ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» The government will be free to offer breast implant in India instead

  સરકાર દ્વારા ફ્રીમાં થશે 'બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ' ભારતની આ જગ્યાએ

  divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 05:43 PM IST

  'બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ'ની વાત આવે એટલે હોલિવૂડ અને બોલિવૂડની એક્ટ્રેસ નજર સામે ફરતી થાય
  • સરકાર દ્વારા ફ્રીમાં થશે 'બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ' ભારતની આ જગ્યાએ

   ભારતમાં થશે એક જગ્યાએ ફ્રીમાં 'બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ'

   'બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ'ની વાત આવે એટલે હોલિવૂડ અને બોલિવૂડની એક્ટ્રેસ નજર સામે ફરતી થાય. સ્તનમાં ખાસ પ્રકારનાં ઇમ્પ્લાન્ટ્સ મૂકીને તેને ઉન્નત બનાવવાની આ કામ માટે અબજો રૂપિયાની ઇન્ડસ્ટ્રી ધમધમે છે.

   પરંતુ જો કોઈ કહે કે 'બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ' ફ્રીમાં થાય તો? અને એ પણ આપણા ભારતમાં? વાત માન્યામાં આવે તેવી નથી, પરંતુ શત પ્રતિશત સાચી છે. તમિલનાડુ સરકાર નવી ઑફર લઇને આવી છે.

   રાજ્યની ગરીબ યુવતીઓને કોઇ પણ પ્રકારની કોસ્મેટિક સર્જરી ફ્રીમાં કરી આપવામાં આવશે. તેમાં ફ્રી 'બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ'નો પણ સમાવેશ થાય છે. સરકારનું કહેવું છે કે ગરીબ સ્ત્રીઓ પણ સુંદર દેખાવી જોઇએ! તેમને પણ સુંદર દેખાવાનો પૂરો હક છે.

   સુંદર દેખાવા કોસ્મેટિક સર્જરીનો ખર્ચ સરકાર ચૂકવશે. બ્રેસ્ટ સર્જરીનો ખર્ચ ભારતમાં 1.50થી 2 લાખ રૂપિયા આવે છે. આ બ્રેસ્ટ સર્જરીનો ખર્ચ પણ તમિલનાડુ સરકાર ઉઠાવશે. સરકારનું માનવું છે કે કોસ્મેટિક સર્જરીમાં લોકો ખોટા રૂપિયા વેડફે છે.

   આ સ્કિમ દ્વારા લોકોના રૂપિયા બચાવી શકાશે - જેથી તે રૂપિયા લોકો સારાં કામમાં વાપરી શકે. બ્યૂટી સર્જરીની શરૂઆત તમિલનાડુના પછાત એરિયાથી કરવામાં આવશે. રાજ્યની સરકારી હૉસ્પિટલોમાં આ સર્જરીઓ કરી આપવામાં આવશે.

   તમિલનાડુ આમેય ફ્રી લહાણી કરવા માટે જાણીતું રાજ્ય છે.પરંતુ આ વખતની ફ્રી યોજનાથી આખા દેશમાં ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The government will be free to offer breast implant in India instead
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `