તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોલ્ડ મેડલિસ્ટને ટ્રાફિક પોલીસે રોક્યો, ખેલાડીએ કહ્યું- સર હું નેશનલ પ્લેયર છું, પોલીસવાળાએ દરેક વાત રિજેક્ટ કરીને કહી આ વાત...

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચકૂલા: એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડાં ગુરુવારે તે એકડમીમાં હતા જ્યાંથી તેમણે પ્રેક્ટીસ કરી હતી. 2011થી લઈને 2015 સુધી તે પંચકુલામાં રહ્યા હતા. નીરજે ભાસ્કર.કોમ સાથે વાત કરતાં અહીંના એક મજાના કિસ્સા વિશે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, અહીં તે તેમના મિત્રો સાથે ઘણો ટાઈમ સ્પેન્ડ કરતાં હતા.દોઢ વર્ષ પહેલાં તે પંચકૂલામાં તેમના મિત્ર સાથે બાઈક પર હેલમેટ પહેર્યા વગર જઈ રહ્યા હતા. ત્યારે ટ્રાફિક પોલીસે તેમને રોક્યા હતા. તેણે ચાલણ ન પાડવાની ઘણી રિક્વેસ્ટ કરી અને અગાઉ હેલમેટ પહેરશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું. પરંતુ પોલીસવાળા નહતાં માન્યા. નીરજે કહ્યું કે, સર હું નેશનલ પ્લેયર છું. તો પણ પોલીસકર્મીએ તેની દરેક વાત રિજેક્ટ કરી દીધી હતી. ત્યારપછી નીરજે તેમને પોતાનો મોબાઈલ બતાવ્યો જેમાં વોલપેપર પર તેમની વડાપ્રધાન મોદી સાથેનો ફોટો હતો. આ જોઈને પોલીસકર્મી હસી પડ્યા હતા અને કહેવા લાગ્યા- ચલો આ વખતે છોડી દઉં છું પણ હવેથી હેલમેટ પહેરજો. 

 

રાતે 1 વાગ્યા સુધી રમતા હતા વોલીબોલ, જાતે બનાવતા હતા જમવાનું


ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાએ જણાવ્યું કે, પંચકૂલા સેક્ટર-3 તાઉ દેવીલાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં પ્રેક્ટીસ કરતા હતા અને હોસ્ટેલમાં પણ જાતે જમવાનું બનાવતા હતા. શિયાળામાં તો તેઓ રાતે 1 વાગ્યા સુધી વોલીબોલની પ્રેક્ટીસ કરતાં હતા. 

 

જે એકેડમીમાં પ્રેક્ટીસ કરી તે ત્રણ વર્ષથી બંધ


પંચકૂલાની જે એકેડમીમાં નીરજે પ્રેક્ટીસ કરી હતી તે ત્રણ વર્ષથી બંધ છે. સેક્ટર-3ના તાઉ દેવીલાલ સ્ટેડિયમમાં પ્લેયર્સ તો પ્રેક્ટીસ માટે આવી રહ્યા છે. પરંતુ તેમના રહેવા-ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા નથી. ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડા જુલાઈ 2011માં પાનીપતથી ખંડરા ગામથી પંચકૂલા તેમની ફિટનેસ માટે જ આવ્યા હતા. નીરજ 2015 લાસ્ટ સુધી પંચકૂલામાં જ રહ્યા.

 

આ ગેમ વિશે નહતી ખબર


જે પ્રમાણે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ વર્લ્ડ કપ પહેલાં તેમના વાળ નહતાં કપાવ્યા તે રીતે નીરજને પણ લાંબા વાળ રાખવાનું પસંદ હતું. તેણે જ્યારે સ્ટેડિયમ આવવાનું પસંદ કર્યું ત્યારે તેને જેવલિન થ્રો ગેમની ખબર જ નહતી. એક દિવસ તેણે તેના સીનિયરનું જેલવિન લીધું અને થ્રો કર્યું. સીનિયરે તેને પરફેક્ટ ગણાવ્યું અને ત્યારથી નીરજે તેની પ્રેક્ટીસ શરૂ કરી દીધી. 

 

અન્ય સમાચારો પણ છે...