Divya Bhaskar

Home » National News » Latest News » National » two arrested in bihar for smuggling giko lizards

2 કરોડની ગરોળીની દાણચોરી શા માટે થઈ રહી છે?

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 05:47 PM

આ ગરોળીઓનાં માંસમાંથી બનતી કથિત દવાઓ નપુંસકતા, ડાયાબિટીસ, એઇડ્સ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ મટાડતી હોવાનું કહેવાય છે

  • two arrested in bihar for smuggling giko lizards
    બિહારમાં દુર્લભ જાતિની ગરોળીની દાણચોરી કરતાં બે આરોપીની ઝડપી પાડવામાં આવ્યા છે. આ કિસ્સો કિશનગંજ વિસ્તારનો છે જ્યાં BSFના જવાનોએ કરોડોની કિંમતવાળી ગરોળી સાથે બે લોકોને પકડ્યા હતા. આ ગરોળીઓ 'ગીકો' અને 'ટોકો' પ્રજાતિ છે. આ બંને ગરોળીઓને વન વિભઆગને સોંપી દેવામાં આવી છે. તો બંને આરોપીઓને વધારે પૂછપરછ માટે નક્સવાડી પોલીસને સોંપવામાં આવ્યા છે. વિદેશી બજારોમાં 'ગીકો' અને 'ટોકો' જાતિની ગરોળીઓ બે કરોડ રૂપિયા જેવી તોતિંગ કિંમતે વેચાય છે. આ ગરોળીઓ દક્ષિણ-પૂર્વ એશિયા, બિહાર, ઇન્ડોનેશિયા, પૂર્વોત્તર ભારત, ફિલિપાઇન્સ અને નેપાળમાં વેચાય છે. મોટાભાગનાં જંગલોના નાશથી હવે ગરોળીની આ પ્રજાતિ લુપ્ત થવાની તૈયારીમાં છે. જેના કારણે આ ગરોળીઓ મોંઘી વેચાય છે. આ ગરોળીઓનાં માંસમાંથી બનતી કથિત દવાઓ નપુંસકતા, ડાયાબિટીસ, એઇડ્સ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ મટાડતી હોવાનું કહેવાય છે. દક્ષિણ-પૂર્વ એશિયામા આ ગરોળીઓની માગ સૌથી વધારે છે. ચીનની પરંપરાગત દવાઓમાં પણ આ ગરોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending