Divya Bhaskar

Home » National News » Latest News » National » MP just dispute in Parliament but get high salary and other benefits

વારંવાર ગૃહની કાર્યવાહી ઠપ કરતાં સાંસદોને વેતન સહિત શું મળે છે ફાયદાઓ?

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 06:00 AM

આમઆદમી પાર્ટીએ રાજ્યસભામાં માગ ઉઠાવી છે કે જે દિવસ ગૃહની કાર્યવાહી સ્થગિત થાય, તે દિવસનું ભથ્થું સભ્યોને ન આપવું જોઈએ.

  • MP just dispute in Parliament but get high salary and other benefits
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ સંસદમાં હાલ બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. જો કે છેલ્લાં 4 દિવસથી PNB કૌભાંડ, વિશેષ રાજ્યનો દરજ્જો જેવાં મુદ્દે માત્રને માત્ર હોબાળો જોવા મળી રહ્યો છે. અને ગૃહમાં પ્રજાલક્ષી કોઈ કામ કે તે અંગે ચર્ચા પણ નથી થઈ રહી. વેતન અને અન્ય ભથ્થાંઓ તેમજ સુવિધાઓ મેળવતા નેતાઓ ગૃહમાં માત્ર એકબીજા પર આક્ષેપબાજીઓ કરતાં જ જોવા મળે છે અને પ્રજાના પૈસા વેડફે છે. ત્યારે આમઆદમી પાર્ટીએ રાજ્યસભામાં માગ ઉઠાવી છે કે જે દિવસ ગૃહની કાર્યવાહી સ્થગિત થાય, તે દિવસનું ભથ્થું સભ્યોને ન આપવું જોઈએ. આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે આ મુદ્દે ગૃહને પત્ર લખ્યો છે. આમ તો આ મુદ્દે અનેક વખત ચર્ચા થઈ છે અને સવાલો પણ ઉઠી ચુક્યાં છે ત્યારે જાણો સાંસદોને કેટલી સેલરી અને ભથ્થું મળે છે....

    સાંસદોના વેતન અને ભથ્થાં


    - દેશના સાંસદો સરેરાશ આયુથી 68 ગણું વધુ વેતન અને ભથ્થાં મેળવે છે.
    - આ ઉપરાંત વિશ્વના અનેક દેશોથી વિપરીત તેઓને વેપાર અને અઢળક ધન કમાવવાની સુવિધા પણ આપણો દેશ આપે છે.
    - સાંસદોની પગાર પેટે 50 હજાર રૂપિયા દર મહિને મળે છે, જેને વધારવાની ભલામણ પણ કરવામાં આવી છે.
    - સાંસદોને ભથ્થા પેટે 45 હજાર રૂપિયા મળે છે. જેમાંથી 15 હજાર રૂપિયા સ્ટેશનરી અને પોસ્ટેજ માટે જ્યારે 30 હજાર રૂપિયા સચિવાલય સહાયકોને ચુકવવા માટેના હોય છે.
    - કાર્યાલય ભથ્થાંના ખર્ચ પેટે સાંસદોને 45 હજાર રૂપિયા ભથ્થું આપવામાં આવે છે.
    - આ ઉપરાંત સંસદ સત્ર દરમિયાન સંસદ આવવા પર પણ સાંસદોને ભથ્થું મળે છે. આ દરમિયાન તેઓને દૈનિક ભથ્થું 2 હજાર રૂપિયા રોજ મળે છે.


    આગળ વાંચો સાંસદોને શું મળે છે અન્ય સુવિધાઓ?

  • MP just dispute in Parliament but get high salary and other benefits
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    સાંસદોને મળતી અન્ય સુવિધાઓ

     

    - સેલરી અને ભથ્થાંઓ ઉપરાંત સાંસદોને ઘરના ઉપયોગ માટે ત્રણ ટેલિફોન લાઈન મળે છે. જેમાં પણ દરેક લાઈન પર વાર્ષિક 50,000 લોકલ કોલ મફત આપવામાં આવે છે.

    - સાથે જ ઘરમાં ફર્નીચર માટે 75 હજાર રૂપિયા મળે છે.

    - પત્ની કે કોઈ અન્ય સાથે વર્ષમાં 34 હવાઈ યાત્રા મળે છે અને તે પણ મફત.

    - આ ઉપરાંત રેલ યાત્રા માટે ફર્સ્ટ એસીની ટિકિટ મફત મળે છે.

    - ઘરમાં વર્ષે 40 લાખ લીટર મફત પાણી પણ મળે છે. તો વર્ષે 50 હજાર યૂનિટ વીજળી પણ મફત આપવામાં આવે છે.

    - સડક યાત્રા માટે 16 રૂપિયા પ્રતિ કિલોમીટર ભાડા પેટે ભથ્થું આપવામાં આવે છે.

    - ખાનગી હોસ્પિટલોમાં ઈલાજ પર પણ વાસ્તવિક ખર્ચની ચુકવણી પણ સરકારી ખજાનામાંથી કરવામાં આવે છે.

     

    આગળ વાંચો સાંસદોને ફ્લેટ અને બંગલાની પણ સુવિધા

  • MP just dispute in Parliament but get high salary and other benefits
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ફ્લેટ અને બંગલાની પણ સુવિધા


    - સાંસદોને દિલ્હીના પોશ વિસ્તારમાં ફ્લેટ કે બંગલો પણ મળે છે.
    - વાહન માટે વ્યાજ રહિત લોન 4 લાખ રૂપિયા સુધીની મળે છે.
    - કોમ્પ્યુટર ખરીદવા માટે બે લાખ રૂપિયા સરકારી ખજાનામાંથી લઈ શકાય છે અને દર ત્રીજા મહિને પડદાં અને સોફા કવર ધોવડાવવાનો ખર્ચ પણ સરકારી ખજાનામાંથી લઈ શકાય છે.
    - સૌથી મહત્વની વાત કે સાંસદોની આ આવક ઈન્કમટેક્સ મુક્ત હોય છે. એટલે કે તેમના વેતન અને ભથ્થાં પર કોઈ જ ટેક્સ લાગતો નથી. 
    - આટલું ઓછું હોય તેમ વેતન અને દૈનિક ભથ્થાં બે ગણાં કરવાની ભલામણની સાથે સંસદીય સમિતિએ પૂર્વ સાંસદોના પેન્શન 20,000 રૂપિયાથી વધારીને 35,000 રૂપિયા કરવાની ભલામણ કરી છે.


    આગળ વાંચો પહેલાં સાંસદોને શું વેતન મળતું?

  • MP just dispute in Parliament but get high salary and other benefits
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    એક સમયે સાંસદોને મળતાં હતા 21 રૂપિયા

     

    - ભૂતકાળમાં મળતાં આંકડા પર નજર કરીએ તો 1921માં સંસદના સભ્યોને દૈનિક ભથ્થાંરૂપે 20 રૂપિયા મળતા હતા.

    - વર્ષ 1945માં દૈનિક ભથ્થાં 30 રૂપિયા આપવામાં આવતા હતા. તો વાહન ભથ્થું 15 રૂપિયા હતું જેને વર્ષ 1946માં વધારીને 45 રૂપિયા કરવામાં આવ્યું હતું.

    - તો માસિક વેતનને લઈને મહાત્મા ગાંધીએ જોર આપીને કહ્યું હતું કે, સાર્વજનિક જીવનમાં વ્યક્તિઓએ ન્યૂનતમ વેતન લેવું જોઈએ.

     

    આગળ વાંચો સાંસદનો વેતન અન ભથ્થામાં ક્યારે ક્યારે થયાં ફેરફાર?

  • MP just dispute in Parliament but get high salary and other benefits

    ક્યારે ક્યારે થયાં ફેરફાર?

     

    - 17 ઓક્ટોબર, 1949માં વી.આઈ.મુન્નીસ્વામી પિલ્લાઈએ દૈનિક ભથ્થું 40 રૂપિયા કરવાનો એક પ્રસ્તાવ મુક્યો હતો.

    - મેમ્બર ઓફ પાર્લામેન્ટ એક્ટ 54 અંતર્ગત માસિક વેતનના રૂપે 400 રૂપિયા અને દૈનિક ભથ્થું 21 રૂપિયા આપવાનો પ્રસ્તાવ રખાયો. સાથે 1946થી પેન્શનને પણ સામેલ કરાયું.

    - આટલાં બદલાવ પછી સેલેરીમાં આ પ્રકારે વધારો થયો જેમાં 1954માં 500 રૂપિયા, 1983માં 750 રૂપિયા, 1985માં 1000 રૂપિયા, 1988માં 4000 હજાર રૂપિયા, 1998માં 12,000 રૂપિયા અને 2006માં 16,000 રૂપિયાની વૃદ્ધિ કરવામાં આવી હતી.

    - જે રીતે માસિક વેતનમાં વધારો થયો તેવી જ રીતે દૈનિક ભથ્થામાં પણ વધારો થયો જેમાં 1964માં 31 રૂપિયા, 1969માં 51 રૂપિયા, 1983માં 75 રૂપિયા, 1988માં 150 રૂપિયા, 1993માં 200 રૂપિયા, 1998માં 400 રૂપિયા અને 2001માં 500 રૂપિયા કરાયો હતો.

    - 20 મે, 1949નાં રોજ વેતન અને દૈનિક ભથ્થાં માટે એક ખરડો પસાર કરવામાં આવ્યો. જેમાં માસિક આવકને 750થી 1000 રૂપિયા વચ્ચે કરવાની ભલામણ કરાઈ હતી. પરંતુ એક સાથે આટલાં પૈસા વધારવા માટે વિધાનસભાએ આપત્તિ વ્યક્ત કરી હતી પરંતુ દૈનિક ભથ્થું 30 રૂપિયાથી વધારીને 45 રૂપિયા કરાયું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending