ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Karnataka Election: JDS may become king maker in assembly election may stop BJP Congress

  કર્ણાટક: JDSનો વોટશેર 2% વધ્યો તો બીજેપી-કોંગ્રેસને અટકાવી શકશે

  divyabhaskar.com | Last Modified - May 09, 2018, 11:03 AM IST

  કર્ણાટક વિધાનસભા ચૂંટણીના મોટાભાગના પ્રી-પોલ સર્વેમાં કોઇપણ પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી આપવામાં આવ્યો
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના મોટાભાગના પ્રી-પોલ સર્વેમાં કોઇપણ પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી આપવામાં આવ્યો. જો આ સર્વે સાચો સાબિત થાય છે તો જનતાદળ સેક્યુલર નિર્ણાયક ભૂમિકામાં રહેશે. બે પરિસ્થિતિમાં બીજેપી અને કોંગ્રેસને પડકાર મળી શકે છે. પહેલી- છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં જેડીએસ 16 એવી સીટ્સ પર હારી હતી, જ્યાં માર્જિન 5000થી ઓછું હતું. આ વખતે બસપા, એનસીપી, ટીઆરએસ અને ઓવૈસીની એઆઇએમઆઇએમની મદદથી જો તે આ સીટોને જીતમાં બદલી નાખે છે તો તેની સીટ્સનો આંકડો વધી જશે. બીજી- છેલ્લી ત્રણ ચૂંટણીનો ટ્રેન્ડ જોઇએ તો કોઇપણ પાર્ટીના વોટશેરમાં ફક્ત 1થી 4 ટકાના ઉછાળા પર જ સીટ્સનો મોટો ફાયદો થાય છે. એવામાં જેડીએસના મામલે આ ઉછાળો આવ્યો તો કોઇને પણ સ્પષ્ટ બહુમત નહીં મળે.

   પાછલી ચૂંટણીમાં 16 એવી સીટ્સ જ્યાં જેડીએસ ફક્ત 5 હજાર વોટ્સના અંતરથી હારી
   હારનું માર્જિન વોટ હારેલી સીટ્સ
   5000 સુધી 16
   5001 થી 10000 12
   10001 થી 20,000 10
   આ ચૂંટણીમાં જો જેડીએસ ગયા વખતે 5000 વોટ્સથી હારેલી સીટ્સ પર જીતી તો તેને 16 સીટ્સનો ફાયદો થઇ શકે છે
   - તેમાંથી પણ 5 સીટ્સ એવી છે જે જેડીએસ પોતાના ગઢ દક્ષિણ કર્ણાટક (ઓલ્ડ મૈસૂર રીજન)માં હારી હતી. અહીંયા તેની જીતની અપેક્ષા ઘણી વધારે છે. આ વિસ્તારની કુલ 60 સીટોમાંથી ગયા વખતે જેડીએસને 25 સીટ્સ મળી હતી.
   - રાજ્યમાં વોક્કાલિગાની કુલ વસ્તી આશરે 11% છે. દક્ષિણ કર્ણાટક તેમનો ગઢ છે. જેડીએસના મુખિયા અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગોડા પણ આ સમુદાયમાંથી છે. આ કારણે પાર્ટી અહીંયા ઘણી મજબૂત છે.
   4 પાર્ટીઓ સાથે જેડીએસનું ગઠબંધન
   - આ વખતે જેડીએસને પહેલીવાર એકસાથે ચાર દળોનું સમર્થન મળ્યું છે. તેણે બસપા, એનસીપી, ટીઆરએસ અને ઓવૈસીની એઆઇએમઆઇએમ સાથે ગઠબંધન કર્યું છે. છેલ્લી ચાર ચૂંટણીઓમાં આ તમામનો વોટશેર 1થી 2% સુધી રહી. જેડીએસને તેનો ફાયદો મળી શકે છે.
   - સૌથી વધુ ફાયદો બસપા સાથે ગઠબંધનથી થશે. કારણકે, ગઇ ચૂંટણીમાં માયાવતીની પાર્ટીએ 224 સીટોમાંથી 175 પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. દરેક સીટ પર તેમને આશરે 1% વોટ્સ મળ્યા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Karnataka Election: JDS may become king maker in assembly election may stop BJP Congress
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top