ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» 3 Things happening for the 1st time in Karnataka Assembly Election 2018

    કર્ણાટકમાં પહેલી વાર: 215 સીટ કવર કરશે PM, લિંગાયતનું વલણ અસ્પષ્ટ

    divyabhaskar.com | Last Modified - May 05, 2018, 10:52 AM IST

    એવું પહેલીવાર થઇ રહ્યું છે કે બીજેપીને ઘેરવા માટે જનતાદળ સેક્યુલર અને બસપાએ ગઠબંધન કર્યું છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      બેંગલુરૂ: આ વખતે કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં ઘણી વાતો પહેલીવાર થઇ રહી છે. જો આ રાજ્ય સત્તાધારી કોંગ્રેસના હાથમાંથી નીકળી ગયું તો પાર્ટી ફક્ત બે રાજ્યો પંજાબ અને પુડુચ્ચેરીમાં સમેટાઇને રહી જશે. બીજેપીએ પોતાની રણનીતિમાં ફેરફાર કરીને મોદીની રેલીઓની સંખ્યા 15માંથી વધારીને 21 કરી દીધી છે. કર્ણાટક ચૂંટણીમાં કોઇ વડાપ્રધાનની આ અત્યાર સુધીની સૌથી વધુ ચૂંટણી રેલીઓ હશે. બીજી બાજુ, સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર લિંગાયત સમુદાયે પહેલીવાર પોતાના પત્તા ખોલ્યા નથી. ઉપરાંત એવું પહેલીવાર થઇ રહ્યું છે કે બીજેપીને ઘેરવા માટે જનતાદળ સેક્યુલર અને બસપાએ ગઠબંધન કર્યું છે.

      આ ચૂંટણીમાં પહેલીવાર શું થઇ રહ્યું છે?

      1) પહેલીવાર કર્ણાટકમાં કોઇ વડાપ્રધાનની 21 રેલીઓ, 224માંથી 215 સીટો કવર કરશે

      - કર્ણાટકમાં બદલાતા સમીકરણોની વચ્ચે બીજેપીને પણ પોતાની રણનીતિ વચ્ચે બદલવી પડી. નરેન્દ્ર મોદીની પહેલા 15 રેલીઓ થવાની હતી. હવે 6 રેલીઓ વધારીને કુલ 21 રેલીઓ કરી દેવામાં આવી છે. શક્યતઃ રાજ્યના 62 વર્ષોના ઇતિહાસમાં પહેલીવાર આવું બની રહ્યું છે કે વિધાનસભા ચૂંટણીમાં કોઇ વડાપ્રધાન આટલી રેલીઓ કરી રહ્યા હોય. મોદી 6 રેલીઓ કરી ચૂક્યા છે. આ સભાઓ દ્વારા તેઓ 215 સીટ્સ કવર કરશે.

      2) પહેલીવાર જેડીએસને બસપા સહિત એકસાથે ચાર પક્ષોનું સમર્થન

      - કર્ણાટકમાં 224માંથી 36 સીટ્સ એસસી અને 15 સીટો એસટી માટે સુરક્ષિત છે. જોકે, આ 51 એસસી-એસટી સીટોમાંથી જેડીએસને 2008માં 2 અને 2013માં 13 સીટો મળી હતી. 2013માં બસપાને 0.9% અને જેડીએસને 20.2% વોટ મળ્યા હતા. જો તેમને ભેગા કરવામાં આવે તો આ વોટશેર બીજેપીના વોટશેર 19.9%થી વધી જાય છે.

      - આ 51 સીટો સહિત રાજ્યની લગભગ 60 સીટો પર દલિત સમુદાય અને 40 સીટો પર આદિવાસી સમુદાયના વોટર અસર કરે છે. આ જ કારણ છે કે બસપાએ 1996 પછી પહેલીવાર ચૂંટણી પહેલા કોઇ પક્ષ સાથે ગઠબંધન કર્યું હોય. આ ગઠબંધન જેડીએસ સાથે થયું છે. બસપા 22 સીટ પર તો જેડીએસ 201 સીટ પર ચૂંટણી લડી રહી છે.
      - જેડીએસને બીજેપી વિરોધી પાર્ટી એનસીપી, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસલમીન (એઆઇએમઆઇએમ) અને તેલુગુ દેશમ પાર્ટી (ટીઆરએસ)એ સમર્થન આપવાનું એલાન કર્યું છે. તેનાથી આસરે 20 સીટો પર જેડીએસને ફાયદો મળી શકે છે.
      - એઆઇએમઆઇએમ પહેલા રાજ્યમાં 60 સીટો પર ચૂંટણી લડવાની હતી, પરંતુ પછીથી જેડીએસનું સમર્થન મળતા તેણે કોઇ નોમિનેશન ભર્યું નથી. રાજ્યમાં 13% મુસ્લિમ વોટર્સ છે. કર્ણાટકના કિનારાના જિલ્લાઓમાં તેનો ફાયદો મળી શકે છે. જ્યારે ચંદ્રશેખર રાવે તેલુગુ ભાષીઓને જેડીએસને વોટ આપવાની અપીલ કરી છે.

      3) લિંગાયત સમુદાયનું વલણ સ્પષ્ટ નથી

      - આ પહેલા રાજ્યમાં જેટલી ચૂંટણીઓ થઇ, તેમાં લિંગાયતોનું વણલ સ્પષ્ટ રહ્યું હતું કે તે લોકો કોને વોટ કરશે. પરંતુ આ વખતે ચૂંટણી પહેલા કોંગ્રેસે એલાન કર્યું કે તેઓ લિંગાયતોને લઘુમતીનો દરજ્જો આપશે. તેનાથી મામલો ફસાઇ ગયો.

      - 1980ના દાયકામાં રાજ્યમાં ત્યારે જનતાદળના નેતા રામકૃષ્ણ હેગડે પર લિંગાયતોએ ભરોસો દર્શાવ્યો હતો. ત્યારબાદ આ સમુદાય કોંગ્રેસના વીરેન્દ્ર પાટિલની સાથે આવ્યો. 1989માં કોંગ્રેસની સરકાર બની. પાટિલ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા, પરંતુ રાજીવ ગાંધીએ તેમને આ પદ પરથી હટાવી દીધા હતા.
      - ત્યારબાદ લિંગાયત ફરીથી હેગડેના સપોર્ટમાં આવી ગયા. 2004માં હેગડેની મોત પછી લિંગાયતોએ બીજેપીના બીએસ યેદિયુરપ્પાને પોતાના નેતા તરીકે ચૂંટ્યા. જ્યારે બીજેપીએ 2011માં યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદથી હટાવ્યા તો આ સમુદાયે બીજેપીથી અંતર વધારી દીધું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 3 Things happening for the 1st time in Karnataka Assembly Election 2018
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top