ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ભારતની માથાદીઠ રોજની આવક રૂ. 323, પેટ્રોલનો ખર્ચ રૂ. 12| Indias per head daily income is Rs. 323, petrol-diesel expence around Rs 12. per day

  ભારતની માથાદીઠ રોજની આવક રૂ. 323, પેટ્રોલ-ડિઝલનો ધુમાડો રોજ રૂ. 12નો

  divyabhaskar.com | Last Modified - May 26, 2018, 10:45 AM IST

  સળંગ 11મા દિવસે થયેલા ભાવવધારાએ ભારતીયોના ખિસ્સામાં આગ ભડકાવી
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ સતત 11મા દિવસે વધેલા પેટ્રોલના ભાવ હવે મધ્યમવર્ગના ખિસ્સામાં આગ ભડકાવી રહ્યા છે. શુક્રવારે થયેલા ભાવવધારા સાથે દેશમાં પહેલી જ વાર પેટ્રોલનો ભાવ રૂ. 85ના કમરતોડ આંકડે પહોંચ્યો છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીએ આ ભાવ અસહ્ય તો છે જ, પરંતુ માથાદીઠ આવકના હિસાબે જોઈએ તો સરેરાશ ભારતીયની આવક રૂ. 323 છે, જેમાંથી રોજના રૂ. 12 તો પેટ્રોલ-ડિઝલ પાછળ જ ખર્ચાઈ રહ્યા છે.

   સળંગ 11મા દિવસે ઝિંકાયેલા નવા ભાવવધારા મુજબ પેટ્રોલની કિંમતમાં 36 પૈસા વધતાં દિલ્હીમાં ભાવ રૂ.77.83 પ્રતિ લિટર થયો છે. એ જ રીતે ડીઝલમાં પણ 22 પૈસા વધવાથી તેનો ભાવ 68.75 પ્રતિ લિટર થયો છે. અમદાવાદમાં પણ પેટ્રોલ રૂ.76.77 પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે જ્યારે ડીઝલ તો રૂ.73ને વટાવીને રૂ.73.51 પર ચાલે છે, જે અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમત છે.

   માથાદીઠ આવકના હિસાબે ભારતીયોનું તેલ નીકળે છે

   ભારતમાં જીવન નિર્વાહ માટે દૈનિક આવક આશરે 4.77 ડોલર એટલે કે રૂ.323.20 છે. ભારતનો પેટ્રોલનો રોજનો વપરાશ 9 કરોડ 12 લાખ લિટર છે. પેટ્રોલનો ભાવ 77 રૂ. ગણીએ અને તેને ભારતની કુલ વસ્તીથી વિભાજિત કરીએ તો પેટ્રોલ પાછળ રોજ થતો માથાદીઠ ખર્ચ રૂ. 5.62 છે.

   એ જ રીતે ડિઝલનો રોજિંદો વપરાશ આશરે 11 કરોડ લિટર છે. ડિઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. 73 ગણીએ તો ડિઝલના વપરાશ પાછળ ભારતમાં માથાદીઠ ખર્ચ રોજનો રૂ. 6.48 થાય છે. એ હિસાબે રોજની રૂ. 323ની માથાદીઠ કમાણીમાંથી રૂ. 12 તો માત્ર પેટ્રોલ-ડિઝલમાં જ ધૂમાડો થઈ જાય છે.

   પહેલીવાર પેટ્રોલનો ભાવ રૂ.85ની ઉપર

   મુંબઇમાં પેટ્રોલનો ભાવ રૂ.85.65 અને ડીઝલ રૂ.73.20 પ્રતિ લિટરના ઐતિહાસિક સ્તર પર પહોંચ્યા છે. હૈદરાબાદ અને રાયપુરમાં ડીઝલના ભાવ પહેલીવાર 74 રૂપિયાની સપાટીની ઉપર પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ઓઇલ કંપનીઓએ કર્ણાટકની ચૂંટણી અગાઉ 18 દિવસો સુધી કિંમતો વધારી ન હતી તેનું નુકસાન હવે વસૂલી રહી છે.

   વધુ માહિતી માટે જુઓ આગળના ઈન્ફોગ્રાફિક્સ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ભારતની માથાદીઠ રોજની આવક રૂ. 323, પેટ્રોલનો ખર્ચ રૂ. 12| Indias per head daily income is Rs. 323, petrol-diesel expence around Rs 12. per day
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `