મુકેશ અંબાણીના પિતાએ કરી હતી 8 વર્ષ નોકરી, જાણો કેમ કરાયા હતા સસ્પેન્ડ

મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીના જીવનના 8 રોચક કિસ્સાઓ

divyabhaskar.com | Updated - Mar 27, 2018, 03:14 PM
Mukesh Ambanis father had done 8 years job before start business

મુકેશ અંબાણીના પિતાએ કરી હતી 8 વર્ષ નોકરી, જાણો કેમ કરાયા હતા સસ્પેન્ડ. ભાસ્કર.કોમ મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીના 8 રોચક કિસ્સાઓ વિશે તમને જણાવી રહ્યા છીએ. ધીરુભાઈ 1950માં નોકરી માટે યમન ગયા હતા અને ડિસેમ્બર 1958માં તેઓ રિલાયન્સ કંપની ખોલવા માટે ઈન્ડિયા પરત આવ્યા હતા.

મુંબઈ: મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અને શ્લોકા મહેતાની ગોવામાં 24 માર્ચે પ્રી-એંગ્જમેન્ટ સેરેમની થઈ હતી. માનવામાં આવે છે કે, હવે મુંબઈમાં પણ અશોક અને શ્લોકાની સગાઈ રાખવામાં આવશે. લગ્ન આ વર્ષે ડિસેમ્બરમાં થાય તેવી શક્યતા છે. 26 વર્ષના આકાશ મુકેશ અને નીતા અંબાણીના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે. ઈશા આકાશની ટ્વિન્સ સિસ્ટર છે. જ્યારે અનંત સૌથી નાનો છે. સૌથી મોટી વાત એ છે કે, આકાશ અને શ્લોકા ધીરુભાઈ અંબાણીની ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા.

આ દરમિયાન ભાસ્કર.કોમ મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીના 8 રોચક કિસ્સાઓ વિશે તમને જણાવી રહ્યા છીએ. ધીરુભાઈ 1950માં નોકરી માટે યમન ગયા હતા અને ડિસેમ્બર 1958માં તેઓ રિલાયન્સ કંપની ખોલવા માટે ઈન્ડિયા પરત આવ્યા હતા.

જ્યારે મિત્રોએ બચાવી હતી ધીરુભાઈની નોકરી

- સાંજે 4.30 વાગ્યા સુધી ધીરુભાઈ બેસે એન્ડ કંપનીમાં કામ કરતા હતા. વધેલા સમયમાં તેઓ અરબ અને ઈન્ડિય કોમ્યુનિટીના લોકો સાથે બેસીને બિઝનેસ અને ટ્રેડિંગ સીખતા હતા.
- ટ્રેડિંગ અને હિસાબનું કામ શીખી લીધા પછી ધીરુભાઈએ થોડા મહિના ઓફિસ પછી ફ્રીમાં કામ કરી આપતા હતા. તેના કારણે એક વાર ધીરુભાઈની નોકરી જતા જતા બચી ગઈ હતી.
- ધીરુભાઈ સાથે કામ કરતા હિમ્મતભાઈ જગાનીના જણાવ્યા પ્રમાણે, ધીરુ દાદા અને જમનાદાસ બંને બેસે કંપનીમાં સાથે કામ કરતા હતા.
- કંપનીને જ્યારે ખબર પડી કે, મેનેજમેન્ટે બંનેને બોલાવ્યા છે અને સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારપછી જમનાદાસે બધી જ ભુલ તેમના માથે લઈ લીધી અને રાજીનામું આપી દીધું હોવાથી ધીરુભાઈની નોકરી બચી ગઈ હતી.

આગળની સ્લાઈડમાં જાણો ધીરુભાઈના જીવનના અન્ય રોચક કિસ્સાઓ

Mukesh Ambanis father had done 8 years job before start business

જ્યારે ધીરુભાઈએ ખરીદી હતી પોતાના જેવી કાળા રંગની કાર

- 1955માં લગ્ન પછી જ્યારે પહેલીવાર કોકિલાબેન યમન પહોંચ્યા ત્યારે ધીરુભાઈ તેમને પોતાની બ્લેક રંગની કારમાં લેવા પહોંચ્યા હતા. તે પહેલા કોકિલાબેને કાર જોઈ નહતી.
- આ કિસ્સા વિશે જણાવતા કોકિલાબેને કહ્યું કે, યમન જતા પહેલાં ધીરુએ તેમને એક લેટર લખ્યો હતો અને તેમાં લખ્યું હતું કે, કોકિલા મે એક કાર લીધી છે. હું તને એમાં જ લેવા આવીશ. તુ કારનો કલર ગે કર. લેટરમાં કારના કલર વિશે હિંટ આપતા ધીરુભાઈએ લખ્યું હતું કે, તે બ્લેક છે, એકદમ મારા જેવી. કોકિલા બેન ગુજરાતી મેગેઝિનને આપેલા એક ઈન્ટરવ્યુમાં આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે.

Mukesh Ambanis father had done 8 years job before start business

ધીરુભાઈએ મિત્ર પાસેથી ઉધાર લીધું હતું રિલાયન્સનું નામ

- ધીરુભાઈએ જે રિલાયન્સ નામની કંપની ખોલી હતી, તે નામ તેણે યમનમાં તેમના મિત્ર પ્રવિણભાઈ ઠક્કર પાસેથી ઉધાર લીધું હતું.
- 2002માં આપેલા એક ઈન્ટરવ્યુમાં પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, રિલાયન્સ નામ ધીરુભાઈએ મારી પાસેથી ઉધાર લીધું હતું. 1953માં મે રોલેક્સ અને કેનની એજન્સી લીધી હતી અને તેનું નામ રિલાયન્સ સ્ટોર રાખ્યું હતું. સ્ટોરી સારો ચાલી ગયો અને અમુક જ વર્ષોમાં મારી પાસે મર્સિડીઝ આવી ગઈ હતી.
- આ જોઈને ધીરુભાઈ મારી પાસે આવ્યા અને તેમણે કહ્યું કે, મને રિલાયન્સ નામ પસંદ છે. આ નામ કસ્ટમરના વિશ્વાસને દર્શાવે છે. આ નામનો સ્ટોર ચલાવીને તે મારી સામે જ જોત જોતામા મર્સિડીઝ ખરીદી લીધી હતી. આ નામ ખૂબ લકી છે. મને આ નામ આપી દે.
- ઠક્કરે ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, થોડા મહિનામાં ધીરુભાઈએ લગ્ન કરી લીધા, ત્યારપછી ઈન્ડિયા જઈને તેમણે રિલાયન્સ નામની કંપની ખોલી હતી.
- 1977માં રાજકોટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એક મીટિંગમાં ખુદ ધીરુભાઈએ આ વાત કબુલી હતી કે તેમણે રિલાયન્સ નામ તેમના મિત્ર પાસેથી ઉધાર લીધું હતું.

Mukesh Ambanis father had done 8 years job before start business

જ્યારે ધીરુભાઈએ ખરીદી હતી- પોતાના જેવી બ્લેક કાર

- 1955માં લગ્ન પછી જ્યારે પહેલીવાર કોકિલાબેન યમન પહોંચ્યા ત્યારે ધીરુભાઈ તેમને પોતાની બ્લેક રંગની કારમાં લેવા પહોંચ્યા હતા. તે પહેલા કોકિલાબેને કાર જોઈ નહતી.
- આ કિસ્સા વિશે જણાવતા કોકિલાબેને કહ્યું કે, યમન જતા પહેલાં ધીરુએ તેમને એક લેટર લખ્યો હતો અને તેમાં લખ્યું હતું કે, કોકિલા મે એક કાર લીધી છે. હું તને એમાં જ લેવા આવીશ. તુ કારનો કલર ગે કર. લેટરમાં કારના કલર વિશે હિંટ આપતા ધીરુભાઈએ લખ્યું હતું કે, તે બ્લેક છે, એકદમ મારા જેવી. કોકિલા બેન ગુજરાતી મેગેઝિનને આપેલા એક ઈન્ટરવ્યુમાં આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે.

Mukesh Ambanis father had done 8 years job before start business

એક શરત પૂરી કરવા દરિયામાં કુદી ગયા હતા ધીરુભાઈ

- ધીરુભાઈની સાથે કામ કરતા હિમ્મતભાઈ જગાણીના દીકરા પરુભાઈ જગાણીના જણાવ્યા પ્રમાણે, જ્યારે શરૂઆતમાં ધીરુદાદા યમન આવ્યા તો બધા ભાઈબંધો ભેગા થઈને તેમની ખૂબ મજાક મસ્તી કરતા હતા. એક વાર સાંજે બધાએ ધીરુભાઈને દરિયામાં કુદીને બે મિનિટ સુધી નીચે રહેવાની શરત લગાવી હતી.
- તેમણે કહ્યું હતું કે, જીતશે તો આઈસક્રિમ પાર્ટી લેશે. ત્યારપછી તેઓ દરિયામાં કુદ્યા અને 2 મિનિટ સુધી અંદર રહીને પાછા જહાન પર આવ્યા હતા. આ જોઈને બધા દંગ રહી ગયા હતા. કારણકે દરિયામાં શાર્ક આવવાની ખબર હોવા છતા તેમણે દરિયામાં કુદવાની શરત લગાવી હતી.

Mukesh Ambanis father had done 8 years job before start business

મિત્રો ઈચ્છતા હતા લંડનમાં જઈને બિઝનેસ કરે ધીરુભાઈ

- 1958માં જ્યારે યમન આઝાદ થઈ રહ્યું હતું ત્યારે ત્યાની સ્થિતિ જોઈને દરેક લોકો કંપનીઓના કામ છોડીને જવા લાગ્યા હતા. ધીરુભાઈના ઘણાં મિત્રો યમનથી લંડન જવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. મિત્રોએ તેમને પણ લંડન જઈને રિલાયન્સ કંપની સ્ટાર્ટ કરવાનું કહ્યું પરંતુ ધીરુભાઈએ પોતાના દેશમાં જઈને બિઝનેસ કરવાની વાત કરી હતી.
- ડિસેમ્બર 1958માં ધીરુભાઈએ યમનની નોકરી છોડી દીધી. ત્યારે તેમની છેલ્લી સેલરી રૂ. 1100 હતી. ત્યારે તેઓ 3000 ડોલરનું સેવિંગ કરીને ભારત પરત આવ્યા હતા.

Mukesh Ambanis father had done 8 years job before start business

જ્યારે છુપાઈને બધુ જ દૂધ પી જતા હતા ધીરુભાઈ
 
- ધીરુભાઈના મિત્ર ભરતભાઈશાહે જણાવ્યું કે, હું અને ધીરુભાઈ 8 વર્ષ સુધી 1950થી 1958 સુધી એક જ કંપની એ. બેસે એન્ડ કંપનીમાં સાથે કામ કરતા હતા. અમે જૂનિયર ક્લાર્ક પોસ્ટથી શરૂઆત કરી હતી. તે દરમિયાન ધીરુભાઈ 28 લોકોમાં સૌથી ભીમકાય હતા.
- અમે તેમને ગામા પહેલવાન કહેતા હતા. મેસમાં ધીરુભાઈને એક ગ્લાસ દુધ મળતું હતું પરંતુ તેનાથી તેમનું પેટ નહતું ભરાતું. 11 વાગ્યા પછી તેઓ ચુપચાપ ઊભા થતા અને બધુ જ દુધ પી જતા.

Mukesh Ambanis father had done 8 years job before start business

જ્યારે યમન કરન્સીમાંથી એક લાખ રૂપિયા કમાઈને બધાને કરી દીધા આશ્ચર્યચકિત

- તે દિવસોમાં મેસમાં જમવાની વ્યવસ્થા કરનાર ટીમના સભ્ય એલાદના જણાવ્યા પ્રમાણે ધીરુભાઈ ખૂબ સારા બિઝનેસ માઈન્ડના હતા. 1950ના દાયકાની શરૂઆતમાં યમન કરન્સી રિયાલ માર્કેટમાં ઓછી થતી જતી હતી. તેને ગાળીને તેમાંથી ચાંદી કાઢીને લંડન મેટલ એક્સચેન્જમાં વેચવાની વાત સામે આવી હતી.
- આ વિશે અરબની ટ્રેઝરીના ઓફિસર્સે ટ્રેસ કરી તો ખબર પડી કે ભારતથી આવેવો એક ક્લાર્ક ધીરુભાઈ પણ આવુ કરી રહ્યો છે. અધિકારીએ તેમને નોટિસ પણ મોકલી હતી. જોકે તેમાં આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી.
- એલાદના જણાવ્યા પ્રમાણે ધીરુભાઈએ જોયુ કે યમનમાં રિયાલની જેટલી કિંમત છે તેના કરતાં તેમાં રહેલી ચાંદીની વધારે કિંમત છે. ત્યાર પછી તેઓ 3 મહિના સુધી રિયાલ કરન્સી ખરીદતા રહ્યા હતા. તેમણે તેમાંથી ચાંદી કાઢી અને લંડન બુલિયન બજારમાં વધારે ભાવે વેચી હતી. તેમાંથી તેમણે રૂ. એક લાખ કરતા વધારે કમાણી કરી હતી.

X
Mukesh Ambanis father had done 8 years job before start business
Mukesh Ambanis father had done 8 years job before start business
Mukesh Ambanis father had done 8 years job before start business
Mukesh Ambanis father had done 8 years job before start business
Mukesh Ambanis father had done 8 years job before start business
Mukesh Ambanis father had done 8 years job before start business
Mukesh Ambanis father had done 8 years job before start business
Mukesh Ambanis father had done 8 years job before start business
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App