ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» India Loses 106 Leopards In 2 Months

  છેલ્લા બે મહિનાથી ભારતમાં રોજ એક દીપડો મોતને ભેટે છે

  DivyaBhaskar.com | Last Modified - Mar 06, 2018, 10:08 AM IST

  વર્ષ 2017માં કુલ 431 દીપડાનાં મોત થયાં હતાં. જેમાં 159 દીપડાનાં મોત શિકારને કારણે કારણે થયાં હતાં.
  • છેલ્લા બે મહિનાથી ભારતમાં રોજ એક દીપડો મોતને ભેટે છે
   નૅશનલ ડૅસ્કઃ વર્ષ 2018ની શરૂઆતનાં 2 મહિનામાં જ ભારતમાં 106 દીપડાનાં મોત નીપજ્યાં છે. ‘વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન સોસાયટી ઑફ ઇન્ડિયા’ એ આ શૉકિંગ આંકડા આપ્યા છે. સૌથી વધારે દીપડાનાં મોત શિકારને કારણે થયાં છે. માત્ર 12 દીપડાનાં મોત કુદરતી રીતે થયાં છે. 18 રાજ્યોમાં દીપડાનાં મોતનો સર્વે કર્યા પછી આ વિગતો બહાર આવી છે. જેમાં ઉત્તરાખંડમાં 24, મહારાષ્ટ્રમાં 15 અને રાજસ્થાનમાં 11 દીપડાનાં મોત થયાં છે. રિપોર્ટ મુજબ વર્ષ 2017માં કુલ 431 દીપડાનાં મોત થયાં હતાં. જેમાં 159 દીપડાનાં મોત શિકારને કારણે કારણે થયાં હતાં. વર્ષ 2016માં લગભગ 450 દીપડાનાં મોત થયાં હતાં. જેમાં 127 દીપડાનાં મોત શિકારને કારણે થયાં હતાં. દીપડાનો બેફામ શિકાર થવા પાછળનું કારણ છે તેની ચામડી. તેની ચામડી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અત્યંત ઊંચા ભાવે વેચાય છે. તે ઉપરાંત દીપડાનાં અન્ય અંગોની પણ માગ સૌથી વધારે રહે છે. ભારતમાં શિકારીઓ દીપડાની ચામડી ત્રણથી ચાર લાખમાં વેચે છે. ત્યારબાદ દીપડાની ચામડી નેપાળ અને અન્ય પાડોશી દેશોમાં પહોંચે છે. ત્યારે તેની કિંમત વધીને આઠથી દસ લાખ રૂપિયા પર પહોંચે છે . ત્યાંથી આ ચામડીને ચીન પહોંચાડવામાં આવે છે. ચીનના ગ્રે માર્કેટ્સમાં દીપડાની ચામડીની કિંમત 40થી 50 લાખ સુધી પહોંચી જાય છે. ‘વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન સોસાયટી’ મુજબ દીપડાનાં મોતનાં 10 સંભવિત કારણો છે. ચાલુ વર્ષે 106 દીપડાનાં મોતમાંથી 36 દીપડાનાં મોતનું કારણ સ્પષ્ટ નથી. આમાંથી 23ના મોત પાછળ કારણમાં ચામડી, હાડકાં અને ખોપડી મળી આવ્યાં છે. પરંતુ તેનાથી એ સ્પષ્ટ નથી કે તેમનું મોત કુદરતી રીતે થયું છે. બની શકે કે દીપડાનાં અગત્યનાં અંગ કાઢી મડદું ફેંકી દીધું હોય. આમાંથી 18 બાબતો એવી છે જે સ્પષ્ટ રીતે શિકાર કરાયું હોય તેવો ઈશારો કરે છે. અમુક દીપડાનાં શરીર પર બંદૂકની ગોળીનાં નિશાન મળ્યાં છે અને શરીરમાં ઝેરના અવશેષ મળ્યા છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન આઠ દીપડાના મોત ટ્રેન-રોડ દુર્ઘટનામાં થયાં છે. બે દીપડાનાં મોત સારવાર દરમિયાન, એકનું મોત કરંટ લાગવાથી અને ઉત્તર પ્રદેશમાં એકનું મોત પોલીસની ગોળીથી થયું છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને ગુજરાતમાં 4 દીપડાને શિકારી પાસેથી છોડાવાયા છે. વક્રતા એ છે કે ભારતીય દીપડા આંતરરાષ્ટ્રીય સરંક્ષણની યાદીમાં સામેલ છે. જે રીતે તેનો શિકાર થઈ રહ્યો છે, એ જોતાં ભારતમાંથી દીપડા લુપ્ત થઈ જાય તે બહુ દૂરની વાત નથી. દીપડાના મોતની સાથોસાથ ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં 184 સિંહોનાં પણ મૃત્યુ થયાં છે. 2016માં 104 અને 2017માં 80 સિંહોનાં મોત થયાં હતાં.
  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: India Loses 106 Leopards In 2 Months
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top