1

Divya Bhaskar

Home » National News » Latest News » National » Stand up comedian siddharth sagar posted a video on instagram

કોમેડિયન સિદ્ધાર્થ સાગરે ખોલ્યો ગાયબ થવાનો રાઝ, કહ્યું 'હું ખૂબ જ મુશ્કેલીમાં...'

Divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 08:43 PM IST

કોમેડિ સર્કસનો સ્ટેન્ડ કોમેડિયન ઘણાં દિવસથી ગાયબ હતો

  • કોમેડિયન સિદ્ધાર્થ સાગરે ખોલ્યો ગાયબ થવાનો રાઝ, કહ્યું 'હું ખૂબ જ મુશ્કેલીમાં...'
    'કોમેડી સર્કસ'માં સ્ટેન્ડઅપ કોમેડી માટે ઓળખીતા હાસ્ય કલાકાર સિદ્ધાર્થ સાગરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. થોડા દિવસ પહેલાં તેના ફ્રેન્ડ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપવામાં આવી હતી કે સિદ્ધાર્થ છેલ્લા ચાર મહિનાથી ગાયબ છે. આવા સમાચાર ફેલાયા પછી તેને બધાની સામે આવીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સિદ્ધાર્થે વીડિયોમાં કહ્યું, 'મને મીડિયાથી ઘણા કોલ આવ્યા, મારા ફ્રેન્ડે પણ મને કોલ કર્યા.’ ‘હું સલામત છું કે કેમ ...હું ક્યાં છું કેવો છું વગેરે... હું ખૂબ જ મુશ્કેલીમાંથી નીકળ્યો છું... મેં મારી ફેમિલી સામે ફરિયાદ કરી છે.' 'મારી ફેમિલીએ મારા માટે અનેક પ્રોબ્લમ ઉભા કર્યા હતા’ ‘જેના કારણે હું માનસિક રીતે ખૂબ જ હેરાન થયો.’ ‘હું તે મશ્કેલીમાંથી બહાર નીકળ્યો છું. અત્યારે જે જગ્યાએ છું.. ત્યાં દરેકે મને સપોર્ટ કર્યો છે.' જોકે સિદ્ધાર્થે પોતે કેવી મુશ્કેલીમાં છે તેની ચોખવટ કરી નથી. પરંતુ એણે કહ્યું કે, 'હું એક-બે દિવસમાં બહાર આવી મીડિયા સામે વાત કરીશ અને બધુ જણાવીશ કે મારી સાથે શું થયું હતું.'
    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending