Home » National News » Latest News » National » child died in gurugram hospital before delivery

લેબર પેઈનથી બૂમો પાડતી મહિલાને 3 કલાક વ્હીલચેર પર બેસાડી રાખી

Divyabhaskar.com | Updated - Apr 27, 2018, 05:39 PM

અન્ય હૉસ્પિટલ ખસેડતા એમ્બ્યુલન્સમાં જ ડિલીવરી, બાળકનું મોત

  • ગુડગાવ સિવિલ હોસ્પિટલમાં લાપરવાહીનો એક મામલો સામે આવ્યો છે. બુધવારે અહીં સારવાર માટે આવેલી ગર્ભવતી મહિલાને એડમિટ કરવાની જગ્યાએ ત્રણ કલાક બીજી હોસ્પિટલમાં રેફર કરવાની વાત કહીને બેસાડી રાખી. આશ્ચર્યની વાત છે કે લેબર પેઇનથી તપડતી મહિલા ચેર પર બેસાડી દીધી હતી. આ દરમિયાન ગર્ભમાંથી બાળકના હાથ બહાર આવી ગયા તો ડૉક્ટરોએ હાથ પાછા ગર્ભમાં નાંખી દીધા. મહિલા દર્દને કારણે તડપી રહી હતી. જ્યારે મહિલાને સફદરજંગ હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સમાં સૂવડાવવામાં આવી ત્યારે તેની ડિલીવરી થઈ અને તેને વોર્ડમાં શિફ્ટ કરતાં લાપરવાહીને કારણે બાળકનું મોત થયું.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending