતુ મેં શું લાભ લીધો: સ્વરૂપાનંદ સરસ્વતી

Divyabhaskar.com | Updated - Jun 07, 2018, 10:23 AM

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી અને ગોવર્ધન મઠ, સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી સાથે રાજકારણ અને સામાજિક વિષયો પર ખાસ વાત

 • Interview of Shankracharya Swaroopanand Saraswati and Nishchalanand
  સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી

  નવી દિલ્હી: મહાભારત 2019 હેઠળ ભાસ્કરે જ્યોતિષપીઠ તેમજ દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી અને ગોવર્ધન મઠ, પુરી પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી સાથે રાજકારણ અને સામાજિક વિષયો પર ખાસ વાત કરી. જેમાં એક સવાલના જવાબમાં સ્વામી સ્વરૂપાનંદે કહ્યું કે કોંગ્રેસી કહીને અમને ગાળો આપો છો, પરંતુ અમે શું લાભ લીધો? જ્યારે સ્વામી નિશ્ચલાનંદનું કહેવું છે કે તમારી સામે જે સંતવેશમાં છે તેઓ રાજકીય દળોની દ્રષ્ટિએ પ્રચારક છે.

  સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી સાથે સવાલ-જવાબ

  સવાલ : શું દેશમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ વધ્યું છે? હિંદુ-મુસ્લિમ વિવાદ હંમેશા સામે આવી રહ્યા છે ?

  જવાબ : તેનું કારણ રાજકારણ છે, ધર્મ નથી. આપણે મુસ્લિમ ભાઈઓને એ કહેવાનું છે કે તમને નમાજ પઢતા કોઈ અટકાવી નથી શકતું. જ્યાં તમારી મસ્જિદ છે, ત્યાં કોઈ તોડવા-ફોડવા નથી જતું. અમારો તમારો ઝઘડો કઈ વાતનો છે? અત્યારે દેશમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ વધ્યું છે.

  સવાલ : કોંગ્રેસના નેતા તમારી પાસે સલાહ લેવા આવે છે, મોદી અથવા તેમના મંત્રીમાંથી કોઈ સલાહ લેવા આવ્યાં છે?

  જવાબ : અમારા મનમાં કોઈ ભેદભાવ નથી. અમે તો જ્યારે છત્તીસગઢ જઈએ છીએ તો રમણ સિંહના ઘરે જ રોકાઈએ છીએ. જ્યાં સુધી સન્માનની વાત છે તો અન્યાય થઈ રહ્યો છે. જે સન્માન દલાઈ લામાનું છે શું તે શંકરાચાર્યનું છે? મોદી વડાપ્રધાન છે, શું તે અહીં દર્શન કરવા આવ્યા? આવે તો શું અમે દંડા મારીએ? તેઓ તો એમ ઈચ્છે છે કે અમે તેમની એપોઈન્ટમેન્ટ લઈ અને જઈને મળીએ. કોંગ્રેસના અનેક લોકો અમારી પાસે આવે છે, અમે ક્યારેય કોઈને કોઈ વ્યક્તિગત કામ માટે નથી કહેતા. (ગુસ્સામાં) કોંગ્રેસી કહીને અમને ગાળો તો આપો છો, પરંતુ કોંગ્રેસી બનીને મેં કયો લાભ લઈ લીધો છે એ તો તમે જણાવો? અમે તો ભારતની આઝાદી માટે કામ કર્યું, જેલ ગયા. એ તો સૌભાગ્ય અમને મળી ગયું. મને ગર્વ છે.

  સવાલ: કર્ણાટક ચૂંટણી પછીના ઘટનાક્રમને કેવી રીતે જુઓ છો?

  જવાબ: સૌથી મોટી વાત તો એ હતી કે 104 સીટ્સ આવ્યા પછી દરેક જગ્યાએ નગારા વાગી રહ્યા હતા. નગારા તમે ત્યારે વગાડો જ્યારે તમને બહુમત મળી ગયો હોય. શું જરૂર હતી, એવું કરવાની? તમે એવું કેમ કહો છો તે દરેક જગ્યાએ તમે તમારું રાજ્ય સ્થાપી દેશો. તમે તો બધાની સેવા કરો અને એ કરો જે તમે કરી રહ્યા હતા. પ્રધાનસેવક, ચોકીદાર બનીને રહો. જુઠ્ઠું ન બોલો.


  સવાલ : આવા સંતોને રાજ્યમંત્રીનો દરજ્જો આપી દીધો, જેમને રાજકારણ સાથે કોઈ લેવા-દેવા નથી?
  જવાબ : અમુક વિશિષ્ટ વ્યક્તિ જ આ પ્રકારના સન્માનને પાત્ર હોય છે. તેવા લોકોને જ સન્માનિત કરાય છે પણ જેઓ માત્ર સરકારના જ સન્માનથી સન્માનિત થઇ રહ્યા છે તેઓ તેને પાત્ર નથી.

  સવાલ: મોદી સરકારનાં વીતેલા ચાર વર્ષના કાર્યકાળને તમે કેવી રીતે જુઓ છો?

  જવાબ: અમને મોદીના કાર્યકાળથી ઘણી નિરાશા થઇ છે. નિરાશાનું કારણ તેમનું વડાપ્રધાન બનવું નથી. તેમણે કહ્યું હતું કે યુપીએ સરકારના જમાનામાં ભારત ગોમાંસની નિકાસ કરે છે. તેનાથી મારું હૃદય બળી રહ્યું છે, તમારું બળ્યું છે કે નહીં? અમને આશા હતી કે તેઓ વડાપ્રધાન બનશે એટલે આ કલંક દૂર થશે. આજ સુધી તે મામલે કોઇ કડક કાર્યવાહી નથી થઇ. ઉલટાનું નિકાસ વધી જ છે. બીજું, કોમન સિવિલ કોડ લાવીશું. તે પણ ન આવ્યો. કાશ્મીરની સ્થિતિ, કલમ 370 પણ દૂર ન થઇ. આતંકવાદમાં પણ કોઇ ઘટાડો ન થયો. અમને આશા હતી કે કાશીમાં ગંગોત્રીથી ગંગાની અવિરત ધારા લાવશે, પણ ન આવી શકી. અમારું તો મોં જ બંધ કરી દીધું તેમણે. જો હવે આમની સરકાર ગઇ તો લોકો કહેશે- હિંદુઓની સરકાર બની હતી ત્યારે તમે ગોહત્યા કેમ બંધ ન કરાવી?

  સવાલ: ગોરક્ષકો મુદ્દે વડાપ્રધાનની ટિપ્પણી અંગે શું કહેશો?

  જવાબ : ભારતમાં ગોહત્યા આંશિક રીતે બંધ છે. અમુક રાજ્યોમાં ગોહત્યા બેરોકટોક થાય છે. ગોભક્તો તેમ થતું અટકાવે છે. સામાન્ય રીતે એવું બને છે કે પોલીસ રૂપિયા લઇને ગોહત્યા કરનારાઓને છોડી મૂકે છે. તેનાથી ગોભક્તો દુખી થાય છે. પોલીસવાળા ન જુએ તો આમના હાથ-પગ પણ ચાલે છે. તમે એમ કેમ કહો છો કે આ અસામાજિક તત્ત્વ છે. દેશના હિતમાં ગોહત્યા બંધ થવી જોઇએ. ગોહત્યા મુસલમાનો માટે નથી થઇ રહી, ડૉલર માટે થઇ રહી છે. ગોમાતા માત્ર હિંદુઓની નહીં, મુસલમાનોની પણ છે.

  સવાલ: મોદી સરકાર રામમંદિરનું નિર્માણ ન કરી શકી?

  જવાબ: શરૂઆતથી જ જનતાને ભ્રમમાં રખાઇ છે. મામલો કોર્ટમાં હતો અને કોર્ટમાંથી ત્યાં સ્ટે લાગેલો છે. તમે કોર્ટમાં તો કંઇ કરી નથી રહ્યા અને જનતાને કહો છો કે અમને વોટ આપો તો અમે મંદિર બનાવી દઇશું. આ છેતરપિંડી છે. રામમંદિર માટે તેમણે શિલાન્યાસ કરાવ્યો હતો. શિલાન્યાસ ગર્ભગૃહથી દૂર કરાવ્યો, જ્યારે જનતાની માગ હતી કે ભગવાન રામનો જ્યાં જન્મ થયો છે તે જન્મભૂમિ પર જ રામમંદિર બનાવવામાં આવે. અમે શિલાન્યાસ કરવા ગયા હતા તો આ જ ભાજપ સમર્થિત વી.પી. સિંહ સરકારે અમને કેદ કરી લીધા હતા. અમે રામ જન્મભૂમિ પુન:નિર્માણ સમિતિ બનાવી અને તેમાં એક પક્ષકાર બન્યા. અમે સાબિત કરી દીધું કે આ જન્મભૂમિ પર મસ્જિદ પહેલાં પણ ક્યારેય નહોતી, આજે પણ નથી.

  સવાલ: બાંગ્લાદેશી શરણાર્થી અને રોહિંગ્યા મામલે સરકારના વલણ અંગે તમારો શું અભિપ્રાય છે?

  જવાબ: સરકારમાં તાકાત હોય તો જ્યાંથી શરણાર્થી આવે છે તેમને ત્યાં જ વસાવે. મ્યાનમારથી રોહિંગ્યા નિરાશ્રિત થાય છે તો તેમને ત્યાં જ વસાવવા જોઇએ.

  સવાલ: દલિતોમાં હાલ બેહદ અસંતોષ ઊભરી રહ્યો છે, આ દિશામાં તમારા શું પ્રયાસ છે?

  જવાબ: દલિત સમાજનું અભિન્ન અંગ છે. તેમની સાથે કોઇ પ્રકારનો અન્યાય ન થવો જોઇએ. જો અમારી પાસે ભોજન છે અને દલિત અને અમે બે જ જમવાવાળા છીએ તો અમે ઇચ્છીશું કે દલિત પહેલાં જમે. વધે તો અમે ખાઇશું. અમે સમજાવી રહ્યા છીએ અને અમે તેમની વચ્ચે કામ કરી રહ્યા છીએ. અમે દલિતો-આદિવાસીઓની વચ્ચે જઇએ છીએ, જઇશું.

  સવાલ : કોંગ્રેસના નેતાઓ હવે મંદિર, મઠોની સતત પરિક્રમા કરી રહ્યા છે, કોંગ્રેસમાં આવેલું પરિવર્તન કેવું છે?

  જવાબ : મંદિર જાય તેની સામે વાંધો નથી. તેનાથી સાબિત થાય છે કે ભારતમાં હજુ એવા લોકો છે, જે નિર્ણાયક છે અને તેમના શરણમાં તમારે જવું જ પડશે. આજે નહીં તો કાલે.

  આગળની સ્લાઇડમાં વાંચો સ્વામી નિશ્ચલાનંદજી સાથેના સવાલ-જવાબના અંશો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ