50 લાખની AUDIની સેકન્ડમાં બળીને થઈ ખાખ

ઍપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં બે વ્યક્તિએ 50 લાખની AUDI સેકન્ડમાં સળગાવી

DivyaBhaskar.com | Updated - Mar 31, 2018, 03:18 PM
50 lakh audi suv car set on fire at parking in pune
પોતાની નવી નક્કોર કાર પર એક ઘસરકો સુદ્ધાં ન પડે તેની લોકો કાળજી રાખતા હોય છે. ત્યારે કોઈની મોંઘીદાટ કાર આખેઆખી સળગી જાય તો? અને એ પણ તે લક્ઝરી કાર અધધધ 50 લાખ રૂપિયાની હોય તો? વિચાર જ શૉકિંગ છે, અને પુણેમાં તો ખરેખર આવું બન્યું છે. પુણેના ધાયરી વિસ્તારમાં અપાર્ટમેન્ટના બૅઝમેન્ટમાં ઑડી કાર પાર્ક કરેલી હતી. અચાનક બૅઝમેન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. ફાયરબ્રિગેડે જોયું તો ત્યાં પાર્ક કરેલી ઑડી કાર જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આગ તો કાબૂમાં આવી ગઈ, પણ કાર બળીને ખાખ થઈ ગઈ. આ આખી ચોંકાવનારી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે વ્યક્તિ સ્કૂટર લઈને Audi Q5 SUV પાસે જાય છે.તે લોકો જમીન પરથી કંઈક લે છે અને કાર પર નાખે છે. પછી અચાનક બેસમેન્ટમાં ઊભેલી ઑડીમાં ભડકો થવા લાગે છે અને તે ભડકે બળવા લાગે છે. ત્યાર પછી તે બંને વ્યક્તિ તરત જ સ્કૂટર લઈને ભાગી જાય છે. અત્યાર સુધી સ્પષ્ટ નથી થયું કે તે બંને વ્યક્તિ કોણ હતી અને એમણે શા માટે ઑડી કાર સળગાવી. પોલીસ હવે આ ઑડીકાંડની તપાસ કરી રહી છે.

X
50 lakh audi suv car set on fire at parking in pune
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App