Divya Bhaskar

Home » National News » Latest News » National » Indu Malhotra took oath as woman advocate of Supreme court 1st to become direct SC judge

ઇંદુ મલ્હોત્રા સીધા SCના જજ બનનાર પ્રથમ મહિલા વકીલ, લીધા શપથ

Divyabhaskar.com | Updated - Apr 27, 2018, 11:19 AM

ઇંદુ મલ્હોત્રાએ આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા,ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા

  • Indu Malhotra took oath as woman advocate of Supreme court 1st to become direct SC judge
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઇંદુ મલ્હોત્રા સુપ્રીમ કોર્ટના જજ બનનાર છઠ્ઠી મહિલા છે.

    નવી દિલ્હી: ઇંદુ મલ્હોત્રાએ આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. ઉલ્લેખનીય છે કે ઇંદુ મલ્હોત્રા સીધા સુપ્રીમ કોર્ટના જજ બનનારા પહેલા મહિલા વકીલ છે. તેમનો જન્મ 14 માર્ચ, 1956ના રોજ બેંગલુરૂમાં થયો હતો. તેઓ સુપ્રીમ કોર્ટના જજ બનનાર છઠ્ઠી મહિલા છે. તેમના પિતા સુપ્રીમ કોર્ટમાં વકીલ હતા. સુપ્રીમ કોર્ટમાં શરૂના 39 વર્ષોમાં કોઇ મહિલા જજ ન હતી.

    ફાતિમા બીબી હતા સુપ્રીમ કોર્ટના પહેલા મહિલા જજ

    1989માં ફાતિમા બીબીને સુપ્રીમ કોર્ટના પહેલા મહિલા જજ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જસ્ટિસ સુજાતા મનોહર, જસ્ટિસ રૂમા પાલ, જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રા અને જસ્ટિસ રંજના દેસાઇને સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

  • Indu Malhotra took oath as woman advocate of Supreme court 1st to become direct SC judge
    ઇંદુ મલ્હોત્રા (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending