કેટલાનો છે કાર્તિ ચિદમ્બરમ અંગેનો મામલો, વાંચો શું છે સમગ્ર કેસ

કાર્તિ ચિદમ્બરમની ચેન્નાઈથી CBIએ ધરપકડ કર્યાં બાદ રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઈ છે.

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 12:39 PM
Know About INX Media case and why Karti Chidambaram arrested

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ચેન્નાઈથી CBIએ ધરપકડ કર્યાં બાદ રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઈ છે. ત્યારે તે INX મીડિયા કેસ શું છે અને મની લોન્ડરિંગ મામલે કાર્તિ ચિદમ્બરની ધરપકડ થઈ છે તે આખરે શું છે

નેશનલ ડેસ્કઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ચેન્નાઈથી CBIએ ધરપકડ કર્યાં બાદ રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઈ છે. ત્યારે કોંગ્રેસે આ ધરપકડને બદલારૂપની કાર્યવાહી ગણાવી છે. તો સરકારે આ આરોપોને ફગાવ્યાં છે. ત્યારે શું આ રાજકીય ષડયંત્ર છે કે શું તે અંગે પણ સવાલો થઈ રહ્યાં છે. ત્યારે INX મીડિયા કેસ શું છે અને મની લોન્ડરિંગ મામલે કાર્તિ ચિદમ્બરની ધરપકડ થઈ છે તે મામલો શું છે, તે જાણીએ.

શું છે મની લોન્ડરિંગ કેસ?


- વર્ષ 2017ના મે માસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ એટલે કે EDએ કાર્તિ ચિદમ્બરમ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.
- કાર્તિ પર આરોપ લગાવાયો હતો કે વર્ષ 2007માં જ્યારે કાર્તિના પિતા પી.ચિદમ્બરમ કેન્દ્રીય નાણા મંત્રી હતા ત્યારે 300 કરોડ રૂપિયાથી વધુ વિદેશ રોકાણ હાંસલ કરવા માટે INX મીડિયાને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)ની મંજૂરી દેવામાં અનિયમિતતા દાખવવામાં આવી હતી.
- આ મામલે કાર્તિ પર 10 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત INX મીડિયા દ્વારા કરવામાં આવેલાં કથિત ગેરકાયદેસરની ચુકવણીની જાણકારીના આધારે CBIએ પણ કાર્તિ ચિદમ્બરમ તથા અન્ય વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.


આગળ વાંચો વધુ શું આરોપ છે કાર્તિ ચિદમ્બરમ પર

Know About INX Media case and why Karti Chidambaram arrested

કાર્તિ સામે પોતાના પ્રભાવનો ગેરઉપયોગ કરવાનો આરોપ


- EDનું કહેવું છે કે INX મીડિયાએ FIPBની નિશ્ચિત મંજૂરી વગર જ વિદેશી રોકાણ મેળવી 305 કરોડ રૂપિયા બનાવી લીધાં હતા. જ્યારે કે તેમને 4.62 કરોડ રૂપિયાના અપ્રત્યક્ષ વિદેશી રોકાણની જ મંજૂરી મળી હતી.
- EDનું માનવું છે કે કંપનીએ આવું કરીને મંજૂરીની શરતોનું જાણી જોઈને ઉલ્લંઘન કર્યું હતું. પરંતુ કંપની તરફથી આ કથિત હેરાફેરીમાં કાર્તિ ચિદમ્બરમ આરોપી નથી. 
- આરોપ એવો છે કે INX મીડિયાની આ હરકતને છુપાવવા અને મામલાને સંબંધિત સરકારી અધિકારીઓની સાથે મળીને ઉકેલવામાં કાર્તિ ચિદમ્બરમે મદદ કરી હતી. તેઓએ પોતાના પ્રભાવનો ગેરઉપયોગ કર્યો હતો. આવું કરવામાં વન્સ ચેસ મેનેજમેન્ટ અને એડવાન્સ સ્ટ્રેટેજિક કન્સલ્ટિંગ લિમિટેડ નામની કંપનીઓએ સહયોગ કર્યો હતો જેનું પરોક્ષ નિયંત્રણ કાર્તિ ચિદમ્બરની પાસે જ છે. 


આગળ વાંચો કોના નિવેદન પર કાર્તિ ચિદમ્બરની મુશ્કેલી વધી

Know About INX Media case and why Karti Chidambaram arrested

ઈન્દ્રાણીના નિવેદનના આધારે કાર્તિની ધરપકડ 


- CBIએ ટેક્સ સાથે જોડાયેલાં એક મામલામાં તપાસને પ્રભાવિત કરવા માટે પીટર તથા ઈન્દ્રાણી મુખરજીની કંપની INX મીડિયા વિરૂદ્ધ તપાસ શરૂ કરી હતી.
- સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઈન્દ્રાણીએ CBIને નિવેદન આપ્યું હતું કે કાર્તિએ FIPB ક્લીયરન્સ માટે તેમની પાસેથી એક મિલિયન ડોલર (6.5 કરોડ રૂપિયા)ની માગ કરી હતી. 
- CBIએ આ નિવેદનના આધારે જ કાર્તિ ચિદમ્બરની ધરપકડ કરી છે. 


આગળ વાંચો સૌપહેલાં કાર્તિ ચિદમ્બરમ પર કોને કર્યાં હતા આક્ષેપો?

 

Know About INX Media case and why Karti Chidambaram arrested

સ્વામીએ ઉછાળ્યું હતું કાર્તિનું નામ


- વર્ષ 2015માં તત્કાલીન જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીએ કાર્તિ ચિદમ્બરમની વિભિન્ન કંપનીઓ વચ્ચે નાણાકીય લેણદેણનો ખુલાસો કર્યો હતો.
- સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે UPA સરકારમાં નાણા મંત્રી રહેતાં પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિએ એરસેલ-મેક્સિસ મર્જરનો લાભ ઉઠાવવામાં મદદ કરી હતી. 
- કાર્તિની બુધવારે થયેલી ધરપકડ બાદ સુબ્રમણ્યમ સ્વામીએ પૂર્વ નાણા મંત્રી ચિદમ્બરમની ધરપકડની માગ કરી છે. 


આગળ વાંચો ચિદમ્બરમના ઠેકાણાં પર દરોડા

Know About INX Media case and why Karti Chidambaram arrested

કાર્તિના ઠેકાણાં પર પાડવામાં આવ્યાં હતા દરોડા


- EDએ આ મહિને કાર્તિ ચિદમ્બરમના દિલ્હી અને ચેન્નાઈ સ્થિત ઠેકાણાં પર દરોડા પાડ્યાં હતા.
- EDએ 2007માં મુંબઈ સ્થિત INX મીડિયા (હવે 9X મીડિયા) માટે ફોરેન ઈન્વેસ્ટમેન્ટમાં અનિયમિતાઓના કારણે કાર્તિ વિરૂદ્ધ સમન્સ જાહેર કર્યું હતું. 


આગળ વાંચો પૂર્વ નાણામંત્રીની શું હતી ભૂમિકા?

Know About INX Media case and why Karti Chidambaram arrested

પી. ચિદમ્બરમની શું છે ભૂમિકા?

 

INX મામલે થયેલી FIRમાં પી. ચિદમ્બરમનું નામ નથી. જો કે આરોપ છે કે તેઓએ 18 મે, 2007નાં રોજ ફોરન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની એક મીટિંગમાં INX મીડિયામાં 4.62 કરોડ રૂપિયાના ફોરેન ઈન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી હતી.

X
Know About INX Media case and why Karti Chidambaram arrested
Know About INX Media case and why Karti Chidambaram arrested
Know About INX Media case and why Karti Chidambaram arrested
Know About INX Media case and why Karti Chidambaram arrested
Know About INX Media case and why Karti Chidambaram arrested
Know About INX Media case and why Karti Chidambaram arrested
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App