Home » National News » Latest News » National » One Nation One Election is possible in India

દેશમાં એકસાથે ચૂંટણીઓ કરાવવા અંગે સંભાવનાઓ તપાસશે કાયદા પંચ

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 06:00 AM

કેન્દ્ર સરકારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાના પ્રસ્તાવને વિધિ આયોગની પાસે મોકલવા અંગે વિચારી રહ્યાં છે.

 • One Nation One Election is possible in India
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  નેશનલ ડેસ્કઃ મોદી સરકાર જ્યારથી સત્તા પર આવી છે ત્યારથી કંઈક નવા નવા પ્રયોગો કરતું આવ્યું છે. ત્યારે હવે વડાપ્રધાન મોદી દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાની દિશામાં વિચારી રહ્યું છે. કેન્દ્ર સરકારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાના પ્રસ્તાવને વિધિ આયોગની પાસે મોકલવા અંગે વિચાર કરી રહ્યાં છે. કેન્દ્ર ઈચ્છે છે કે આ મુદ્દે સાર્વજનિક મંચ પર વ્યાપક વિચાર વિમર્શ અને ચર્ચા થાય.

  અધ્યયન અને સંશોધન થઈ રહ્યું છે


  - લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવા માટે સરકાર સંબંધિત કાયદાઓનું અધ્યયન કરી રહ્યાં છે, જેમાં સંશોધન પણ કરવામાં આવી શકે છે.
  - કાયદા મંત્રાલય આ કામમાં સક્રિયતાથી જોડાયું છે. કાયદાકીય સુધારાઓ માટે જરૂરી સુચનો આપનારૂ વિધિ આયોગ હાલ રાજકીય રૂપમાં સંવેદનશીલ યૂનિફોર્મ સિવિલ કોડની તપાસ કરી રહ્યું છે.
  - વડાપ્રધાન દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણીની વાત પર જોર આપી ચુક્યાં છે. જે અંતર્ગત 2જી માર્ચનાં રોજ ભાજપ શાસિત મુખ્યમંત્રીઓની બેઠકમાં આ દિશામાં ચર્ચા કરવા અને પ્રસ્તાવ પસાર કરવાનું પણ સુચન અપાયા હતા.

  આગળ વાંચો એક દેશ, એક ચૂંટણી અંગે શું છે દલીલ?

 • One Nation One Election is possible in India
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  એક દેશ એક ચૂંટણી અંગે શું છે દલીલ?


  - દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા અંગે દલીલ પણ કરવામાં આવે છે કે આવું કરવાથી સરકાર અને તેમના મંત્રીઓની એનર્જી ચૂંટણીમાં નહીં વહેંચાય. 
  - 5 વર્ષમાં એકસાથે ચૂંટણી કરાવવાથી પૈસાની બચત થઈ શકે છે. તેમજ ચૂંટણી સમયે તૈનાત સુરક્ષા દળોના જવાનોની ઉર્જા, તેમને તૈનાત કરાવવા માટેનું ધનની બરબાદી રોકી શકાશે.
  - ચૂંટણી પંચ તો લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાના કેન્દ્રના પ્રસ્તાવોનું સમર્થ કરે છે. પરંતુ તેને લાગુ કરાવવા માટે બંધારણમાં સંશોધન કરવાની જરૂર પડશે. પરંતુ શું ભારતમાં એક સાથે ચૂંટણી સંભવ છે?

   

  આગળ વાંચો અત્યારસુધી શું પ્રસ્તાવો થયાં છે?

 • One Nation One Election is possible in India
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  એક સાથે ચૂંટણી કરાવવા માટે અત્યારસુધીનાં પ્રસ્તાવો


  - દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા પર પૈસા, સમય અને મહેતનની બચત થશે. 
  - 2002માં વેંકટચલૈયા આયોગે આ વિચારનું સમર્થન કર્યું.
  - 2014ની સામાન્ય ચૂંટણી સમયે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દાને સમાવિષ્ટ કર્યો
  - 2015માં ચૂંટણી પંચે પણ દાખવી સહમતી
  - 2015માં સ્ટેન્ડિંગ કમિટી ઓન પર્સનલ, પબ્લિક ગ્રિવેન્સેસ, લો એન્ડ જસ્ટિસે પણ આ મુદ્દે સમર્થન આપ્યું.

   

  આગળ વાંચો એક ચૂંટણી પાછળ કેટલો થાય છે ખર્ચ?

 • One Nation One Election is possible in India
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  એક ચૂંટણી પાછળ થાય છે અધધધ.. ખર્ચ


  - વર્ષ 2014ની લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે 3,426 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
  - એક રિસર્ચ મુજબ લોકસભા ચૂંટણી પર લગભગ 35,000 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.
  - 2014ની ચૂંટણીને આધાર બનાવવામાં આવે તો 1 ચૂંટણીની કિંમત પાછળ પ્રત્યેક લોકસભા ક્ષેત્રે દિઠ 70 કરોડનો ખર્ચ થઈ શકે છે. (કુલ 543 સંસદીય ક્ષેત્ર છે.)
  - રૂપિયા 10 કરોડ પ્રત્યેક વિધાનસભા ક્ષેત્ર પર ખર્ચ થાય છે. (દેશમાં 4,033 વિધાનસભા ક્ષેત્ર છે)
  - વારંવાર વિધાનસભા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરાવવાથી એક લાખ કરોડનો ખર્ચ થઈ શકે છે. 

   

  આગળ વાંચો ક્યારે ક્યારે થઈ છે એક સાથે ચૂંટણીઓ?

 • One Nation One Election is possible in India
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  આ પહેલાં ક્યારે ક્યારે થઈ છે એક સાથે ચૂંટણી?


  - 1951-52માં લોકસભાની પહેલી સામાન્ય ચૂંટણી અને તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણી એક સાથે થઈ હતી.
  - 1957, 62 અને 67માં તમામ ચૂંટણીઓ એક સાથે કરાવવામાં આવી હતી. 
  - 1968-69માં સમયથી પહેલાં વિધાનસભા ભંગ થતાં એક સાથે ચૂંટણી કરાવવાની વ્યવસ્થામાં ગડબડ ઊભી થઈ.
  - 1970માં લોકસભા સમય પહેલાં ભંગ થઈ જે બાદ વ્હેલી ચૂંટણી કરાવવામાં આવી. ત્યારબાદ 1971થી આ સિલસિલો યથાવત રહ્યો અને અલગ અલગ ચૂંટણીની વ્યવસ્થા બની ગઈ. 

   

  આગળ જાણો શું વિરોધ થઈ શકે છે?

 • One Nation One Election is possible in India
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  એક સાથે ચૂંટણી કરાવવા અંગે ક્યા મુદ્દે વિરોધ થઈ શકે છે?


  - બંધારણમાં ફેરફાર કરવાનો પડકાર આવી શકે છે.
  - જો કોઈ શખ્સની લહેર છે તો તેના પક્ષમાં વોટ પડી શકે છે, તેનો વ્યવહાર નિરંકુશ થઈ શકે છે. 
  - 5 વર્ષનું શાસન નક્કી થયાં પછી મધ્યવર્તી ચૂંટણીની કોઈ જ શક્યતા નહીં રહે.
  - અત્યારસુધી 16 લોકસભાનું ગઠન થયું છે જેમાં 7ને સમય પહેલાં ભંગ કરવી પડી છે.
  - કેન્દ્ર સરકાર પોતાનો નિર્ધારિત સમય પૂરો ન કરી શકે તો રાજ્ય સરકારોને સમય પહેલાં નવી ચૂંટણીઓ કારણ વગર સહન કરવી પડે.
  - EVM પર ઘણો જ ખર્ચો કરવો પડે. એક અંદાજ મુજબ ચૂંટણી પંચે EVM માટે 9,284.15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે.
  - મોટી સંખ્યામાં સુરક્ષા દળોની જરૂર રહે. 

   

  આગળ જાણો શું શું મુશ્કેલીઓ આવી શકે છે?

 • One Nation One Election is possible in India

  શું શું મુશ્કેલીઓ આવી શકે છે?


  - બંધારણની કલમ 83(2) અને 172(1) કહે છે કે કોઈપણ પ્રકારે લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધુ ન વધારી શકાય. 
  - તમામ રાજકીય પાર્ટીઓને બંધારણમાં સંશોધન કરાવવા માટે એક સાથે આવવું જરૂરી. 
  - રાજ્ય સરકારની બર્ખાસ્તગી અને રાષ્ટ્રપતિ શાસનની સ્થિતિમાં કોર્ટમાં પહોંચેલા મામલાઓનું શું થશે, તેના આધારે ઈલેકશનની તારીખ નક્કી કરવાનું મુશ્કેલ. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ