Home » National News » Latest News » National » Discontent of allies may burn BJP in 2019 Lok Sabha election

મોદી સાથેના ઉદ્ધવ-ચંદ્રબાબુની બગડતી કેમેસ્ટ્રીથી ખોરવાશે NDAનું ગણિત

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 12:41 PM

શિવેસના અને TDPએ ભાજપ સાથે છેડો ફાડતાં શિવસેનાના 18 અને TDPના 16 સાંસદોનો ઘટાડો NDAમાંથી થયો છે.

  • Discontent of allies may burn BJP in 2019 Lok Sabha election

    નેશનલ ડેસ્કઃ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ પર અડગ આંધ્રના CM ચંદ્રબાબુ નાયડૂ સાથે વડાપ્રધાન ગુરૂવારે વાત કરી હતી. પરંતુ આ વાતચીતનું પણ કોઈજ પરિણામ નથી આવ્યું. ગુરૂવારે સાંજે જ TDPના બે મંત્રીઓએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી રાજીનામું આપ્યું હતું. જેનાથી ધારણા લગાવવામાં આવી રહી છે કે ચંદ્રબાબુ નાયડૂ સાથે વડાપ્રધાનની વાતચીત પછી પણ કોઈ રસ્તો નથી નીકળ્યો. જો કે પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ NDAમાં બની રહેશે. પરંતુ તેનો સીધો સંકેત એ જ છે કે NDAમાં ભાજપની પોતાના સાથી પક્ષોથી નારાજગી ચાલી રહી છે. ઉદ્ધવ ઠાકરે, ચંદ્રબાબુ નાયડૂ અને હવે આ નામમાં નીતીશ કુમાર, મહેબૂબા મુફ્તી કે પ્રકાશસિંહ બાદલનું નામ પણ જોડાય શકે છે. ત્યારે મોદી સાથેની ઉદ્ધવ-ચંદ્રબાબુની બગડતી કેમેસ્ટ્રીથી NDAનું ગણિત ખોરવાયું છે. પરિણામે 2019માં ફરી સત્તા હાંસલ કરવાની વાત ભાજપ અને મોદી-શાહની જોડી માટે કપરી સાબિત થઈ શકે છે.

    2014થી 2018માં સુધી વિખરાયાં સૌ એક એક કરતાં


    - વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં મોદી લહેરને કારણે ભાજપ એકલા હાથે બહુમત માટે જરૂરી 272 સીટથી 10 બેઠક વધુ હાંસલ કરી હતી.
    - જ્યારે NDAમાં સામેલ બે ડઝનથી પણ વધુ પક્ષોએ કુલ મળીને 54 લોકસભા સીટ જીતી હતી. એટલે ભાજપની 282 સીટમાં સાથી પક્ષોની 54 સીટ જોડાવવાથી 335નો આંકડો બન્યો હતો.
    - પરંતુ લોકસભાના ચૂંટણીને એક વર્ષ બાકી છે ત્યાં આંકડાની આ રમતમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.
    - શિવેસના અને TDPએ ભાજપ સાથે છેડો ફાડતાં શિવસેનાના 18 અને TDPના 16 સાંસદોનો ઘટાડો NDAમાંથી થયો છે.

    - ત્યારે અચ્છે દિનની વાત કરી સત્તા પર આવેલા ભાજપના સારા દિવસો પૂરાં થવા જઈ રહ્યાં છે.

    આગળ વાંચો 2019 પહેલાં શું મુશ્કેલી પડી શકે છે?

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ