Home » National News » Latest News » National » Interview of MP CM Shivraj Singh Chauhan and Kamalnath

હું કોઇને લાયક કે નાલાયક જણાવવામાં વિશ્વાસ નથી રાખતો- શિવરાજ સિંહ

Divyabhaskar.com | Updated - Jun 10, 2018, 11:41 AM

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથને અલગ-અલગ એક જેવા 11 સવાલ પૂછ્યા

 • Interview of MP CM Shivraj Singh Chauhan and Kamalnath
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સીએમ શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે મારો દરેક શ્વાસ મધ્યપ્રદેશ માટે ચાલે છે. પાર્ટી મને જ્યાં પણ, જે પણ જવાબદારી આપશે તે પૂરી કરીશ. (ફાઇલ)

  નેશનલ ડેસ્ક: છ મહિના પછી વિધાનસભા ચૂંટણી થવાની છે. ભાસ્કરે એક નવો પ્રયોગ કર્યો. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથને અલગ-અલગ એક જેવા 11 સવાલ પૂછ્યા અને તેમણે જે જવાબ આપ્યા તે તમારી સામે છે.

  શિવરાજે આપ્યા ભાસ્કરના 11 સવાલોના જવાબ

  Q. વિધાનસભા ચૂંટણી કોના સહારે લડશો? મોદીના નામ કે કામોના સહારે?

  શિવરાજ: મોદીજીના નેતૃત્વમાં અને બીજેપી સરકાર દ્વારા, કેન્દ્ર અને રાજ્યમાં કરવામાં આવેલા કામોના આધાર પર.

  Q. વધુ સારા મુખ્યમંત્રી કોણ? કમલનાથ/સિંધિયા મુખ્યમંત્રીપદને લાયક કેમ નથી? કોઇ 3 કારણ જણાવો.

  હું કોઇને લાયક અથવા નાલાયક જણાવવામં વિશ્વાસ નથી કરતો. મારો ભરોસો ફક્ત કાર્ય કરવામાં છે. મહેનત અને પ્રામાણિકતાથી કામના પરિણામ મળે છે.

  Q. શું જરૂરી છે? ભાગ્ય કે પ્રતિભા?

  મને લાગે છે, સખત મહેનત જરૂરી છે.

  Q. જો તમારે તમારા નેતાને એક સવાલ પૂછવાનો હોય તો તે શું હશે? પીએમ નરેન્દ્ર મોદીને?

  સવાલ પૂછવો નથી પરંતુ તેમની પાસેથી શીખવું છે કે તેમણે દેશના વિકાસને લઇને એક સ્પષ્ટ દ્રષ્ટિ કેવી રીતે વિકસાવી અને તેને અનુરૂપ આટલું વધારે કાર્ય કરવાની ઊર્જા તમે ક્યાંથી લાવો છો?

  Q. જનતા તમને કેમ ચૂંટે? 3 મજબૂત કારણ જણાવો.

  1) 40 લાખ ઘરોમાં વીજળી પહોંચાડવાની છે.
  2) વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી અને સિંચાઇ ક્ષેત્ર 80 લાખ હેક્ટર કરવાનું છે.
  3) સાત સ્માર્ટ સિટી અને 12 મિની સ્માર્ટ સિટી બનાવવાના છે.

  Q. વિપક્ષ મજબૂત જોઇએ કે વર્તમાનની જેમ નબળો?

  મારા અભિપ્રાય પ્રમાણે સ્વસ્થ લોકતંત્ર માટે વિપક્ષ મજબૂત પરંતુ સકારાત્મક વિચારધારાવાળો હોવો જોઇએ.

  Q. રાજકારણ રાજ્યમાં કરવા માંગો છો કે રાષ્ટ્રીય સ્તર પર?

  મારો દરેક શ્વાસ મધ્યપ્રદેશ માટે ચાલે છે. પાર્ટી મને જ્યાં પણ, જે પણ જવાબદારી આપશે તેને પૂરી કરીશ.

  Q. રાજ્યને દેશમાં શિરમોર બનાવવા માટે ફક્ત એક ચીજ સૌથી મહત્વપૂર્ણ શું કરવા માંગશો?

  રાજ્યના વધુમાં વધુ સંખ્યામાં યુવાનોના કૌશલ્યનો વિકાસ કરીને તેમને રોજગાર અને સ્વરોજગારના કાર્યક્રમો સાથે જોડીશું, જેથી તેમને નવા-નવા ક્ષેત્રોમાં તક મળી શકે.

  Q. જીતશો તો પહેલું કામ શું કરશો?

  ગરીબો, વંચિતોના જીવનમાં ખુશીઓ લાવીશું.

  Q. વિધાનસભા તેમજ લોકસભા ચૂંટણી એકસાથે થવી જોઇએ કે અલગ-અલગ?

  એકસાથે. હું 'વન નેશન વન ઇલેક્શન'માં વિશ્વાસ ધરાવું છું. લોકસભા-વિધાનસભા ચૂંટણી સાથે થવી જોઇએ.

  Q. વ્યક્તિગત જીવનમાં હીરો કોણ છે?

  હું તમામ મહાપુરુષો પાસેથી શીખું છું. સ્વામી વિવેકાનંદ મારા આદર્શ છે.

  આગળની સ્લાઇડમાં વાંચો કમલનાથને પૂછેલા આ જ 11 સવાલો અને તેમના જવાબો

 • Interview of MP CM Shivraj Singh Chauhan and Kamalnath
  આપણા રાજ્યને શરમનું નહીં, ગૌરવનું પ્રતીક બનાવવું છે: કમલનાથ (ફાઇલ)

  કમલનાથે આપ્યા ભાસ્કરના 11 સવાલોના જવાબ

   

  Q. વિધાનસભા ચૂંટણી કોના સહારે લડશો? રાહુલના નામ પર કે પછી મધ્યપ્રદેશમાં 15 વર્ષ પછી પરિવર્તનની અપેક્ષા?

  કમલનાથ: વિકાસની વિચારધારાવાળા રાહુલજીના નામ પર લડીશું. સાથે જ 15 વર્ષની ખોટી જાહેરાતો અને વચનોની અસલિયત પણ સામે લાવીશું.

   

  Q. વધુ સારા મુખ્યમંત્રી કોણ? શિવરાજે ફરીથી મુખ્યમંત્રી કેમ ન બનવું જોઇએ? તેમના કાર્યકાળની સૌથી મોટી 3 ખામીઓ જણાવો. 

  13 વર્ષ પછી પણ ખેતી નુકસાનનો સોદો છે. નીતિઓ ખેડૂતો વિરોધી છે. મહિલાઓને સુરક્ષા અને સન્માન નથી મળી રહ્યું. રોજગારની કોઇ મજબૂત કાર્યયોજનાઓ નથી.  

   

  Q. શું જરૂરી છે? ભાગ્ય કે પ્રતિભા?

  મારા હિસાબે ભાગ્ય અને પ્રતિભા બંને જરૂરી છે. 

   

  Q. જો તમારે તમારા નેતાને એક સવાલ પૂછવાનો હોય તો તે શું હશે? રાહુલ ગાંધીને?

  કોંગ્રેસનો 133 વર્ષનો ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે, પરંતુ આજે જૂઠાણાનો એવો માહોલ ફેલાવવામાં આવી રહ્યો છે કે દેશમાં વિકાસ ફક્ત મોદીજીના 4 વર્ષોમાં જ થયો છે. જૂઠાણા પર આધારિત આવા રાજકારણનો અંત ક્યારે થશે?

   

  Q. જનતા તમને કેમ ચૂંટે? 3 મજબૂત કારણ જણાવો. 

  1) ખેતીને લાભનો ધંધો, યુવાનોને રોજગાર અને મહિલાઓને સુરક્ષા તેમજ સન્માન આપવાનું છે. 
  2) રાજ્યને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સસ્તી વીજળી, મોંઘવારીથી રાહત, ભ્રષ્ટાચાર તેમજ કુપોષણથી મુક્ત કરવાનું છે. 
  3) રાજ્યને શરમનું કારણ નહીં, ગૌરવનું પ્રતીક બનાવવાનું છે. 

   

  Q. વિપક્ષ મજબૂત જોઇએ કે પછી વર્તમાનની જેમ નબળો?

  કોંગ્રેસનું માનવું છે કે મજબૂત લોકતંત્ર માટે હંમેશાં મજબૂત વિપક્ષ હોવો જોઇએ. વ્યક્તિગત રીતે હું પણ તેની જ તરફેણમાં છું.

   

  Q. રાજકારણ રાજ્યમાં જ કરવા માંગો છે કે રાષ્ટ્રીય સ્તર પર?

  જ્યાં પાર્ટી આદેશ કરશે. મેં પાર્ટીએ આપેલી દરેક જવાબદારીને પૂરી નિષ્ઠાથી નિભાવી છે. 


  Q. રાજ્યને દેશમાં શિરમોર બનાવવા માટે ફક્ત એક ચીજ સૌથી મહત્વપૂર્ણ શું કરવા માંગશો?
  સૌનો સાથ-સૌની સરકાર અને રાજ્યના સર્વાંગી વિકાસનો સંકલ્પ. ખોટાં સ્વપ્નો નહીં બતાવીએ, પરંતુ દરેક વચનો પૂરાં કરીને જનતાનો વિશ્વાસ જીતીશું. ખેડૂતો, યુવાનો અને મહિલાઓનું ખાસ ધ્યાન રાખીશું. 

   

  Q. જીતશો તો પહેલું કામ શું કરશો?

  વિકાસનો રોડમેપ બનાવીને, જનતાની મદદથી રાજ્યને અગ્રણી બનાવીશું. 

   

  Q. વિધાનસભા અને લોકસભા ચૂંટણી સાથે થવી જોઇએ કે અલગ-અલગ?

  હાલ દેશમાં બંને ચૂંટણીઓ સાથે કરાવવી શક્ય પણ નથી અને ન તો તેની કોઇ તૈયારીઓ છે, તેમજ જનમાનસ પણ તેના પક્ષમાં નથી. 

   

  Q. વ્યક્તિગત જીવનમાં હીરો કોણ છે?

  શ્રીમતી ઇંદિરા ગાંધી. તેઓ બેજોડ છે. લાંબા સમય સુધી તેમના નેતૃત્વમાં કામ કર્યું છે. 

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ