ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» J&K: infiltration of 20 terrorists attack on 183 CRPF Battalion in Pulvama High Alert in Vally

  J&K: 20 આતંકીની ઘૂસણખોરી, આત્મઘાતી હુમલાની આશંકા

  divyabhaskar.com | Last Modified - Jun 01, 2018, 11:28 AM IST

  શ્રીનગરમાં આગામી 2-3 દિવસમાં ફિદાયીન હુમલા અને આતંકીઓ દ્વારા હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપવાની આશંકા છે
  • સૈનિકોને પુલવામામાં શંકાસ્પદ IED મિકેનિઝમ ભરેલી 3 બેગ્સ મળી આવી છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સૈનિકોને પુલવામામાં શંકાસ્પદ IED મિકેનિઝમ ભરેલી 3 બેગ્સ મળી આવી છે.

   શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ગુપ્ત વિભાગે ઘાટીમાં એલર્ટ જાહેર કર્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે, શ્રીનગરમાં આગામી 2-3 દિવસમાં ફિદાયીન હુમલા અને આતંકીઓ દ્વારા હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપવાની આશંકા છે. હુમલો સુરક્ષાદળો અને તેની સાથે જોડાયેલા સંસ્થાનો પર પણ થઇ શકે છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, સરહદ પારથી જમ્મુ-કાશ્મીરમાં 20 આતંકીઓની ઘૂસણખોરીના સમાચાર છે. આશંકા છે કે મોટાભાગના આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સંગઠનના છે. આ સાથે શુક્રવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સીઆરપીએફની 183 બટાલિયનના બંકર પર ફાયરિંગ કર્યું. ત્યારબાદ ત્યાં સીઆરપીએફ સર્ચ ઓપરેશન કરી રહ્યું છે, જે દરમિયાન સૈનિકોને ત્યાં શંકાસ્પદ IED મિકેનિઝમ ભરેલી 3 બેગ્સ મળી આવી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે રમજાનના મહિનામાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન નહીં ચલાવવામાં આવે. સરકાર તરફથી એમપણ કહેવામાં આવ્યું હતું કે આતંકીઓ તરફથી હુમલા થવાની પરિસ્થિતિમાં સુરક્ષાદળ જવાબી કાર્યવાહી કરશે.

   જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ કરી ઘૂસણખોરી

   - ઇન્ટેલિજન્સ ઇનપુટની વાત માનીએ તો એવા તમામ આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સંગઠનના સભ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઓફિસરે જણાવ્યું કે સુરક્ષાદળોને જમ્મુ-કાશ્મીર અને દિલ્હી-એનસીઆરમાં હાઇ-એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

   - અધિકારીએ એમપણ કહ્યું કે કાશ્મીરનો માહોલ બગાડવા માટે આટલા મોટાપાયે ઘૂસણખોરીની કોશિશ કરવામાં આવી છે. સુરક્ષાદળોને ચોકસાઇ રાખવાનું કહેવામાં આવ્યું છે.

   સીઆરપીએફના બંકર પર ફાયરિંગ કરીને આતંકી ફરાર

   - શુક્રવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સીઆરપીએફની 183 બટાલિયનના બંકર પર ગ્રેનેડથી હુમલો અને ફાયરિંગ કર્યું. આ હુમલો તે સમયે થયો જ્યારે સીઆરપીએફની બટાલિયન પુલવામામાં ઇદગાહ તરફ જઇ રહી હતી. આ હુમલામાં કોઇ જાનહાનિ થઇ નથી. આતંકવાદી સેનાના બંકર પર ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા. સીઆરપીએફએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધ શરૂ કરી દીધી છે.

  • સેનાએ 31મેના રોજ હંદવાડામાં અથડામણમાં 2 આતંકીઓને ઠાર માર્યા હતા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સેનાએ 31મેના રોજ હંદવાડામાં અથડામણમાં 2 આતંકીઓને ઠાર માર્યા હતા. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: J&K: infiltration of 20 terrorists attack on 183 CRPF Battalion in Pulvama High Alert in Vally
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `