ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Dhol Blasters performing inside in Air India flight

  એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ઢોલનો ધબકાર, વીડિયો થયો વાયરલ

  DivyaBhaskar.com | Last Modified - Feb 23, 2018, 01:59 PM IST

  અમૃતસરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં વાગ્યા ઢોલ, જુઓ અદ્ભુત ભાંગડાનો વીડિયો
  • એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ઢોલનો ધબકાર, વીડિયો થયો વાયરલ
   નૅશનલ ડેસ્કઃ 8 વર્ષ પછી એર ઇન્ડિયાએ અમૃતસર અને બર્મિંગહામની નૉન સ્ટૉપ ફ્લાઇટ શરૂ કરી છે. એર ઇન્ડિયાની અમૃતસરથી બર્મિંગહામ(ઇંગલેન્ડ) આ પહેલી ડાયરેક્ટ ફ્લાઇટ હતી. જેમાં પેસેન્જરને ફ્લાઇટ ટેકઑફ કરતા પહેલાં દમદાર સરપ્રાઇઝ મળી, જેને જોઈ બધા અચંબિત થઈ ગયા. ફ્લાઇટ ટેકઑફ કરે તે પહેલાં ઢોલવાળાએ અદ્ભુત પર્ફોમન્સ આપ્યું હતું. સોશિઅલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ફ્લાઇટમાં દરેક પેસેન્જર અને ક્રૂ મેમ્બરે ઢોલના તાલ સાથે ભાંગડાને એન્જોય કર્યા હતાં. પેસેન્જરોએ ફ્લાઇટ ટેકઑફ પહેલાં ખૂબજ મસ્તી કરી અને તાલીઓ વગાડી ઢોલ વગાડનારનું અભિવાદન કર્યું હતુ. બર્મિંગહામ એરપૉર્ટ પર યાત્રીઓ ઇન્ડિયન ડ્રમર્સ સાથે પહોંચ્યા હતા. 'ઢોલ બ્લાસ્ટર' નામના ગ્રુપે આ વીડિયો ફેસબુક પર શેર કર્યો હતો, જેમાં તે અદ્ભુત પર્ફોમન્સ કરી રહ્યાં છે.
  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Dhol Blasters performing inside in Air India flight
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top