સાવધાન, તમારા વોટ્સએપ ગ્રૂપમાં +86થી શરૂ થતો કોઈ નંબર તો નથી ને?

indian army warns against chinese hackers on whatsapp

DivyaBhaskar.com

Mar 19, 2018, 08:48 PM IST

- ભારતીય આર્મીએ વોટ્સએપ યુઝ કરનાર લોકોને એક ખાસ ચેતવણી આપી છે
- ચેતવણીમાં આર્મી દ્વારા કહેવામાં આવ્યું છે કે - જો તમે વોટ્સએપ યુઝ કરતા હો તો સાવધાન - ચીની હેકર્સ વોટ્સએપ હેક કરી રહ્યા છે
- ઇન્ડિય આર્મી દ્વારા ચીનના આ હેકરોની કરતૂતનો - એક વીડિયો પણ જાહેર કર્યો છે
- સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે - જો તમે કોઇ પણ મેસેન્જર એપ વાપરતા હો તો સાવધાની અને સુરક્ષા જરૂર રાખજો
- જુઓ વીડિયો

- ચાઇનાવાળા ડિજિટલ દુનિયામાં પણ ઘૂસણખોરી કરવા માટે - કોઇપણ હદ વટાવી શકે છે

- ચાઇનામાં બેઠેલ હેકર્સ - તમારા વોટ્સએપ ગ્રૂપમાં ઘૂસીને - તમારો ડૅટા ચોરવાનો પ્રયત્ન કરે છે

- ચાઇનાનો કોઇપણ નંબર +86થી શરૂઆત થાય છે - એટલે +86થી શરૂ થતા નંબરથી તમારા વોટ્સએપ ગ્રૂપમાં કોઈ સામેલ થાય તો ચેતી જજો - એ વ્યક્તિ ચાઇનીઝ ઘૂસણખોર છે અને તમારો ડૅટા તફડાવી લેવા માટે આવી છે

- હેકરની ઘૂસણખોરીથી બચવા માટે માટે રોજ તમારા ગ્રૂપનું ચેકિંગ કરો અને તપાસો કે તેમાં કોઇ અજાણ્યો-અજૂગતો દેખાતો નંબર તો નથીને

- વોટ્સએપમાં ગ્રૂપમાં જેટલા નંબર હોય તે નામ સાથે જ સેવ કરો

- જો ગ્રૂપમાં કોઇ જાણીતો નંબર ના લાગતો હોય તો, તે નંબરની ચકાસણી બારીકાઇથી કરો

- જો તમે મોબાઇલ નંબર ચેન્જ કરો તો તરત જ ગ્રૂપ એડમિનને જાણ કરો

- જો તમે નંબર ચેન્જ કરો તો જૂના નંબરના સિમ કાર્ડનો નાશ કરી નાખો અને - તરત જ વોટ્સએપ નંબર ડિલિટ કરો

- આ વસ્તુનું હંમેશાં ધ્યાન રાખો અને એલર્ટ રહો

X
indian army warns against chinese hackers on whatsapp

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી