ઈંગલેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પિટરસનનો પ્રાણી પ્રેમ, ચિત્તાનું બચ્ચું દત્તક લીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નૅશનલ ડેસ્કઃ ઇંગલૅન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન સોમવારે રાયપુર આવ્યો હતો. ઓછા લોકો જાણે છે કે પીટરસન જબરો પ્રાણીપ્રેમી પણ છે. થોડા સમય પહેલાં એણે એક અનાથ બાળ દીપડાને દત્તક લીધો હતો. ગયા અઠવાડિયે પીટરસન દત્તક લીધેલા બૅબી લૅપર્ડને મળવા રાયપુર પહોંચ્યો હતો. આનો એક ક્યુટ વીડિયો પણ એણે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. વીડિયોમાં પીટરસન દીપડા બાળકને બૉટલથી દૂધ પીવડાવી રહ્યો છે. પીટરસન લખે છે કે, જાન્યુઆરીમાં ભારતમાં 40 દીપડાનો શિકાર કરાયો હતો. આથી એણે આ બૅબી લૅપર્ડ દત્તક લીધું છે. દીપડાના બચ્ચાને દત્તકમાં લેવાની પ્રોસેસ હજુ પૂરી નથી થઈ. પીટરસનના ફોલોઅર્સે અને વાઈલ્ડ લાઈફ લવની પીટરસને પ્રશંસા કરી રસપ્રદ વાત એ છે કે, સોશિયલ મીડિયા પર પીટરસનની એનિમલ માટે પહેલી પોસ્ટ નથી. તે ‘સેવ અવર રાઇનોઝ આફ્રિકા / ઇન્ડિયા’ અને બંને ક્ષેત્રોમાં પ્રાણીઓને બચાવવા માટે પોસ્ટ અપડેટ કરી રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...