ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Indian doctors removed 1.80 k.g of the largest brain tumors in the world

  મુંબઈમાં ડૉક્ટરોએ 1.80 કિલોગ્રામની વિશ્વની સૌથી મોટી મગજની ગાંઠ કાઢી

  divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 05:02 PM IST

  બ્રેઇન ટ્યુમરનું નામ આવે ત્યાં જ વાત સિરિયસ બની જાય
  • મુંબઈમાં ડૉક્ટરોએ 1.80 કિલોગ્રામની વિશ્વની સૌથી મોટી મગજની ગાંઠ કાઢી

   મુંબઈના તબીબોએ 1.80 કિલોગ્રામની મગજની ગાંઠનું ઑપરેશન કર્યું

   બ્રેઇન ટ્યુમરનું નામ આવે ત્યાં જ વાત સિરિયસ બની જાય.શરીરના કંટ્રોલ યુનિટ જેવા મગજમાં ગાંઠ થાય એટલે તમામ ક્રિયાઓમાં વિક્ષેપ પડવા માંડે.ધીમે ધીમે ગાંઠ વધે અને વ્યક્તિના જીવન સામે મોટો પ્રશ્નાર્થ મુકાઈ જાય.

   બ્રેઇન ટ્યુમરનું ઑપરેશન સ્વાભાવિક રીતે જ અતિશય મુશ્કેલ હોય છે.મુંબઈની બૃહદમુંબઈ મ્યુનિસિપલ હૉસ્પિટલમાં બ્રેઇન ટ્યુમરની આવી જ એક સર્જરી થઈ.વાત છે ઉત્તર પ્રદેશથી આવેલા 31 વર્ષના યુવાન સંતલાલની. સંતલાલને મગજમાં ગાંઠ થયેલી અને તેનું તાત્કાલિક ઑપરેશન કરવું જરૂરી હતું. શૉકિંગ વાત એ હતી કે એ ગાંઠ અતિશય મોટી હતી.


   ત્યાંના ડૉ. ત્રિમૂર્તિ નાડકર્ણીની ટીમે ફટાફટ ઑપરેશન આદર્યું. આ મૅરેથોન ઑપરેશન સાત કલાક સુધી ચાલ્યું. ઓપરેશન દરમિયાન 11 બોટલ લોહીની જરૂર પડી હતી. સંતલાલના મગજથી નીકળેલી ગાંઠ જોઇને ડૉક્ટરો પણ ચોંકી ઊઠ્યા.કેમ કે તે તોતિંગ ગાંઠનું વજન હતું પૂરા 1.80 કિલોગ્રામ.છેલ્લાં ત્રણ વર્ષથી તે દર્દી આ ફૂટબૉલ જેવડી સાઇઝની ગાંઠ સાથે જીવી રહ્યો હતો. એના માથા પર બીજું એક માથું ઊગી નીકળ્યું હોય તેવું લાગી રહ્યું હતું. ડૉક્ટરોના કહેવા પ્રમાણે સમગ્ર વિશ્વની આ સૌથી મોટી મગજની ગાંઠ હતી.


   ડૉક્ટરોએ સફળતાપૂર્વક કરેલા આ ઑપરેશનથી સંતલાલને નવું જીવન મળ્યું છે. પરંતુ બ્રેઇન ટ્યુમરને લીધે ઘણા સમયથી એની દૃષ્ટિ જતી રહી હતી. તબીબોને આશા છે કે હવે કદાચ તે ફરીથી આ દુનિયા જોતો થઈ શકશે. આપણે પણ આશા કરીએ કે સંતલાલ એકદમ ફિટ અને હેલ્ધી થઈ જાય!

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian doctors removed 1.80 k.g of the largest brain tumors in the world
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `