કેબિનેટ / 1લી ફેબ્રુ.એ વચગાળાનું બજેટ રજૂ થશે, સંસદ સત્ર 31 જાન્યુ.થી 13 ફેબ્રુ. સુધી મળશે

Divyabhaskar.com

Jan 09, 2019, 04:23 PM IST
Interim budget to be presented on February 1 during the budget session of the parliament
X
Interim budget to be presented on February 1 during the budget session of the parliament

  • નાણા મંત્રી અરૂણ જેટલી વચગાળાનું બજેટ રજૂ કરશે

  • આ વખતે પરંપરાથી વિપરીત મધ્યમવર્તી બજેટમાં આવકવેરામાં છૂટની મર્યાદા વધી શકે છે

નવી દિલ્હીઃ આ વખતે વચગાળાનું બજેટ 1લી ફેબ્રુઆરીએ રજૂ થશે. તેના માટે કેબિનેટે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી વચ્ચે કરાવવાનો નિર્ણય લીધો છે. કેબિનેટની સંસદીય બાબતો સાથે જોડાયેલી સમિતિએ બુધવારે આ નિર્ણય લીધો.

લોકસભા ચૂંટણીને કારણે મધ્યમવર્તી બજેટ
1.

જે વર્ષમાં લોકસભાની ચૂંટણી હોય છે તે વર્ષે નાણા મંત્રી મધ્યમવર્તી બજેટ રજૂ કરે છે. આ બજેટ કેટલાંક મહિનાઓના સરકારી કામ કાજ ચલાવવા માટે જ હોય છે. નવી સરકાર બન્યાં પછી જુલાઈમાં અનુપૂરક બજેટ રજૂ કરવામાં આવે છે જે બાકીના નાણાંકીય વર્ષ માટે હોય છે. અન્ય વર્ષમાં નાણા મંત્રી પૂર્ણ બજેટ રજૂ કરે છે.

આ વખતે વચગાળાના બજેટથી આશા
2.

ચર્ચા છે કે આ વખતે મોદી સરકાર મીડલ ક્લાસને રાહત આપતાં આવકવેરામાં છૂટની મર્યાદા વધારી શકે છે. આવકવેરામાં છૂટ માટે રોકાણની મર્યાદા પણ વધારવામાં આવી શકે છે.

 

ઈન્કમ હાલનો ટેક્સ રેટ
2.5 લાખ રૂપિયા 0%
2.5 લાખથી 5 લાખ રૂપિયા 5%
5 લાખથી 10 લાખ રૂપિયા 20%
10 લાખ રૂપિયાથી વધુ 30%

 

છેલ્લી વખત 2014માં વચગાળાનું બજેટ રજૂ થયું હતું
3.
ચૂંટણી વર્ષ કોને રજૂ કર્યું વચગાળાનું બજેટ
2014 પી. ચિદમ્બરમ
2009 પ્રણવ મુખર્જી
2004 જસવંત સિંહ

 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી