Exit Poll/ મધ્યપ્રદેશના 8 સર્વેમાં 5માં કોંગ્રેસ આગળ, રાજસ્થાનમાં ભાજપનો સફાયો થવાની શક્યતા

Election 2018 Exit Poll of 5 state
Election 2018 Exit Poll of 5 state
Election 2018 Exit Poll of 5 state

Divyabhaskar.com

Dec 08, 2018, 09:29 AM IST

નવી દિલ્હીઃ રાજસ્થાન અને તેલંગાણામાં વોટિંગ પૂર્ણ થતાંની સાથે જ પાંચ રાજ્યના એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે. મધ્યપ્રદેશ માટે અત્યાર સુધીમાં 8 સર્વે સામે આવ્યાં છે. 5માંકોંગ્રેસ ભાજપથી આગળ છે. રાજસ્થાનના 6 સર્વેમાં 4માં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે. છત્તીસગઢના 8 સર્વેમાં ભાજપ અને કોંગ્રેસ 4-4ની બરાબરી પર છે. તેલંગાનામાં 4 સર્વે આવ્યાં છે, જેમાં તમામમાં TRSની સરકાર બનતી જોવા મળી રહી છે.

1) મધ્યપ્રદેશ


- મધ્યપ્રદેશમાં 230 સીટ છે. તે માટે 28 નવેમ્બર મતદાન થયું હતું. 75% લોકોએ મતદાન કર્યું હતું. 2013માં ભાજપે 165 અને કોંગ્રેસે 58 બેઠક જીતી હતી.

સર્વે ભાજપ કોંગ્રેસ અન્ય
એક્સિસ માઈ ઈન્ડિયા- ઈન્ડિયા ટુડે 102-120 104-122 4-11
ટાઈમ્સ નાઉ-CNX 126 89 15
એબીપી-લોકનીતિ 94 126 10
ઈન્ડિયા ન્યૂઝ-નેતા 106 112 12
રિપબ્લિક 108-128 95-115 07
ન્યૂઝ નેશન 110 107 13
ન્યૂઝ 24 98-108 110-120 02

2) રાજસ્થાન

- રાજસ્થાનમાં આ વખતે 200માંથી 199 સીટ પર મતદાન થયું. અહીં શુક્રવારે વોટિંગ થયું. 2013માં અહીં ભાજપે 163 અને કોંગ્રેસે 21 સીટ જીતી હતી.

સર્વે ભાજપ કોંગ્રેસ અન્ય

ઈન્ડિયા ટુડે- એક્સિસ

55-72 119-141 04-11
ટાઈમ્સ નાઉ-CNX 85 105 09
રીપબ્લિક- સી વોટર 83-103 81-101 15
ન્યૂઝ નેશન 89-93 99-103 00
ન્યૂઝ 24 70-80 110-120 10

3) છત્તીસગઢ

- છત્તીસગઢમાં 90 સીટ છે. અહીં 12 નવેમ્બર અને 20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થયું. કુલ 76.35% મતદાન થયું હતું. ગત વખતે ભાજપે 49 અને કોંગ્રેસ 39 સીટ જીતી હતી. બસપાના ખાતામાં એક જ સીટ આવી હતી, પરંતુ તેમની મતદાનની ટકાવારી 4.4% રહી હતી. બસપા અને જોગીની પાર્ટીમાં આ વખતે ગઠબંધન છે. જોગીએ 2016માં કોંગ્રેસથી અલગ થઈ પાર્ટી બનાવી હતી.

સર્વે ભાજપ કોંગ્રેસ અન્ય
ઈન્ડિયા ન્યૂઝ-નેતા 43 40 07
ટાઈમ્સ નાઉ- CNX 46 35 07
ઈન્ડિયા ટુડે- માય એક્સિસ 21-31 55-65 04-08
ન્યૂઝ નેશન 38-42 40-44 04-08
રિપલ્બિક 35-43 40-50 03-07
ન્યૂઝ 24 36-42 45-51 04-08

4) તેલંગાના

- રાજ્યમાં 119 સીટ છે. અહીં પણ શુક્રવારે વોટિંગ થયું. આંધ્રથ અલગ થઈને નવું રાજ્ય બનેલા તેલંગાનામાં 2014માં પહેલી વખત ચૂંટણી થઈ હતી. તેલંગાના રાષ્ટ્ર સમિતિને 63, કોંગ્રેસને 21, TDPને 15, AIMIMને 7 અને ભાજપને 5 સીટ મળી હતી. આ વખતે મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે છ મહિના પહેલાં જ વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી હતી. આ કારણે અહીં જલદી ચૂંટણી થઈ. આ વખતે કોંગ્રેસ અને TDP એક સાથે ચૂંટણી લડી રહ્યાં છે.

સર્વે ભાજપ કોંગ્રેસ અન્ય
ઈન્ડિયા ટુડે- માય એક્સિસ 79-91 21-33 01-03
ટાઈમ્સ નાઉ- CNX 66 37 07
રિપલ્બિક- જન કી બાત 50-65 38-52 04-07
ટીવી 9- એઆરએ 75-85 25-35 02-03

5) મિઝોરમ

- રાજ્યમાં 40 વિધાનસભા સીટ છે. અહીં 28 નવેમ્બરે વોટિંગ થયું હતું. મુખ્યમંત્રી લલથનહવલા ત્રણ વખતથી મુખ્યમંત્રી છે. 2013માં અહીં કોંગ્રેસે 34 સીટ જીતી હતી. MNFને 5 અને MZPCને 1 સીટ મળી હતી. આ વખતે વિધાનસભા અધ્યક્ષ હેફઈ સહિત કોંગ્રેસના અનેક નેતા ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપ અહીં ચૂંટણીની કમાન આસામના મંત્રી હેમંત બિસ્વ શર્માને આપી હતી, જેના નેતૃત્વમાં પાર્ટીએ આ વર્ષે ત્રિપુરામાં પહેલી વખત જીત મેળવી હતી. મિઝોરમ કોંગ્રેસની સરકારવાળા ચાર રાજ્યોમાં સામેલ છે. આ પૂર્વોત્તરનું એક માત્ર રાજ્ય છે જ્યાં ભાજપ સત્તામાં નથી.

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

X
Election 2018 Exit Poll of 5 state
Election 2018 Exit Poll of 5 state
Election 2018 Exit Poll of 5 state
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી