ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» How Nipah Virus came to India, How Bats affect Humans answers from Researchers

  ભાસ્કર વિશેષઃ કેરળમાં ચામાચીડિયાએ તાડીથી ફેલાવ્યો નિપાહ- વૈજ્ઞાનિક

  Divyabhaskar.com | Last Modified - May 23, 2018, 06:04 PM IST

  કેરળમાં નિપાહ વાયરસથી એક અઠવાડીયામાં જ 10 લોકોના મોત થયા છે. જ્યારે 17 લોકો આનાથી સંક્રમિત છે.
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી/તિરુવનંતપુરમઃ કેરળમાં નિપાહ વાયરસના કારણે એક અઠવાડીયામાં જ 10 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 17 લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા છે. કહેવાય છે કે કેરળમાં આ વાયરસ પાણીના કુંવો, ચામાચીડિયા દ્વારા ખાવામાં આવેલા ફળો અને તાડીથી ફેલાયો છે. આ વાયરસ કેરળ કઈ રીતે પહોંચ્યો? હજુ સુધી આની કોઈ જ વેક્સીન કેમ બની નથી? આ ડિસેમ્બર અને મે માસમાં જ કેમ સક્રિય થાય છે? એવાં અનેક સવાલોના જવાબ જાણવા માટે ભાસ્કરે મલેશિયાના પ્રોફેસર ચુઆ કો બિંગ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીફન લુબી સાથે સંપર્ક સાધ્યો. પ્રોફેસર બિંગે 1999માં સૌથી પહેલાં આ વાયરસને મલેશિયામાં શોધ્યો હતો. પ્રોફસર લુબી તે વૈજ્ઞાનિક છે જેઓએ બાંગ્લાદેશમાં આની શોધ કરી હતી. તેઓ છેલ્લાં 10 વર્ષથી આ અંગે રિસર્ચ પણ કરી રહ્યાં છે. સ્ટેનફોર્ડ સેન્ટર ફોર ઈનોવેશન ઈન ગ્લોબલ હેલ્થમાં રિસર્ચ ડાયરેક્ટર પ્રોફેસર લુબી સાથે થયેલી વાતચીતના કેટલાંક અંશ...

   નિપાહ વાયરસ કેરળમાં જ કેમ જોવા મળ્યો?
   પ્રોફેસર લુબીઃ
   નિપાહ દક્ષિણ એશિયામાં જોવા મળતાં એક મોટા આકારના ચામાચીડિયાને કારણે ફેલાય છે. જેને ઈન્ડિયન ફુટ બેટ એટલે કે ફળભક્ષી ચામાચીડિયું પણ કહેવાય છે. ભારતના દક્ષિણી રાજ્યો ખાસકરીને કેરળમાં આ ચામાચીડિયા મોટા પ્રમાણમાં છે જે શ્રીલંકા સુધી ફેલાયેલાં છે. કેરળમાં મળતી માહિતીથી ખ્યાલ આવે છે કે આ વાયરસના વાહક ચામાચીડિયા છે. આ અંગે વધુ રિસર્ચ કરવામાં આવશે.

   આ વાયરસના વાહક ચામાચીડિયાનું મોત કેમ નથી થતું?

   પ્રોફેસર લુબીઃ રાત્રે નીકળતા આ ફળભક્ષી ચામાચીડિયાના શરીરમાં એક વિશેષ પ્રકારના એન્ટીબોડીઝ મળે છે. આ કારણે જ નિપાહ વાયરસ ચામાચીડિયાને પ્રભાવિત નથી કરી શકતા. આ વાયરસ ચામાચીડિયાના શરીરમાં સુપ્ત અવસ્થામાં જોવા મળે છે, જેને શેડિંગ કહેવાય છે. જ્યારે ચામાચીડિયું કોઈ ફળ ખાય છે કે તાડી પીવે છે તો વાયરસ ચામાચીડિયામાંથી તેમાં પ્રસારિત થઈ જાય છે. આ વાયરસ ચામાચીડિયાના મળ-મૂત્રથી પણ બીજા જીવો અને ખાસ કરીને સ્તનધારિઓને સંક્રમિત કરી શકે છે. સંક્રમિત હોવાથી અજબ પ્રકારનો તાવ આવે છે જેનો યોગ્ય સમયે જો ઈલાજ ન થાય તો તે જીવલેણ પણ બની શકે છે.

   કહેવાય છે કે કેરળમાં આ વાયરસ ફળોના કારણે ફેલાયો, એવાં કયા ફળ છે જેને ખાવાથી ખતરો છે?
   પ્રોફેસર લુબીઃ
   ફળોને મોટા પ્રમાણમાં લોકો ખાતા હોય છે. તેથી આ વાયરસ સહેલાયથી ફેલાય છે. પરંતુ જરૂર નથી કે દર વખતે ઈન્ફેકશનનું કારણ ફળ જ હોય. બાંગ્લાદેશમાં જ્યારે આ વાયરસનો ફેલાવો થયો તો તેનું કારણ તાડી હતું. મને લાગે છે કે કેરળમાં ફળથી વધુ તાડી જ વાયરસ ફેલાવવાનું મુખ્ય કારણ હોય શકે છે.

   કાચી તાડીથી આ વાયરસનું શું કનેકશન છે?
   પ્રોફેસર લુબીઃ
   કેરળમાં કેટલાંક એવાં લોકો પણ સંક્રમિત થયા છે જેઓએ ફોર્મેટ કરેલી તાડી પીધી હતી. ચામાચીડિયા મીઠી વસ્તુ જેમ કે તાડી તરફ વધુ આકર્ષિત થાય છે. ચામાચીડિયા રાત્રે નીકળે છે અને તે સમયે તાડી વધુ પીવે છે. જે સમયે તાજી તાડી ઝાડમાંથી વાસણમાં કાઢવામાં આવે છે તે સમયે વાયરસ ચામાચીડિયાના શરીરમાંથી તાડીમાં પ્રસારિત થઈ જાય છે.

   આ વાયરસથી આવતા તાવને રોકવા વેક્સીન હજુ સુધી કેમ તૈયાર થયું નથી?
   પ્રોફેસર લુબીઃ
   વેક્સીન તૈયાર કરવા માટે ઘણાં પૈસાની જરૂર હોય છે. નિપાહ વાયરસના સંક્રમણના મામલે મોટા પાયે ત્રણ દેશો- મલેશિયા, ભારત અને બાંગ્લાદેશમાં જોવા મળ્યાં છે. શક્ય છે કે આ જ કારણ છે કે સીમિત વિસ્તારમાં ઓછી સંખ્યા હોવાને કારણે આ વાયરસની વેક્સીન તૈયાર કરવા માટે મોટું બજેટ નથી. જો કે આની વેક્સીનને બનાવવા માટે હાલમાં જ જાહેરાત કરાઈ છે. આ માટે કોએલેશન ફોર ઈપિડેમિક પ્રિપેયર્ડનેસ ઈનોવેશન્સ (CEPI) નામનું સંગઠન ફંડ ભેગું કરવાનું કામ કરે છે.

   નિપાહ સૌથી વધુ ડિસેમ્બર અને મે મહિનામાં કેમ પ્રભાવિત કરે છે?
   પ્રોફેસર લુબીઃ
   આ વાયરસ આ મહિનાઓમાં એટલા માટે સૌથી વુધ પ્રભાવિત કરે છે કારણ કે આ મોસમાં તાડી સૌથી વધુ બને છે. ગરમી અને ભેજવાળા આ મોસમમાં ચામાચીડિયા તાડીની ગંધથી આકર્ષિત થાય છે અને તેને પીવે છે અને જ્યારે તે તાડી કોઈ વ્યક્તિ પીવે છે તે તે પણ સંક્રમિત થઈ જાય છે.

   અત્યાર સુધી નિપાહ વાયરસમાં આપને શું બદલાવ જોયા છે?
   પ્રોફેરસ લુબીઃ
   અત્યાર સુધી જે મામલા સામે આવ્યા છે તે મુજબ આ વાયરસમાં કોઈ ફેરફાર નથી દેખાયા. વાયરસનો જે સ્ટ્રેન મલેશિયામાં સંક્રમણ દરમિયાન જોવા મળ્યો તો તે જ બાંગ્લાદેશમાં મામલો સામે આવતા જોવા મળ્યો હતો. પરંતુ દર્દીઓમાં તેની ગંભીરતાને લઈને અનેક ફેરફાર જોવા મળ્યા છે. કેરળમાં હાલ આ દિશામાં કામ કરવાનું બાકી છે.

   આ સંક્રમણથી બચવા માટે કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ?
   પ્રોફેસર લુબીઃ
   સૌથી જરૂરી વાત છે કે કાચી અને ફર્મેંટેડ બંને પ્રકારની તાડી પીવાથી બચો. લોકો જેમને સંક્રમણ છે તેમનાથી દૂર રહે. કોઈપણ કારણથી જો સંક્રમિત લોકોના સંપર્કમાં આવો તો મેડિકેટેડ સાબુથી સારી રીતે હાથ-પગ ધૂઓ.

   અપડેટઃ કેરળમાં નવી થિયરીમાં શક નાના ચામાચીડિયા ઉપર પણ

   કેરળમાં નિપાહ વાયરસથી સૌથી પહેલા એક પરિવારના ત્રણ સભ્યો સંક્રમિત થયા. તપાસ બાદ એક્સપર્ટનું કહેવું છે કે સંક્રમણનું કારણ તેમના આંગણાંમાં બનેલો કૂવો છે જેમાં નિપાહ વાયરસ મળ્યા છે. ત્યારબાદ સાયન્ટિસ્ટ આ દિશામાં કામ કરી રહ્યા છે કે ક્યાંક આ વાયરસ નાના આકારના ચામાચીડિયામાં પણ નથી જોવા મળતો ને. બીજિંગની ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સના રિસર્ચ સ્કોલર શ્રીહરિ રમન મુજબ, કેરળમાં લગભગ ચામાચીડિયાની 50 પ્રજાતિ છે જેમાંથી 6 પ્રજાતિ ફળલક્ષી છે અને ત્રણ સામાન્ય પ્રજાતિઓ છે. લગભગ 8 સેન્ટિમિટરથી નાના આકારના સ્તનધારી ચામાચિડીયા સમગ્ર દેશમાં મળી આવે છે. અંધારી જગ્યાઓ, કૂવા, ગુફા અને જંગલમાં રહેનારા આ ચામાચીડિયાને વેમ્પાયર પણ કહેવામાં આવે છે જે મેગાડર્મા સ્પાજ્મા ફેમિલિ સાથે સંબંધ ધરાવે છે.

   બચાવ માટે એક્સપર્ટ ગાઈડ

   બાંગ્લાદેશના ખ્વાજા યૂનુસ અલી મેડિકલ કોલેજ જર્નલે પણ આ વાયરસના સંક્રમણી બચવા માટે એક ગાઇડલાઇન જાહેર કરી છે. આ જર્નલ મુજબ 5 વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
   1. સંક્રમિત ક્ષેત્રોમાં સુવર, ઘોડા અને ચામાચીડિયા જેવા જનાવરોથી દૂર રહો.
   2. સંક્રમણનો ખતરો ઓછો કરવા માટે હાથોને મેડિકેટેડ સાબુથી ધુવો.
   3. ઝાડ પરથી નીચે પડેલા, પક્ષીઓના ચાંચ મારેલા કે નુકસાન પામેલા ફળોને ખાવાથી બચો.
   4. સાફ-સફાઈ માટે સોડિયમ હાયપોક્લોરાઇડ કેમિકલનો ઉપયોગ કરવો જરૂર છે.
   5. તાવ કે કોઈપણ પ્રકારના વાયરસ સંક્રમણના લક્ષણ દેખાતા તાત્કાલિક ડોક્ટરની પાસે જાઓ.

   તપાસ માટે ટેસ્ટ છે જરૂરી

   જર્નલ મુજબ સંક્રમણની પુષ્ટિ માટે કેટલાક ટેસ્ટ કરાવવામાં આવે છે. જેમાં સેરોલોજી, હિસ્ટોપેથોલોજી, પીસીઆર એન્ડ વાયરલ આઇસોલેશન, સીરમ ન્યૂટ્રિલાઇઝેશન ટેસ્ટ અને એલાઇજા ટેસ્ટ સામેલ છે.

   ભારતમાં વેક્સીન પર કામ ચાલુ

   જર્નલ મુજબ અત્યાર સુધી આ વાયરસથી બચવા માટે કોઈ વેક્સીન નથી તૈયાર થઈ શકી. પરંતુ ભારત, બાંગ્લાદેશ અને થાઇલેન્ડમાં વેક્સીન તૈયાર કરવાને લઈને સતત કામ કરવામાં આવી રહ્યું છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: How Nipah Virus came to India, How Bats affect Humans answers from Researchers
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `