આ જ કારણે બિશ્નોઈઓએ સલમાનને પણ ન બક્ષ્યો

વૃક્ષો બચાવવા માટે 363 બિશ્નોઈઓએ શહાદત વહોરી હતી

DivyaBhaskar.com | Updated - Apr 05, 2018, 10:15 PM
know the bishnoi community
જોધપુર કોર્ટમાંથી પાંચ વર્ષની કેદની સજા પામેલો સલમાન ખાન હવે ક્યારેય કાળિયારનું નામ સુદ્ધાં નહીં લે. આ ઉપરાંત બીજું એક નામ આ ફિલ્મી ‘ટાઈગર’ને થથરાવી મૂકવા માટે પૂરતું છે. તે નામ છે ‘બિશ્નોઈ’. મોટે ભાગે જોધપુરની આસપાસ પથરાયેલો અને ‘પ્રહલાદપંથી’ તરીકે પણ ઓળખાતો ‘બિશ્નોઈ’ એક ધાર્મિક સંપ્રદાય છે, જેની સ્થાપના આજથી પાંચસો વર્ષ પહેલાં ગુરુ જાંભેશ્વરે કરી હતી. બિશ્નોઈઓ માને છે કે તેઓ ભગવાન વિષ્ણુનો અવતાર હતા. સંપૂર્ણપણે પ્રકૃતિને જ ભગવાન માનીને પૂજતો હોય તેવો બિશ્નોઈ વિશ્વનો એકમાત્ર સંપ્રદાય છે. આ ધર્મ પાળનારા લોકોની સંખ્યા દસ લાખથી પણ વધારે છે. બિશ્નોઈઓ માને છે કે બાળપણમાં ગુરુ જાંભેશ્વરે કૂવાનાં પાણીથી 64 દીવડા પ્રગટાવ્યા હતા. રાજપૂત પરિવારમાં જન્મ્યા હોવા છતાં જાંભેશ્વર અહિંસા, પ્રેમ અને કરુણાના માર્ગે ચાલ્યા. કહે છે કે તેઓ તમામ પ્રાણી, પક્ષી અને વનસ્પતિઓ સાથે વાતો કરી શકતા.

X
know the bishnoi community
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App