Home » National News » Latest News » National » 5 રાજ્યોમાં વિપક્ષે સરકાર બનાવવાની કરી માગ| In 5 stat oppositions demands to Form Government

5 રાજ્યોમાં વિપક્ષે સરકાર બનાવવાની કરી માગ, રાજ્યપાલ સાથે કરી મુલાકાત

Divyabhaskar.com | Updated - May 18, 2018, 01:22 PM

ગોવા, બિહાર, મેઘાલય, મણિપપર અને નાગાલેન્ડમાં વિપક્ષે રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો પ્રસ્તાવ મુક્યો

  • 5 રાજ્યોમાં વિપક્ષે સરકાર બનાવવાની કરી માગ| In 5 stat oppositions demands to Form Government

    નવી દિલ્હી: કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી ભાજપને રાજ્યપાલ તરફથી સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યા પછી રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો છે. હવે કોંગ્રેસે ગોવા, મણિપુર, મેઘાલય, આરજેડીએ બિહારમાં અને એનપીએફએ નાગાલેન્ડમાં તેમને સરકાર બનાવવાનો મોકો મળે તેવી માગણી કરી છે. પાંચ રાજ્યોમાં વિપક્ષની સીટ સૌથી વધારે છે પરંતુ ત્યાં સરકાર ભાજપ-એનડીએની છે. શુક્રવારે ગોવામાં કોંગ્રેસના 13 ધારાસભ્યોએ રાજ્યપાલ મૃદુલા સિન્હાની મુલાકાત કરીને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જ્યારે તેજસ્વી યાદવ સાથે આરજેડીના 80 ધારાસભ્યોએ પણ બિહારના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. આરજેડીએ તો બિહારમાં આ વિશે ધરણાં પણ શરૂ કર્યા છે.

    ગોવા:
    - કોંગ્રેસના ગોવા પ્રબારી ચેલ્લા કુમાર સાથે 13 ધારાસભ્યોએ રાજ્યપાલની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે માગણી કરી છે કે, રાજ્યમાં સૌથી મોટી પાર્ટી હોવાના કારણે કોંગ્રેસને સરકાર બનાવવાનો મોકો આપવામાં આવે. જરૂર પડશે તો તેઓ રાજભવનમાં ધરણાં પણ કરશે.

    બિહાર:


    આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું છે કે, અમે કર્ણાટકમાં લોકતંત્રની હત્યાના વિરોધમાં શુક્રવારે ધરણાં કરીએ છીએ. બિહારના રાજ્યપાલ સાથે વાત કરીને તેમણે હાલની સરકારને રદ કરવાની માગણી કરી છે. તેમણે કર્ણાટકની જેમ બિહારમાં આરજેડી સૌથી મોટી પાર્ટી હોવાથી તેમને સરકાર બનાવવા દેવાનો દાવો કર્યો છે. તેમને રાજ્યપાલ સાથે મળવાનો સમય પણ મળી ગયો છે.

    મણિપુર, મેઘાલય અને નાગાલેન્ડ: ત્રણેય રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રી શુક્રવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરવાના છે. મણિપુર-મેઘાલયમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. જ્યારે નાગાલેન્ડમાં એનપીએફને સૌથી વધારે સીટો મળી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending