Home » National News » Latest News » National » monsoon session 2018 has been most productive since 2000 passed 12 of 20 bills

લોકસભામાં છેલ્લાં 18 વર્ષમાં સૌથી વધુ કામ થયું: ચોમાસું સત્રમાં સરકાર 20 બિલ લાવી, 12 પાસ

Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 11:37 AM

પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ મુજબ, લોકસભામાં કામના કલાકની તુલનાએ 110% અને રાજ્યસભામાં 66% કામ થયું

  • monsoon session 2018 has been most productive since 2000 passed 12 of 20 bills

    નવી દિલ્હીઃ સંસદના આ મોનસૂન સત્રમાં લોકસભામાં વર્ષ 2000 પછી સૌથી વધુ કામ થયું. સરકારે 18 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી ચાલનારા સત્રમાં 20 બિલ રજૂ કર્યાં, જેમાંથી 12 બિલ પાસ થયા છે. પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ મુજબ, લોકસભામાં કામના કલાકની તુલનાએ 110% અને રાજ્યસભામાં 66% કામ થયું, જ્યારે કે 2000માં લોકસભામાં પ્રોડક્ટિવિટી 91% હતી.

    રિસર્ચ મુજબ લોકસભામાં 50% અને રાજ્યસભામાં 48% સમય કામકાજમાં ખર્ચ થયો. આ 16મી લોકસભામાં બંને ગૃહમાં અત્યારસુધીમાં સૌથી વધુ કામ છે. તો 2004 પછી બીજી વખત સૌથી વધારે છે. 26% બિલ સંસદીય સમિતિને મોકલવામાં આવ્યાં. જેની તુલનાએ 15મી લોકસભામાં 71% અને 14મી લોકસભામાં 60% બિલ મોકલવામાં આવ્યાં હતા.

    16મી લોકસભાના પ્રશ્નકાળમાં પ્રોડક્ટિવિટી સૌથી વધારે રહી


    આ ચોમાસું સત્રના પ્રશ્નકાળમાં લોકસભામાં 84 ટકા અને રાજ્યસભામાં 68 ટકા પ્રોડક્ટિવિટી નોંધવામાં આવી છે. 16મી લોકસભામાં આ સૌથી વધારે છે. 16મી લોકસભામાં અત્યાર સુધી સૌથી વધુ બિલ કાયદા મંત્રાલય અને સ્વાસ્થય મંત્રાલય તરફથી લાવવામાં આવ્યા છે. જ્યારે 2015માં નાણા વિભાગ, ગૃહ મંત્રાલય અને કાયાદા મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

    સત્રમાં 17 બેઠકો થઈ


    લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને જણાવ્યું કે, આ ચોમાસું સત્ર દરમિયાન 17 બેઠકો થઈ છે, જે 112 કલાક ચાલી છે. સત્રમાં સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા અવિશ્વાસપ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો હતો. તેના વિશે 11 કલાક 46 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી. સત્રમાં એસસી-એસટી અત્યાચાર નિવારણ સંશોધક બિલ 2018, અપરાધિક વિધિ બિલ 2018, ભાગેડુ આર્થિક અપરાધી નિવારણ બિલ 2018, માનવ તસ્કરી (નિવારણ, સંરક્ષણ અને પુનર્વાસ) બિલ, 2018 અને રાષ્ટ્રીય ખેલકૂદ વિશ્વવિદ્યાલય બિલ 2018 સહિત ઘણાં બિલ પાસ કરવામાં આવ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ