4.4 ફૂટ લાંબા મગરને 7 કલાકની મહેનતે આ રીતે બચાવાયો

આ બૅબી ક્રોકોડાઇલ ઘણા સમયથી એક હાઉસિંગ કૉમ્પલેક્સના નાળામાં ફસાઈ ગયું હતું

DivyaBhaskar.com | Updated - Mar 09, 2018, 08:42 PM
4.4-Feet-Long Crocodile Rescued From Drain In Mumbai
મુંબઈના મુલુંડમાં રવિવારે એક નાળામાં 4.4 ફૂટ લાંબા મગરના બચ્ચાને બચાવવામાં આવ્યું. આ બૅબી ક્રોકોડાઇલ ઘણા સમયથી એક હાઉસિંગ કૉમ્પલેક્સના નાળામાં ફસાઈ ગયું હતું. આ વાતની જાણ સ્થાનીય લોકોને થતાં એમણે પ્રાણીપ્રેમી સંસ્થાનો સંપર્ક સાધ્યો. ફોરેસ્ટ અધિકારીઓ અને અન્ય પશુ સરક્ષા ગ્રુપે સાત કલાકની મહેનત કરી. આ 8.8 કિલોના આ બૅબી ક્રોકોડાઇલને બહાર કાઢ્યું હતું. આ બચ્ચું પાંચથી છ વર્ષની ઉંમરનું હતું. સદનસીબે તે સહીસલામત હતું. આ પછી તેને જંગલમાં સુરક્ષિત છોડી દેવામાં આવ્યું હતું. આ મગરના બચ્ચાને એક્ઝેક્ટ્લી ક્યાં છોડવામાં આવ્યું તે જાહેર કરાયું નથી. અલબત્ત, એન્ક્રોચમેન્ટ અને આડેધડ વિકાસને કારણે આવી ઘટનાઓ બનતી રહે છે. પરંતુ આવો હૅપી ઍન્ડિંગ આવે ત્યારે પ્રાણીપ્રેમીઓને શેર લોહી ચડે છે.

X
4.4-Feet-Long Crocodile Rescued From Drain In Mumbai
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App