ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 13 Digit mobile numbers coming to India from July onwards

  હવે 10ને બદલે 13 આંકડાના હશે નવા મોબાઇલ નંબર, જાણો શું છે સચ્ચાઈ

  DivyaBhaskar.com | Last Modified - Feb 22, 2018, 03:58 PM IST

  હવે 10ને બદલે 13 આંકડાના હશે નવા મોબાઇલ નંબર, જાણો શું છે સચ્ચાઈ
  • હવે 10ને બદલે 13 આંકડાના હશે નવા મોબાઇલ નંબર, જાણો શું છે સચ્ચાઈ
   નેશનલ ડેસ્કઃ ભારત સરકાર હવે મોબાઇલ નંબરોમાં પરિવર્તન લાવી રહી છે. ટેલિકોમ મંત્રાલયની લેટેસ્ટ જાહેરાત પ્રમાણે 10ને બદલે 13 આંકડાના મોબાઇલ નંબર માર્કેટમાં આવશે. થોડા દિવસ પહેલાં દિલ્હીમાં થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. અલબત્ત, આ પરિવર્તન માત્ર M2M પ્રકારનાં SIM કાર્ડ્સને જ લાગુ પડવાનું છે. યાને કે જે SIM કાર્ડ M2M એટલે કે 'મશીન ટુ મશીન'ની કેટેગરીમાં આવતાં હશે તેને જ 13 આંકડાના નંબર અપાશે. બાકીના નંબર્સને આ ફેરફાર લાગુ પડશે નહીં. દેખાવમાં રેગ્યુલર સિમ કાર્ડ જેવા લાગતાં M2M સિમ કાર્ડ મશીન ટુ મશીન ડૅટા ટ્રાન્સફર કરવા માટે વપરાય છે. ઇન્ટરનેટ સાથે જોડાયેલી નાની ડિવાઇસથી લઇને વિમાન, શિપ, કાર વગેરે માટે એક SIM નંબર ફાળવવામાં આવે છે. ત્યાર પછી તે માણસની મદદ વિના પણ વાયા ઇન્ટરનેટ ડૅટા ટ્રાન્સફર કરી શકે છે. ઘણી ટેલિકોમ કંપનીઓ ઑલરેડી આવી M2M સર્વિસ ઑફર કરી રહી છે. M2M નંબર્સને 10માંથી 13 આંકડામાં અપગ્રેડ કરવામાં BSNL અગ્રેસર છે. અન્ય ટેલિકોમ કંપનીઓએ પણ પોતાના વર્તમાન M2M યુઝર્સને નવાં અપગ્રેડેડ M2M સિમ કાર્ડ અલોટ કરવાં પડશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઑક્ટોબરથી ડિસેમ્બર મહિના સુધી હાલનાં M2M સિમ કાર્ડવાળા નંબરને 13 અંકવાળા નંબર માટે માઇગ્રેટ કરવામાં આવશે. અલબત્ત, મોબાઇલ નંબરનાં 10માંથી 13 આંકડામાં માઇગ્રેશનની કોઈ અસર નોર્મલ યુઝર્સને નહીં થાય. સામાન્ય લોકોના 10 આંકડાના તમામ નંબર્સ યથાવત રહેશે. આ પરિવર્તન માત્ર M2M નંબર્સને જ લાગુ પડશે. મોબાઇલ કંપનીઓને કોઇપણ જાતની મુશ્કેલી વગર સ્મૂધ અપગ્રેડેશનની સૂચના આપી દેવાઈ છે. રસપ્રદ વાત એ છે કે યુરોપિયન ઇકોનોમિક એરિયાના ઑસ્ટ્રિયા, ફિનલેન્ડ, જર્મની, ઇટલી, નોર્વેમાં 4 થી 13 આંકડા સુધીનાં મોબાઇલ નંબર છે.
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 13 Digit mobile numbers coming to India from July onwards
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `