ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Interview of BJP President Amit Shah

  વધુ સીટો હોય, સમર્થનથી સરકાર બનાવે તો એમાં અનૈતિક શું છે?- શાહ

  divyabhaskar.com | Last Modified - May 17, 2018, 10:26 AM IST

  દેશના રાજકારણના જ્વલંત મુદ્દાઓ પર અમિત શાહ સાથે સંવાદ
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: મોદી સરકારના ચાર વર્ષ પૂરાં થઇ ચૂક્યાં છે. બીજી બાજુ અમિત શાહ પણ બીજેપીના અધ્યક્ષ તરીકે પોતાના ચાર વર્ષનો કાર્યકાળ જૂલાઈમાં પૂરો કરશે. એવામાં દેશના રાજકારણના જ્વલંત મુદ્દાઓ પર અમિત શાહ સાથે દૈનિક ભાસ્કરના સંપાદક આનંદ પાંડેની ખાસ વાતચીત.

   સવાલ: શું બીજેપીનો સ્વર્ણિમ યુગ આવી ગયો છે? અથવા તો જેવો તમે દાવો કરો છો કે કોંગ્રેસના સફાયા પછી એવું થશે?

   જવાબ: જુઓ, કોંગ્રેસના સફાયાની અમે ક્યારેય કોઇ વાત નથી કરી. હા, અમે કોંગ્રેસ કલ્ચરથી દેશને મુક્ત કરવાની વાત જરૂર કરી છે. જનતા આ જ દિશામાં આગળ વધી રહી છે કે દેશ કોંગ્રેસ કલ્ચરથી મુક્ત થાય.

   સવાલ: હાલના ગઠબંધનમાં તિરાડ પડતી જોવા મળી રહી છે. ટીડીપી તો તમારો સાથ છોડી જ ચૂકી છે. શિવસેના પણ દુઃખી રહે છે તમારાથી. પાસવાન પણ પીડા જાહેર કરતા રહે છે. તમને શું લાગે છે, એવામાં કેટલી પાર્ટીઓ 2019 સુધી તમારો સાથ આપી શકશે?

   જવાબ: અમે 2019ની ચૂંટણીમાં 2014થી વધુ સાથીઓ સાથે જઇશું.

   સવાલ: એવું માનવામાં આવે છે કે મોદીજીની કામ કરવાની શૈલીમાં ઘણી બધી પાર્ટીઓને સાથે લઇને ચાલવાનું મુશ્કેલ થશે.

   જવાબ: અરે ભાઈ, ચાલી જ રહ્યા છીએ, ચાર વર્ષ થઇ ગયા.

   સવાલ: અત્યારે તો પરિસ્થિતિ જુદી છે. કોઇ તકલીફ નથી. થ્રેટ નથી. સ્પષ્ટ બહુમત છે તમારી પાસે.

   જવાબ: થ્રેટનો ક્યાં સવાલ જ છે. સ્પષ્ટ બહુમત હોવા છતાંપણ તમામ લોકો અંદર છે, મિનિસ્ટ્રીમાં છે.

   સવાલ: પરંતુ, જો ભવિષ્યમાં સમીકરણો બદલાય, સ્પષ્ટ બહુમત ન મળે, તો?

   જવાબ: એવું ક્યારેય નહીં થાય.

   સવાલ: તમારા પર પણ ગંભીર આરોપ લાગ્યા છે કે તમે તકસાધુ અને સિદ્ધાંતવિહીન રાજકારણ કરો છો. બિહારમાં તમે જેડીયુની સાથે ચાલ્યા ગયા.
   જવાબ: (વચ્ચેથી કાપી નાખીને) અમે નથી ગયા ભાઈ, તમારો સ્ટડી બરાબર નથી. તેમની સરકાર તૂટી ગઇ. લાલુજી પર ભ્રષ્ટાચારનો કેસ લાગ્યો તેના કારણે. ત્યારે નીતિશજીએ સ્ટેન્ડ લીધું કે અમે ભ્રષ્ટાચારી સાથે ન રહી શકીએ. જ્યારે એક ગઠબંધન તૂટે છે ત્યારે બીજું બને છે.

   સવાલ: ઘણી જગ્યાઓએ સીટ્સ ઓછી જીત્યા છો, તો પણ સરકાર બનાવી લો છો તમે?
   જવાબ: ક્યાં?

   સવાલ: ગોવા, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ

   જવાબ: મણિપુરમાં સૌથી મોટી પાર્ટી કઇ છે? મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી કઇ છે? અમારી છે ભાઈ. તો જે સૌથી મોટી પાર્ટી છે, તેને બીજા લોકો સમર્થન કરે છે, તો સરકાર બનશે જ. મને એક વાત જણાવો, અમે મણિપુરમાં સરકાન ન બનાવત તો કોણ સરકાર બનાવત? કોંગ્રેસની સરકાર બનત. તેમની પાસે પણ બહુમત છે? તો તેઓ પણ ખોટું જ કરતા. બધા ખોટું કરતા. સરકાર તો કોઇની ને કોઇની બને જ છે. આ જોવાનો દ્રષ્ટિકોણ યોગ્ય નથી. જે પાર્ટીને સૌથી વધુ સીટ્સ મળે છે, તેને કોઇને કોઇ સમર્થન કરે છે અને સ્ટ્રેન્થથી વધુ તેમના ગઠબંધનની સીટ હોય છે તો સરકાર તેમની જ બને છે. તેમાં અનૈતિક શું છે?

   સવાલ: ટુંક સમયમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચૂંટણી થશે. એન્ટિ ઇન્કમ્બન્સીનો પડકાર સામે હશે?

   જવાબ: 10 વર્ષ, 5 વર્ષ અથવા કેટલા વર્ષની એન્ટિ ઇન્કમ્બન્સી માનો છો તમે. 10 વર્ષમાં કેમ ન આવી એન્ટિ ઇન્કમ્બન્સી? બે સરકારો તો 10 વર્ષથી ચાલી રહી છે ને! તો 15માં પણ નહીં આવે.

   સવાલ: યુપીમાં આ વખતે જો બીએસપી અને એસપી સાથે આવે છે તો તમારા માટે બહુ મુશ્કેલી થઇ શકે છે.

   જવાબ: અમારી પાસે હજુ એક વર્ષ છે. અમે 50 ટકાની લડાઇ માટે ટીમને તૈયાર કરી રહ્યા છીએ. આ વખતે પણ દિલ્હીનો રસ્તો યુપી થઇને જ જશે.

   સવાલ: તમે યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાત જેવા રાજ્યોમાં બહુ સારા નંબર્સ સાથે છો. માનવામાં આવી રહ્યું છે કે આ રાજ્યોમાં તમારી સીટ્સ ઓછી હશે. ભરપાઇ ક્યાંથી કરશો?

   જવાબ: દેશમાં 200 સીટ્સ એવી છે જે બીજેપીએ નથી જીતી. ત્યાંથી ભરપાઇ કરીશું.

   સવાલ : ગુજરાત ચૂંટણી બાદ એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ ઊભી થઈ રહી છે? રાહુલ કમબેક કરી રહ્યા છે? કોંગ્રેસ પણ પહેલાથી વધુ સારી થઈ છે. શું તમને પણ એવું લાગી રહ્યું છે?

   જવાબ : પરિણામોને જોતા તો એવું નથી લાગતું. ચૂંટણીમાં તો પરિણામ જોવામાં આવે છે.

   સવાલ : પરંતુ ધારણા બંધાઈ રહી છે કે રાહુલ પહેલાં કરતાં વધુ આક્રમક થઈ ગયા છે. મોદીજીને પડકારી રહ્યા છે કે મને 15 મિનિટ બોલવાની તક આપો. એટલે કે પક્ષ અને રાહુલ બંને જ આત્મવિશ્વાસથી ભરેલા દેખાઈ રહ્યા છે.

   જવાબ : જુઓ, આત્મવિ‌શ્વાસનો આધાર જનાદેશ હોવો જોઈએ. આત્મવિશ્વાસનો આધાર મીડિયામાં શું ચાલી રહ્યું છે તે ન હોવો જોઈએ. એટલે કે મીડિયાના આધાર પર આત્મવિશ્વાસ ન વધવો જોઈએ.

   સવાલ : છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ પણ સોફ્ટ હિન્દુત્વની વાત કરવા લાગી છે. તેની મુસ્લિમતરફી છબી બદલાઈ રહી છે. શું તમને લાગે છે કે એવામાં ભાજપની જે યુએસપી હતી તે ખતમ થઈ રહી છે?

   જવાબ : ના, અમે તો ઈચ્છીએ છીએ કે બધા લોકો અમારા રસ્તા પર ચાલે. કોંગ્રેસ પણ અમારા રસ્તા પર ચાલે, કોમ્યુનિસ્ટ પણ અમારા રસ્તા પર ચાલે. અમે આવી યુએસપી રાખવા માગતા નથી.

   સવાલ : અમિતજી એક તરફ આપણે બધા બહુ આગળ જવાની વાત કરીએ છીએ... સાયન્સ- ટેક્નોલોજીની વાત કરીએ છીએ. બીજી બાજુ ચૂંટણીપ્રચારમાં મુદ્દા બને છે - શાહ જૈન છે કે હિંદુ... રાહુલ બ્રાહ્મણ છે કે નહીં. તેને તમે કેવી રીતે જુઓ છો?

   જવાબ : આ પ્રચાર કોણે કર્યો? આ બંને સવાલ કોણે ઉઠાવ્યા? અમે નથી ઉઠાવ્યા. તો તમારા સવાલનું એડ્રેસ ખોટું છે. મારા પક્ષે આ સવાલ નથી ઉઠાવ્યા. ટ

   સવાલ : કોઈ પક્ષે નથી ઉઠાવ્યા પરંતુ તમે...

   જવાબ : (સવાલ વચ્ચેથી કાપતા) ભાઈ મેં આ સવાલ નથી ઉઠાવ્યા. હું બીજાને સલાહ આપી શકતો નથી. અમે ક્યારેય આવા વ્યક્તિગત સવાલ નથી ઉઠાવ્યા.

   સવાલ : હાલ ન્યાયપાલિકામાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેને તમે કેવી રીતે જુઓ છો?

   જવાબ : જુઓ, કોંગ્રેસની કમિટેડ જ્યુડિશરીની આદત છે, ઈન્દિરાજીના સમયથી. વારસાગત આદત છે અને પહેલી વખત જજોની સિનિયોરિટીને બદલીને ચીફ જસ્ટિસ બનાવવાનું કામ પણ ઈન્દિરાજીએ જ કર્યું હતું. જ્યારે તેમણે બંધારણ તોડવા-મરોડવાનું શરૂ કર્યું ત્યારે કેશવાનંદ ભારતીનું ઐતિહાસિક જજમેન્ટ સુપ્રીમકોર્ટે આપવું પડ્યું હતું. પરંતુ વિપક્ષમાં રહીને પણ કમિટેડ જ્યુડિશરી માટે કેવા પ્રયત્નો કરી શકાય તેનું નવું ઉદાહરણ કોંગ્રેસે દેશની લોકશાહીમાં રજૂ કર્યું છે.

   સવાલ : સીજેઆઇ વિરુદ્ધ મહાભિયોગ આવે છે, પહેલીવાર...

   જવાબ : (સવાલ વચ્ચે જ કાપતા...) હું એ જ કહી રહ્યો છું... આ બધું કોંગ્રેસના કમિટેડ જ્યુડિશરી માટે ડેસપ્રેટ એફર્ટ છે.

   સવાલ : જજોના નામ પાછાં મોકલાઈ રહ્યા છે?

   જવાબ : અનેક સરકારોએ પાછાં મોકલ્યાં છે. આ ચૂંટાયેલી સરકારનો બંધારણીય અધિકાર છે. ઈન્દિરાજીના સમયે તો સુપ્રીમકોર્ટના ત્રણ જજોનાં રાજીનામાં જ અપાઈ ગયાં હતાં.

   સવાલ : છેલ્લી લોકસભા ચૂંટણીના ઢંઢેરામાં ભાજપે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત કરી હતી પરંતુ પક્ષ કહે છે કે હવે એવો કોઈ ઈશ્યુ નથી.

   જવાબ : પક્ષે નથી કહ્યું કે આવો ઈશ્યુ નથી. જમ્મ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા છે. સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામથી ચાલી રહી છે.

   સવાલ : ગૌહત્યા એક મોટો મુદ્દો રહ્યો છે. દેશમાં હંમેશાથી (વચ્ચે ટોકતા શાહ કહે છે - ગાંધીજીના સમયથી જ) તેના પર પક્ષનું સ્ટેન્ડ શું છે?

   જવાબ : ક્લિયર જ છે, પક્ષનું સ્ટેન્ડ.

   સવાલ : શું કોઈ રાષ્ટ્રીય કાયદો બનશે?

   જવાબ : રાજ્યોનો વિષય છે. તેમાં રાષ્ટ્રીય કાયદો ન બની શકે.

   સવાલ : એવું કેમ લાગે છે કે દલિત સમાજ સાથે સંકળાયેલા મુદ્દા મોદી સરકાર બાદ ચર્ચામાં આવ્યાં?

   જવાબ : તેનાં બે કારણ છે. પહેલું મોદીજીએ દલિતોના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવી છે. ઉજ્જવલાની યોજના હેઠળ અમે ગેસ આપીએ છીએ તો દલિતોને સ્વાભાવિકરૂપે ફાયદો મળે છે, કારણ કે ગરીબી ત્યાં વધુ છે. શૌચાલય બનાવીએ છીએ તો તેનો લાભ પણ દલિતોને સૌથી વધુ મળે છે. મુદ્રા બેન્ક અને સ્ટેન્ડઅપની લોન તો એક્સક્લુઝિવ ગરીબો માટે જ છે. મુદ્રા બેન્કમાં પ્રાથમિક્તા દલિતોને અપાય છે. તેના કારણે દલિતોનો મુદ્દો ચર્ચામાં આવ્યો. આ તો પોઝિટિવ કારણ છે. બીજું કારણ એ છે કે 2014 બાદ કોંગ્રેસની દેશમાં 11 રાજ્યોમાંથી સરકારો જતી રહી છે. તેના કારણે ડેસપ્રેટ થઈ જાતિવાદી રાજકારણ કરવા માટે કોંગ્રેસે આ બધા પ્રયાસ કર્યા છે. આ બે કારણોથી દલિત ચર્ચામાં છે. અમે આંબેડકરજીનું સ્મારક બનાવીએ છીએ, તેમના માટે વિશેષ સત્ર બોલાવીએ છીએ, આંબેડકરજીના નામ પર સિક્કા બહાર પાડીએ છીએ તો દલિતનો મુદ્દો આવે જ છે.

   સવાલ : તો શું તમને લાગે છે કે કોંગ્રેસને તેની વોટબેન્ક તેનાથી દૂર જતી દેખાઈ રહી છે ?

   જવાબ : ક્યાં કોંગ્રેસની વોટબેન્ક હતી? આ દેશમાં સૌથી વધુ દલિત સાંસદ ભાજપના, સૌથી વધુ દલિત ધારાસભ્યો ભાજપના, સૌથી વધુ દલિત કોર્પોરેટર ભાજપના છે. સૌથી વધુ જિલ્લા પંચાયત સભ્ય પણ ભાજપના જ છે. ક્યાં કોર વોટ બેન્ક રહી કોંગ્રેસની. તમે કયા જમાનાની વાત કરી રહ્યા છો?

   સવાલ : વિપક્ષ આરોપ લગાવે છે કે નોટબંધી સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. રિઝર્વ બેન્કે પણ માન્યું છે કે બધી નોટ પાછી આવી ગઈ છે.

   જવાબ : જુઓ નોટબંધીને આ રીતે ના જોઈ શકાય. નોટબંધીની સૌથી મોટી સફળતા છે જે વિપક્ષ કહે છે કે બધા રૂપિયા પાછા આવી ગયા તો... જે બધા રૂપિયા અત્યાર સુધી શ્રીમંતો, ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓના ઘર પર પડ્યા હતા તે હવે બેન્કમાં પહોંચી ગયા છે. બેન્કમાં જેમણે ભર્યા છે તેમણે જવાબ આપવો પડી રહ્યો છે કે તેનો ટેક્સ આપ્યો છે કે નહીં. પેનલ્ટી પણ ભરવી પડી રહી છે. અત્યાર સુધી જે રૂપિયા કાળાંનાણાં રૂપે લોકોનાં ઘરોમાં પડ્યા હતા તે હવે તો દેશના વિકાસમાં લાગી રહ્યા છે.

   સવાલ : મનમોહનસિંહ ગંભીર આરોપ લગાવે છે કે મોદી સરકાર આવ્યા બાદ જનતાનો બેન્કિંગ સિસ્ટમ પરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે.

   જવાબ : મનમોહનસિંહ પરથી જનતાનો વિશ્વાસ ઊઠી ગયો છે, તેથી તે વિપક્ષમાં બેઠા છે. તેઓ બેન્કિંગ સિસ્ટમની વાત ન કરે.

   સવાલ : શું દેશનું રાજકારણ માત્ર આ મુદ્દા પર ચાલી રહ્યું છે કે મોદીજીને કેવી રીતે રોકવામાં આવે?

   જવાબ : ના એવું નથી. સત્તામાં છીએ, અન્ય લોકો પ્રયાસ કરી રહ્યા છે.

   સવાલ : લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવાનું તમે વિચારી રહ્યા છો ?

   જવાબ : એવું નથી. પીએમજીએ એક વિચાર દેશ સામે રજૂ કર્યો છે. જેના પર જાહેર ચર્ચા થઈ રહી છે. તેના પર કાયદો બનશે જ્યારે બધા પક્ષોનું સમર્થન હશે, ચૂંટણીપંચ પણ સાંભળશે, ત્યારે જઈને વાત બનશે. તેના માટે જનપ્રતિનિધિત્વ કાયદામાં ફેરફાર કરવો પડશે.

   સવાલ : આગામી સવાલ જે હું કરવા જઈ રહ્યો છું તેના કોઈ સીધા પુરાવા નથી મારી પાસે અને તમે ધારણાઓ માનતા નથી, પરંતુ એક વાત ખૂબ જ ચર્ચામાં છે કે... તમે જવાબ આપવાનું પસંદ ન કરો તો કોઈ વાત નહીં... વિપક્ષને, મીડિયાને અને જ્યૂડિશરીને ખૂબ જ સપ્રેસ કરાઈ રહ્યા છે.

   જવાબ : તેમાં કોઈ હકીકત નથી. કોંગ્રેસનો દુષ્પ્રચાર છે.

  • અમિત શાહ બોલ્યા કે મનમોહન સિંહ પરથી જનતાનો વિશ્વાસ ઉઠી ગયો છે, એટલે તેઓ વિપક્ષમાં બેઠા છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમિત શાહ બોલ્યા કે મનમોહન સિંહ પરથી જનતાનો વિશ્વાસ ઉઠી ગયો છે, એટલે તેઓ વિપક્ષમાં બેઠા છે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Interview of BJP President Amit Shah
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top