આ છે રાજકારણના 'અનંત અંબાણી', GF માટે બન્યા FAT to FIT

પ્રતીક યાદવની લાઈફ સ્ટોરી અમુક અંશે આકાશ અને અનંત સાથે મળતી આવે છે.

divyabhaskar.com | Updated - Mar 31, 2018, 02:44 PM
પ્રતિક યાદવ
પ્રતિક યાદવ

મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધનાના દીકરો પ્રતીક યાદવ પણ ફેટ ટુ ફિટ માટે ચર્ચામાં રહે છે. તે એક સમયે સ્થૂળ શરીર ધરાવતા હતા પરંતુ અપર્ણા બિષ્ટ સાથે મુલાકાત થયા બાદ તેઓએ પોતાના ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. આ વાત તેઓએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહી હતી.

લખનઉઃ હાલમાં જ મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીએ થનારી વાઇફને પ્રપોઝ કર્યું. જિયો લાઇફને લીડ કરી રહેલા આકાશ ડાયમંડ મર્ચન્ટ રસૈલ મહેતાની દીકરી શ્લોકા સાથે લગ્ન કરી રહ્યા છે. શ્લોકા તેમની સ્કૂલ ફ્રેન્ડ છે. કંઈક આવી જ સ્ટોરી સમાજવાદી પાર્ટીના ફાઉન્ડર મુલાયમસિંહ યાદવના નાના દીકરાની પણ છે. અંતમ માત્ર એટલો છે કે આકાશે પિતાની રસ્તે ચાલતા કેરિયર બનાવી છે, જ્યારે પ્રતીકે લીગથી હટીને પોતાની અલગ ઓળખ બનાવી છે.

આકાશ પણ હતા જાડિયો


- અંબાણી પરિવારની જૂની તસવીરોમાં આકાશ અને અનંતે બંને બરાબર ફૈટી નજરે પડે છે. આકાશે થોડા સમય પહેલા પોતાની જાતને સંભાળી ફીટ બોડી બનાવી લીધી.
- તેઓએ પોતાની જાતને ફીટ બનાવ્યા ઉપરાંત મોટા દીકરાની ફરજ નીભાવતા ફેમિલી બિઝનેસ પણ જોઈન કરી લીધો.

પ્રતીક યાદવ પણ હતો જાડિયો, GF માટે કર્યો પોતાને ફિટ


- મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધનાના દીકરો પ્રતીક યાદવ પણ ફેટ ટુ ફિટ માટે ચર્ચામાં રહે છે.
- તે એક સમયે સ્થૂળ શરીર ધરાવતા હતા પરંતુ અપર્ણા બિષ્ટ સાથે મુલાકાત થયા બાદ તેઓએ પોતાના ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. આ વાત તેઓએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહી હતી.
- અપર્ણા પ્રતીકની હાઈસ્કૂલમાં ફ્રેન્ડ બની. ધીમેધીમે દોસ્તી પ્રેમમાં ફેરવાઈ. બંનેએ ડિસેમ્બર 2011માં લગ્ન કર્યા.
- પ્રતીક લખનઉમાં પોતાનું જિમ ચલાવે છે. 2015માં તે જિમના ઓપનિંગ દરમિયાન તેમણે કહ્યું હતું કે, હું બાળપણમાં ખૂબ જ જાડો હતો. પરંતુ પછી પિતાજીએ થોડી પહેલવાની કરવાની સલાહ આપી, જેના કારણે ફિટનેસ થોડી સારી થઈ. અપર્ણા જીવનમાં આવ્યા બાદ હું ફિટનેસને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દીધું.
- પ્રતીકે 2003માં વર્કઆઉટ કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ વેટ ટ્રેનિંગની સાથોસાથ યોગને પણ વર્કઆઉટમાં સામેલ રાખે છે. તેઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જ Then and Nowની ફોટો સ્ટોરી પોસ્ટ કરી હતી. તેના દ્વારા જ તેમની બાળપણની અનફિટ બોડીની વાત સામે આવી.

પોતાના બળે કરોડપતિ છે પ્રતીક


- પ્રતીક યાદવની પાસે પિતા અને મોટા ભાઈ અખિલેશ યાદવની જેમ રાજકારણ જોઇન કરવાનું ઓપ્શન હતું પરંતુ તેમણે ફિટનેસમાં કેરિયર બનાવવાનું નક્કી કર્યું.
- તેમની આયર કોર ફિટ જિમ લખનઉની બેસ્ટ જિમ પૈકીની એક છે.
- હાલમાં તેઓ 20 કરોડની સંપત્તિના માલિક છે. તેઓએ પોતાના બિઝનેસના દમ પર 5.21 કરોડ રૂપિયા લેમ્બોર્ગિની કાર ખરીદી છે.
- આ ઉપરાંત તેમનો લખનઉમાં 3 કરોડનો બંગલો પણ છે. તેમના જિમ ઓફિસની કિંમત 2.5 કરોડ છે.

બાળપણમાં પિતાજી સાથે રમતો હતો કુસ્તી


- પ્રતીકે પોતાના જિમના ઓપનિંગ ડે પર જણાવ્યું હતું કે, હું બાળપણમાં પાપાને પહેલવાની અને કસરત કરતા જોતો હતો. તેઓ મને પણ પહેલવાનીના દાવ શિખવાડતા હતા. હંમેશા મને પસ્ત કરી દેતા હતા, પરંતુ દરેક વખતે હારીને ઊભા થવું મેં એમની પાસેથી જ શીખ્યું છે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય યંગ બિઝનેસ મેન જેમણે પોતાને બનાવ્યા ફેટ ટુ ફિટ

The Story of Life Pratik Yadav meets with Akash and Anant Ambani
The Story of Life Pratik Yadav meets with Akash and Anant Ambani
The Story of Life Pratik Yadav meets with Akash and Anant Ambani
The Story of Life Pratik Yadav meets with Akash and Anant Ambani
X
પ્રતિક યાદવપ્રતિક યાદવ
The Story of Life Pratik Yadav meets with Akash and Anant Ambani
The Story of Life Pratik Yadav meets with Akash and Anant Ambani
The Story of Life Pratik Yadav meets with Akash and Anant Ambani
The Story of Life Pratik Yadav meets with Akash and Anant Ambani
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App