Divya Bhaskar

Home » National News » Desh » ચાર દીકરીઓની માએ કર્યા ત્રીજા લગ્ન| Husband Murdered His Wife

4 દીકરીની માએ કર્યા ત્રીજા લગ્ન, નારાજ થયેલા બીજા પતિએ કરી દીધી પત્નીની હત્યા

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 12:10 AM

પત્નીએ ફોન પર પતિને કહ્યું હતું કે, આજે પાર્ટી કરીશું- બીજા પતિએ કરી દીધી હત્યા

  • ચાર દીકરીઓની માએ કર્યા ત્રીજા લગ્ન| Husband Murdered His Wife
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    જલંધર: જલંધરમાં આવેલા ગામ દોલીમાં એક 15 વર્ષના 9માં ધોરણમાં ભણતા છોકરા સામે તેની માતાની હત્યા કરી દેવામાં આવી છે. મહિલાની હત્યા તેના બીજા નંબરના પતિએ કરી હતી. મહિલા તેના ત્રીજા પતિ હરજિંદર સિંહ સાથે રહેતી હતી. મહિલા તેના દીકરાનું રિઝલ્ટ જોઈને ઘરે પરત આવી રહી હતી તે દરમિયાન જ તેના બીજા પતિ મખન સિંહે રસ્તામાં જ તેની ચપ્પુ મારીને હત્યા કરી દીધી હતી.

    શું છે સમગ્ર ઘટના


    - મખન એ વાતથી નારાજ હતો કે પત્ની શરીફાએ તેને અને તેની દીકરીઓને છોડીને ત્રીજા લગ્ન કરી લીધા હતા.
    - તેણએ શરીફાને આ પહેલાં પણ જીવથી મારી દેવાની ધમકી આપી હતી. એસએચઓના જણાવ્યા પ્રમાણે હત્યારાની ધરપકડ થયા પછી કારણનો ખુલાસો થયો છે.
    - પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

    17 વર્ષ પહેલાં થયા હતા શરીફાના લગ્ન


    - 15 વર્ષના જૈમ મોહમ્મદે જણાવ્યું કે, તેમનો દીકરો અહીં સરકારી સ્કૂલમાં ધોરણમાં 9માં ભણતો હતો. માના પહેલાં લગ્ન અંદાજે 17 વર્ષ પહેલાં થયા હતા.
    - દીકરાએ જણાવ્યું કે, મા અને પિતાની વચ્ચે અણબન હોવાના કારણે માએ મખન સિંહ સાથે બીજા લગ્ન કરી લીધા હતા. માને તે લગ્નથી 4 દીકરીઓ હતી. તે છોકરીઓ નાની પાસે રહેતી હતી.
    - 6 વર્ષ પહેલાંએ મખન સિંહ પાસેથી તલાક લઈને દુહડે કોલોનીમાં રહેવા લાગી હતી. મખન સિંહ આ વાતથી નારાજ હતો અને માને સબક શીખવવાની વાત કરતો હતો. અંતે આજે મખન સિંહે મારી માતાની હત્યા કરી દીધી હતી.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધીત તસવીરો

  • ચાર દીકરીઓની માએ કર્યા ત્રીજા લગ્ન| Husband Murdered His Wife
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    દીકરાએ સમગ્ર ઘટનાનો કર્યો ઉલ્લેખ
  • ચાર દીકરીઓની માએ કર્યા ત્રીજા લગ્ન| Husband Murdered His Wife
    પોલીસ તપાસ શરૂ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending