Home » National News » Latest News » National » RBIs strict KYC rules may empty digital wallets

1 માર્ચથી પેટીએમ, મોબિક્વિક જેવાં મોબાઇલ વૉલેટ વાપરી નહીં શકો?

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 03:11 PM

‘રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા’ના આદેશથી આ મોબાઇલ વૉલેટ્સ સામે સંકટ ઊભું થયું છે

  • RBIs strict KYC rules may empty digital wallets
    નેશનલ ડેસ્કઃ કૅશલેસ મની ટ્રાન્ઝેક્શન માટે ‘મોબાઇલ વૉલેટ’ હવે રોજિંદી જરૂરિયાત બની ગયાં છે. અત્યારે પેટીએમ, મોબિક્વિક, પે-યુ, ફ્રીચાર્જ, ઑક્સિજન વગેરે મોબાઇલ વૉલેટ્સ સૌથી પોપ્યુલર છે. પરંતુ ‘રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા’ના આદેશથી આ મોબાઇલ વૉલેટ્સ સામે સંકટ ઊભું થયું છે. ગયા વર્ષે RBIએ મોબાઇલ વૉલેટ કંપનીઓને તેમના યુઝર્સના KYC સબમિટ કરવા આદેશ કરેલો. મહિને 10 હજાર રૂપિયા કરતાં વધુ ટ્રાન્ઝેક્શન કરતા યુઝર્સે KYC આપવું ફરજિયાત છે. KYC એટલે કે ‘નૉ યૉર કસ્ટમર’માં કંપનીઓએ પોતાના યુઝર્સની ઓળખ આપવાની હતી. આ માટેની છેલ્લી ડેડલાઇન 28 ફેબ્રુઆરી, 2018 છે. પરંતુ સ્થિતિ એ છે કે મોબાઇલ વૉલેટ કંપનીઓએ RBIના આ આદેશનું પાલન કર્યું નથી. KYC સબમિટ કરાવનારા યુઝર્સની સંખ્યા માંડ 9 ટકા જેટલી જ છે. યાને કે 91 ટકા યુઝર્સે પોતાનાં KYC સબમિટ કર્યાં નથી. જો RBI KYCની મુદ્દત નહીં લંબાવે તો 91 ટકા યુઝર્સ માટે મોબાઇલ વૉલેટના ઉપયોગ પર ભયંકર પાબંદી આવી જશે. તેઓ 10 હજાર રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન જ નહીં કરી શકે. 10 હજારથી વધુ રકમ તેઓ મોબાઇલ વૉલેટમાં રાખી પણ નહીં શકે. મોબાઇલ વૉલેટ્સ થકી ડિસેમ્બર, 2017માં 12 હજાર કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. યૂઝરે KYC લિંક કરવા તેમના મોબાઇલ વૉલેટને આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે લિંક કરાવવાનું હોય છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ