ડેટા લીક મામલે NaMo એપ સામે કર્યાં હતા પ્રહાર, આજે કોંગ્રેસ પોતે જ ફસાયું

ફેસબુક ડેટા લીક મુદ્દો ગાજ્યાં બાદ દેશમાં ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર વારંવાર એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે.

Divyabhaskar.com | Updated - Mar 26, 2018, 10:37 AM
Data leak matter Congress BJP alleged continusoly on each others

ડેટા લીક મામલે NaMo એપ કર્યાં હતા પ્રહાર, આજે કોંગ્રેસ પોતે જ ફસાયું.ફેસબુક ડેટા લીક મુદ્દો ગાજ્યાં બાદ દેશમાં ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર વારંવાર એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે. દરરોજ બંને પાર્ટીઓ તરફથી કંઈક નવી જાણકારીઓની સાથે પોતાના આરોપોને મજબૂતી આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પ્રે

નવી દિલ્હીઃ ડેટા લીક મામલે ભાજપ તરફથી કોંગ્રેસ પર પલટવાર કરવામાં આવ્યાં બાદ કોંગ્રેસ બેકફુટ પર આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના આઈટી સેલ અમિત માલવીયએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસની એપ લોકોની અનુમતી વગર લોકોનો ડેટા સિંગાપુરની એક ફર્મ સાથે શેર કરે છે. ભાજપના આ આક્ષેપ બાદ કોંગ્રેસે પ્લે સ્ટોર પરથી પોતાની એપ હટાવી દીધી છે. ભાજપે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું છે કે, પાર્ટી શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.

NaMo એપ ડિલીટ કરવાનું કહેનારાઓએ પોતાની જ એપ ડિલીટ કરી- ભાજપ

- ભાજપના આઈટી સેલના હેડ અમિત માલવીયએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસ્વીર શેર કરી છે. જેમાં તેઓએ સાઈટનો ડિસ્ક્લેમર શેર કરતાં કોંગ્રેસ પર લોકોના ડેટા થર્ડ પાર્ટીને શેર કરવાની વાતને લઈને નિશાન સાધ્યું છે.
- અમિત માલવીયએ ટ્વીટ કરતાં લખ્યું છે કે, "રાહુલ ગાંધીએ NaMo એપ ડિલીટ કરવાનું લોકોને રહ્યું હતું પરંતુ કોંગ્રેસ એપ સ્ટોરમાંથી પોતાની જ એપને ડિલીટ કરી છે."
- સાથે જ માલવીયએ કહ્યું કે, "અંતે કોંગ્રેસ શું છુપાવવા માંગે છે."

Data leak matter Congress BJP alleged continusoly on each others

હું તમામ ડેટા સિંગાપુરમાં મારા મિત્રોને આપુ છું- ભાજપ આઈટી સેલનો આક્ષેપ

 

- રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ફ્રેંચ હેકરના ટ્વીટનો હવાલો આપતાં નરેન્દ્ર મોદી એપથી ડેટા લીક હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હવે ભાજપે આ આરોપ સામે પ્રતિઆરોપ કર્યાં છે.
- ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ રાહુલને તેમના જ અંદાજમાં ઘેર્યાં છે. 
- માલવીયએ એક ટ્વીટ કરી લખ્યું કે, "હાય, મારું નામ રાહુલ ગાંધી છે. હું દેશની સૌથી જૂની પાર્ટીનો અધ્યક્ષ છું. જ્યારે તમે અમારા સત્તાવર એપ પર લોન ઈન કરશો તો હું તમારો તમામ ડેટા સિંગાપુરમાં મારા મિત્રોને આપી દઉં છું."
- પોતાની ટ્વીટ સાથે અમિત માલવીયએ કેટલાંક આંકડા પણ શેર કર્યાં છે. જેમાં તેઓએ કેટલાંક આઈપી એડ્રેસની સાથે ડેટા સિંગાપુર ટ્રાંસફર કરવાનો દાવો કર્યો છે

 

આગળની સ્લાઈડમાં વાંચો ભાજપની આઈટી સેલે કોંગ્રેસ પર વધુ શું આરોપ લગાવ્યાં

Data leak matter Congress BJP alleged continusoly on each others

અમિત માલવીયએ લગાવ્યાં અન્ય આરોપો


- આ ઉપરાંત ભાજપના આઈટી સેલના પ્રમુખે કોંગ્રેસની વેબસાઈટના આધારે કેટલાંક આરોપો લગાવ્યાં છે. 
- અમિત માલવીયએ કોંગ્રેસની વેબસાઈટ Inc.Inનાં કેટલાંક સ્ક્રીનશોટ શેર કર્યા છે. જેમાં તે ભાગને દેખાડવામાં આવ્યો છે જ્યાં તે જાણકારી આપવામાં આવી છે કે અંગત જાણકારીઓ કોને શેર કરવામાં આવે છે. 
- સાથે જ જાણકારી સુરક્ષિત રાખવા માટે કયા કયા વિકલ્પો અપનાવવામાં આવે છે, તે જાણકારીનો પણ સ્ક્રીનશોટ શેર કરાયો છે.
- કોંગ્રેસ વેબસાઈટની મદદથી અમિત માલવીયએ જે સ્ક્રીનશોટ હાઈલાઈટ કર્યાં છે તેમાં લખાયું છે કે, 'વેબસાઈટના યોગ્ય ઉપયોગ માટે કોંગ્રેસ તમારી જાણકારી કન્સ્લટેન્ટ્સ વેન્ડર્સ અને બીજા સર્વિસ દાત કે વોલિન્ટયર્સને આપી શકે છે, જે અમારી સાથે કામ કરે છે કે જેને અમારી સાથે કામ કરવા માટે તમારી જાણકારીની જરૂર હોય છે.'

 

આગળની સ્લાઈડમાં વાંચો કોંગ્રેસે શું આપ્યો જવાબ?

Data leak matter Congress BJP alleged continusoly on each others

કોંગ્રેસનો જવાબ


- અમીત માલવીયના આરોપ અંગે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે.
- કોંગ્રેસના સોશિયલ મીડિયાના પ્રમુખ દિવ્યા સ્પંદના રામ્યાએ કહ્યું કે, "અમે કોંગ્રેસ એપની મદદખી કોઈપણ અંગત જાણકારી નથી માંગતા અને આ ઘણું જ પહેલાં પૂર્ણ કરાયું છે."
- રામ્યાએ દાવો કર્યો કે તેનો ઉપયોગ માત્ર સોશિયલ મીડિયા અપડેટ્સ માટે કરાય છે. 
- તેઓએ વધુમાં કહ્યું કે, 'અમે સભ્યપદ માટે ડેટા એકઠાં કરીએ છીએ અને આવું અમારી વેબસાઈટ Inc.inની મદદથી કરવામાં આવે છે જે સંપૂર્ણપણે સુરક્ષિત છે.'

- આટલું જ નહીં કોંગ્રેસે તે ટ્વિટર એકાઉન્ટ પર પણ જવાબ આપ્યો છે, જેમાં કોંગ્રેસ પાર્ટીની એપને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યાં છે.
- આ તે જ ટ્વિટર એકાઉન્ટ છે જેમાં એક વેબસાઈટના સમાચારને શેર કરતાં રાહુલ ગાંધીએ રવિવારે પીએમ મોદીની એપ પર ડેટા લીક કરવાનો આરોપ લગાવ્યો હતો.

 

આગળની સ્લાઈડમાં વાંચો રાહુલે PM મોદી પર શું આક્ષેપો કર્યાં હતા?

Data leak matter Congress BJP alleged continusoly on each others

રાહુલે શું આરોપ લગાવ્યો હતો?

 

- રાહુલ ગાંધીએ રવિવારે પીએમ મોદીને ટાર્ગેટ કરતાં ટ્વીટ કરી હતી.
- રાહુલ પોતાના ટ્વીટમાં લખ્યું હતું, "હાય, મારૂ નામ નરેન્દ્ર મોદી છે. હું ભારતનો વડાપ્રધાન છું. જ્યારે તમે મારા આધાકારિક એપ પર લોગ ઈન કરશો તો હું તમારી જાણકારી અમેરિકી કંપનીઓના મારા મિત્રોને આપી દઉં છું."
- ત્યારે ઠીક આ અંદાજમાં ભાજપના અમિત માલવીયએ રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. સાથે જ કોંગ્રેસની કેટલીક વેબસાઈટનો તથ્યો રજૂ કર્યાં છે. 

X
Data leak matter Congress BJP alleged continusoly on each others
Data leak matter Congress BJP alleged continusoly on each others
Data leak matter Congress BJP alleged continusoly on each others
Data leak matter Congress BJP alleged continusoly on each others
Data leak matter Congress BJP alleged continusoly on each others
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App