257 લોકોની હત્યાનો આરોપી અને ડી ગેંગનો મેનેજર ફારૂક ટકલા કોણ છે?

1993 બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી અને મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમનો સાગરીત ફારૂક ટકલાની ધરપકડથી અનેક ખુલાસાઓ થશે.

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 04:44 PM
Farooq Takla was in touch with Pakistani Intelligence agency ISI

1993 બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી અને મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમનો સાગરીત ફારૂક ટકલાની ધરપકડથી અનેક ખુલાસાઓ થશે. ત્યારે ભારતીય ગુપ્તચર એજન્સીનું માનવું છે કે ફારૂક ટકલા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના સંપર્કમાં પણ હતો.

નેશનલ ડેસ્કઃ 1993 બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી અને મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમનો સાગરીત ફારૂક ટકલાની ધરપકડથી અનેક ખુલાસાઓ થશે. ત્યારે ભારતીય ગુપ્તચર એજન્સીનું માનવું છે કે ફારૂક ટકલા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના સંપર્કમાં પણ હતો. તે વારંવાર દુબઈ અને કરાંચીની વચ્ચે યાત્રા કરતો હતો. આ ઉપરાંત ટકલા પાકિસ્તાન આવતાં ડી કંપનીના લોકોની પણ મદદ કરતો હતો.

D કંપનીના લોકોને કરતો હતો મદદ


- ભારતીય એજન્સીઓનું માનવું છે કે ફારૂક ટકલા UAEમાં પોતાનું નેટવર્ક મજબૂત કર્યું હતું.
- ફારૂક ટકલા દાઉદના ઈશારે સંયુક્ત આરબ અમીરાતમાં ગેંગના સભ્યોને તમામ પ્રકારની મદદ પુરી પાડતો હતો.
- પ્રાપ્ત થતી માહિતી મુજબ ફારૂક ટકલા દુબઈમાં દાઉદના ગેરકાયદેસરના વ્યવસાયની પણ દેખરેખ કરતો હતો.
- આ ઉપરાંત 93 મુંબઈ બ્લાસ્ટ સમયે વિસ્ફોટમાં સામેલ લોકોને મિટિંગ માટે દુબઈ લઈ જવા અને ત્યાં લોકોની વ્યવસ્થાનું કામ ફારૂક ટકલાએ જ સંભાળ્યું હતું.

આગળ વાંચો કઈ રીતે સંભાળતો હતો D કંપનીનું કામકાજ?

ટકલા મોહમ્મદ અહમદ મોહમ્મદ યાસી મંસૂરી ઉર્ફે લંગડાનો ભાઈ છે (ફાઈલ)
ટકલા મોહમ્મદ અહમદ મોહમ્મદ યાસી મંસૂરી ઉર્ફે લંગડાનો ભાઈ છે (ફાઈલ)

ટકલા હતો D કંપનીનો મેનેજર


- મુંબઈ વિસ્ફોટની સુનાવણી દરમિયાન દાખલ કરવામાં આવેલા આરોપ પત્રમાં ફારૂકની ભૂમિકાની જાણ થઈ હતી.
- ફારૂક ટકલા મોહમ્મદ અહમદ મોહમ્મદ યાસીન મંસૂરી ઉર્ફે લંગડાનો ભાઈ છે. તેને D કંપનીનો મેનેજર પણ માનવામાં આવે છે. 
- 93ના વિસ્ફોટ બાદ ટકલા ફરાર હતો. આ ઉપરાંત જેજે શૂટઆઉટ મામલે પણ પોલીસને તેની તલાશ હતી. 

 

આગળ વાંચો કઈ રીતે ઝડપાયો ટકલા?

95માં ફારૂક વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હતી
95માં ફારૂક વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હતી

આવી રીતે ઝડપાયો


- 1993 મુંબઈ બ્લાસ્ટનો આરોપી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો નજીક મનાતો ફારૂક ટકલાની ધરપકડ દુબઈમાંથી થઈ હતી. જ્યાંથી તેને ડિપોર્ટ કરી ગુરૂવારે વ્હેલી સવારે મુંબઈ લવાયો છે.
- 1995માં ફારૂક વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હતી.
- મુંબઈ વિસ્ફોટ પછી ફારૂક ટકલા ભારતમાંથી ભાગી ગયો હતો. અંતે 25 વર્ષ પછી ફારૂકને દુબઈથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુંબઈ લવાયો છે.

 

આગળ વાંચો કોણ છે ફારૂક ટકલા?

ફારૂક ટકલાને દાઉદનો જમણો હાથ માનવામાં આવે છે (ફાઈલ)
ફારૂક ટકલાને દાઉદનો જમણો હાથ માનવામાં આવે છે (ફાઈલ)

કોણ છે ટકલા?


- યાસીન મંસૂર મોહમ્મદ ફારૂક કે જેને ક્રાઈમની દુનિયામાં ફારૂક ટકલાના નામથી ઓળખવામાં આવે છે. જે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો ઘણો જ નજીકનો માનવામાં આવે છે. 
- ટકલાનો જન્મ 17 ફેબ્રુઆરી, 1961નાં રોજ મુંબઈમાં જ થયો હતો.
- ટકલા મોહમ્મદ અહમદ મોહમ્મદ યાસી મંસૂરી ઉર્ફે લંગડાનો ભાઈ છે.
- ટકલા વિરૂદ્ધ આતંકિ ષડયંત્ર, મર્ડર, આતંકિ પ્રવૃતિઓમાં સામેલ જેવાં અનેક આરોપો છે.
- જાણકારી મુજબ ફારૂકે જ મુંબઈ બ્લાસ્ટની યોજના તૈયાર કરી હતી.

X
Farooq Takla was in touch with Pakistani Intelligence agency ISI
ટકલા મોહમ્મદ અહમદ મોહમ્મદ યાસી મંસૂરી ઉર્ફે લંગડાનો ભાઈ છે (ફાઈલ)ટકલા મોહમ્મદ અહમદ મોહમ્મદ યાસી મંસૂરી ઉર્ફે લંગડાનો ભાઈ છે (ફાઈલ)
95માં ફારૂક વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હતી95માં ફારૂક વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હતી
ફારૂક ટકલાને દાઉદનો જમણો હાથ માનવામાં આવે છે (ફાઈલ)ફારૂક ટકલાને દાઉદનો જમણો હાથ માનવામાં આવે છે (ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App