ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» How storm reaches mediterranean sea to delhi know about weather

  તુર્કી પાસે સમુદ્રમાં ઉઠે છે તોફાન, પછી કાશ્મીર થઇને ઉત્તર ભારત આવે છે

  divyabhaskar.com | Last Modified - May 08, 2018, 11:46 AM IST

  કાશ્મીરથી લઇને ઝારખંડ સુધી દેશના 13 રાજ્યોમાં છેલ્લા લગભગ પાંચ દિવસોથી આંધી-તોફાનની પરિસ્થિતિ છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: કાશ્મીરથી લઇને ઝારખંડ સુધી દેશના 13 રાજ્યોમાં છેલ્લા લગભગ પાંચ દિવસોથી આંધી-તોફાનની પરિસ્થિતિ છે. હવામાન વિભાગ પ્રમાણે, એપ્રિલથી મેની વચ્ચે દર વર્ષે આંધી-તોફાનની પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ આ વખતે તેની તીવ્રતા ઘણી વધારે છે. આ તોફાન સૌથી પહેલા યુરોપ અને આફ્રિકાની વચ્ચે આવેલા ભૂમધ્ય સાગર (મેડિટેરિયન સી)માં 25 ડિગ્રીથી વધુ તાપમાન થવા પર ઉઠે છે. ત્યાંથી તે તુર્કી, ઇરાક, ઇરાન થઇને જમ્મુ-કાશ્મીર પહોંચે છે. અહીંયા પહાડો સાથે અથડાઇને તે દિલ્હી બાજુ વળી જાય છે. ત્યારબાદ તે રસ્તામાં આવતા દેશના દરેક રાજ્યને અસર કરે છે.

   4 પોઇન્ટ્સમાં જાણો તેના વિશે

   1) તાપમાન વધવાથી ભૂમધ્ય સાગરમાં ઉઠે છે ઊંચી લહેરો

   - યુરોપ તેમજ આફ્રિકાના મધ્યમાં આવેલા ભૂમધ્ય સાગરમાં જ્યારે સમુદ્રનું તાપમાન 25થી 29 ડિગ્રી સેલ્સિયસ પહોંચી જાય છે, ત્યારે ઘણા મીટર ઊંચી લહેરો ઊઠવા લાગે છે. તેનાથી સમુદ્રી તોફાનની સ્થિતિ સર્જાય છે. આ કારણે 33 હજાર ફૂટની ઊંચાઇ સુધી ભેજ આકાશમાં ઉઠવા લાગે છે.

   2) વચ્ચે મેદાની વિસ્તાર ન હોવાથી સીધો ભારત પહોંચે છે

   - આ હવાઓ તુર્કી, ઇરાક, ઇરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનથી થઇને ભારતના જમ્મુ-કાશ્મીરમાં પહોંચે છે. અહીંયા 20 હજાર ફૂટની ઊંચાઇ સુધી આવેલા પહાડો સાથે તે અથડાય છે.

   - તુર્કી, ઇરાક, ઇરાન, અફઘાનિસ્તાન મેદાની વિસ્તાર છે. એટલે આ હવાઓ ત્યાં નથી રોકાતી.

   3) જમ્મુ-કાશ્મીરથી દિલ્હી આવે છે હવાઓ

   - જમ્મુ-કાશ્મીર પહોંચ્યા બાદ પહાડો સાથે અથડાઇને આ હવાઓની દિશા બદલાઇ જાય છે.

   - આ હવાઓ ફરી ઉત્તર ભારતના પહાડી અને મેદાની વિસ્તાર તરફ વળી જાય છે, જેનાથી રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના હવામાનમાં પરિવર્તન આવે છે.

   4) આવી રીતે આગળ વધશે

   - હવામાન વિભાગ પ્રમાણે, દિલ્હીથી આ હવાઓ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થઇને કર્ણાટક તરફ જશે. જોકે, ત્યારે હવાઓની ગતિ ધીમી થઇ જશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: How storm reaches mediterranean sea to delhi know about weather
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top