Home » National News » Latest News » National » Leopard enters in residential colony in Indor

ઘરમાં ઘૂસેલાં દીપડાને રેસ્ક્યૂ કરીને પક્ડયો, 5 વખત નિશાન ચૂકાયા બાદ છઠ્ઠી વખતમાં થયો બેભાન

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 04:25 PM

પલ્હર નગરમાં સૌથી પહેલાં તેને એક મકાનની બહારે ઉભેલાં રાજૂ અને ગોપાલ નામના બે શખ્સ પર હુમલો કર્યો.

 • ઈન્દોરમાં રહેણાંક વિસ્તારમાં દીપડાના હુમલાઓ વધતાં જાય છે

  ઈન્દોરઃ શહેરના પલ્હર નગરમાં શુક્રવારે સવારે લોકો જાગી જ રહ્યાં હતા કે ગલીમાં દીપડો ફરી રહ્યો છે તેવી માહિતી મળતાં જ લોકોના હોશ ઉડી ગયા. ચારે બાજુ દહેશત ફેલાઈ ગઈ. દીપડો છુપાવવા માટે ભાગી રહ્યો હતો. તે જે ઘરમાં ઘૂસતો, સામે માણસ આવી જતાં ફરી તે ભાગી જતો. તેને જેને પણ જોયો, થોડી સેકન્ડ માટે તેના શ્વાસ પણ રોકાઈ ગયા. તેને પકડવા માટે સવારે 11 વાગ્યાથી કવાયત શરૂ થઈ હતી.

  આવો હતો દહેશતનો માહોલ


  - પલ્હર નગરમાં સૌથી પહેલાં તેને એક મકાનની બહારે ઉભેલાં રાજૂ અને ગોપાલ નામના બે શખ્સ પર હુમલો કર્યો.
  - જે બાદ બીજા મકાનમાં ટ્રેપ કરીને તેને પકડવાના પ્રયાસો કરવામાં આવ્યાં, પરંતુ તે ત્યાંથી બચીને ત્રીજા મકાનની સીડીઓ પર બેસી ગયો.
  - જ્યાં પ્રાણીસંગ્રહાલયના પ્રભારી ડો. ઉત્તમ યાદવે તેને ટેક્યૂલાઈઝરના પાંચ-પાંચ મિલીલીટરના બે શોટ માર્યાં ત્યારે તે બેભાન થયો.
  - પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પલ્હર નગરની સામે ખેતર છે, જેની આગળ સુપર કોરિડોર છે. દીપડા રાતના સમયે આ સુપર કોરિડોરને પાર કરીને દીવાલ ઠેકીને કોલોનીમાં ઘૂસી જાય છે.
  - હાલ તો દીપડાને પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો છે. બાદમાં તેને વનવિભાગને સોંપવામાં આવશે. છેલ્લાં 2 વર્ષમાં ઈન્દોરના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસવાની આ ત્રીજી ઘટના છે.

  મેં 16 દીપડા પક્ડયા, 3 સેકન્ડનો આ હુમલો જીવનભર યાદ રહેશે


  - SDO અને અધીક્ષકના જણાવ્યાં મુજબ, "મેં રેસ્કયૂ પ્રભારી તરીકે 16 દીપડા પક્ડયાં છે. ક્યારેક તો બે-બે ત્રણ-ત્રણ દિવસથી પકડવાની કાર્યવાહી ચાલે છે. પરંતુ આવો સીધો હુમલો ક્યારેય નથી થયો. અમે પકડતાં પહેલાં તેનો આકાર જોયો. તે કદ આકારમાં તો પાંચ વર્ષનો જવાન દીપડો લાગતો હતો. લોકો ઘણો જ અવાજ કરી રહ્યાં હતા, જેનાથી તે ડરેલો હતો. મેં દરવાજાની બહાર ટ્રેપ ગોઠવીને પાછળ હટી જ રહ્યો હતો કે દીપડા લગભગ 6 ફુટની છલાંગ મારી. હું મારી જાતને સંભાળુ તે પહેલાં દીપડો મારી ઉપર આવી ગયો હતો. ત્રણ-ચાર સેકન્ડનો હુમલો મને જીવનભર યાદ રહેશે. એવું લાગ્યું કે મોત સામે ટક્કર ઝીલીને આવ્યો."

  6 ફુટ દૂર જ હતો દીપડો, તો પણ હિંમત રાખી અડગ ઊભા રહ્યા ભાસ્કર ફોટો જર્નાલિસ્ટ સંદીપ જૈન


  - વાચકોને ઘટનાની સાચી તસવીર મળે તેના માટે સંદીપ જૈન પોતાનો જીવ જોખમમાં મૂકી દીપડાની નજીક લગભગ 6 ફુટ પહોંચ્યા હતા.
  - પલ્હર નગરમાં રાજેશ શર્માના ઘરમાંથી બહાર આવીને દીપડાએ રસ્તા વચ્ચે એસડીઓ આરસી ચૌબૈ પર હુમલો કર્યો.
  - 2 સેકન્ડ સુધી લટક્યા બાદ તે ચૌબૈના ખભા પર ઊંડો ઘા કરી ગયો. તેમના ખભા પર ટાંકા આવ્યા છે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

 • Leopard enters in residential colony in Indor
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  પલ્હર નગરમાં રાજેશ શર્માના ઘરમાંથી બહાર આવીને દીપડાએ રસ્તા વચ્ચે એસડીઓ આરસી ચૌબૈ પર હુમલો કર્યો
 • Leopard enters in residential colony in Indor
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  2 સેકન્ડ સુધી લટક્યા બાદ તે ચૌબૈના ખભા પર ઊંડો ઘા કરી ગયો. તેમના ખભા પર ટાંકા આવ્યા
 • Leopard enters in residential colony in Indor
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  દીપડાને પકડવા માટે સવારે 11 વાગ્યાથી કવાયત શરૂ થઈ હતી
 • Leopard enters in residential colony in Indor
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  પલ્હર નગરમાં સૌથી પહેલાં તેને એક મકાનની બહારે ઉભેલાં રાજૂ અને ગોપાલ નામના બે શખ્સ પર હુમલો કર્યો
 • Leopard enters in residential colony in Indor
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ડરેલાં દીપડાં અનેક લોકો પર હુમલાઓ કર્યાં હતા
 • Leopard enters in residential colony in Indor
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  વાચકોને ઘટનાની સાચી તસવીર મળે તેના માટે સંદીપ જૈન પોતાનો જીવ જોખમમાં મૂકી દીપડાની નજીક લગભગ 6 ફુટ પહોંચ્યા હતા
 • Leopard enters in residential colony in Indor
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રાણીસંગ્રહાલયના પ્રભારી ડો. ઉત્તમ યાદવે તેને ટેક્યૂલાઈઝરના પાંચ-પાંચ મિલીલીટરના બે શોટ માર્યાં ત્યારે તે બેભાન થયો
 • Leopard enters in residential colony in Indor
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  બેભાન થયાં બાદ તેને પ્રાણી સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યો છે
 • Leopard enters in residential colony in Indor
  દીપડાને પકડવા ભારે પ્રયાસો કરાયાં હતા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ